________________
૧૫
ભગવાન મહાવીર : એક અનુશીલન
આ જૈન સાહિત્યના પરંપરાની દષ્ટિથી બે વિભાગ પાડી શકીએ. વેતાંબર પરંપરાનું સાહિત્ય અને દિગંબર-પરંપરાનું સાહિત્ય.
અત્રે અમે પ્રાચીન સાહિત્યથી આરંભી આધુનિક સાહિત્ય પર્યત એક વિહંગાવલોકન કરી ભગવાન મહાવીરની જીવનગાથાનું સાહિત્યગત મૂલ્યાંકન પ્રસ્તુત કરીએ છીએ. એમાં વાચકને બે રીતે લાભ થશે. એક તો ભગવાન મહાવીરની જીવનકથાનું સૂત્ર કયા પ્રકારે કમશઃ વિકસિત અને વિસ્તૃત થતું ગયું, અનેક રેચક ઘટનાએ કેવી રીતે એમાં સંકળાતી ગઈ યા ઉભાવિત થતી રહી, એને સ્પષ્ટ ખ્યાલ આવશે. બીજું એ કે ભગવાન મહાવીરના જીવન અંગે આજ સુધી કેટલું વિપુલ સાહિત્ય લખાયેલું છે અને પરિચય અને એક સમીક્ષામક નોંધ પણ વાચકને વધુ અવલોકન માટે પ્રેરણારૂપ બનશે.
અહીં અમે સર્વપ્રથમ વેતાંબર પરંપરાના સાહિત્ય અંગે વિચારણા કરીશું, કેમકે તે દિગંબર સાહિત્ય કરતાં વધુ પ્રાચીન છે અને એમાં ભગવાન મહાવીરનું જીવનવૃત્તાન્ત અધિક પ્રમાણમાં સુરક્ષિત રહેલું છે.
આચારાંગસૂત્ર
આચારાંગસૂત્ર સમગ્ર જૈન આચારની આધારશિલા ગણાય છે. ઉપલબ્ધ સમગ્ર જૈન સાહિત્યમાં આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધને પ્રાચીનતમ માનવામાં આવે છે. આ વસ્તુ એની પ્રાકૃત–ભાષા, એની શિલી અને એમાંના ભાવથી સિદ્ધ થયેલી છે. એ મુખ્યત્વે બે શ્રુતસ્કંધમાં વિભાજિત છે. પ્રથમ સ્કંધ ગણધર રચિત છે અને બીજો સ્થવિર રચિત છે. ચૂર્ણિકારે સ્થવિરનો અર્થ ગણધર કર્યો છે અને ૧ પ્રાકૃત ઔર ઉસકા સાહિત્ય ડો. મોહનલાલ મહેતા, પૃ. ૪ ૨ આચારાંગ નિયુક્તિ, ગા. ૨૮૭ ૩ થરા Tળધરા – આચારાંગચૂર્ણિ, પૃ. ૩૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org