________________
૧૬૨
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
પ્રાપ્ત થાય છે. એમાં એમના જન્મ, જન્મસ્થલ, પરિવાર વગેરે પૂર્વ જીવન અંગે જરા પણ સૂચના નથી.
દ્વિતીય શ્રુતસ્કંધ આચારાંગના દ્વિતીય સ્કંધમાં ભાવનાધ્યયનમાં ભગવાન મહાવીરનું જીવનવૃત્તાંત સંક્ષિપ્તમાં ઉપલબ્ધ થાય છે. તેઓ દશમા દેવલોકમાંથી આવ્યા, જન્મ થયે, વિવાહ થયે, માતા-પિતા સ્વર્ગસ્થ થયા પછી દીક્ષા ગ્રહણ કરી, સાધના કાલમાં વિનો આવ્યાં, તીર્થકર બન્યા. આ પ્રમાણે સામાન્ય પરિચય આપવામાં આવ્યું છે. એમાં મહાવીરના પૂર્વભવ તથા સાધના કાલમાં એમણે ક્યાં ક્યાં વિચરણ કર્યું અને કયા સ્થાને કે ઉપસર્ગ ઉપસ્થિત થયે, એને ઉલ્લેખ નથી.
સૂત્રકૃતાંગ સૂત્ર સૂત્રકૃતાંગના છઠ્ઠા અધ્યયનમાં ભગવાન મહાવીરની દિવ્ય સ્તુતિ પ્રાપ્ત થાય છે. એટલા માટે તે અધ્યયનનું નામ વીરસ્તાવ રાખવામાં આવ્યું છે. એમાં ૨૯ ગાથાઓ છે. મહાવીરની તે સૌથી પ્રાચીન સ્તુતિ છે. એમાં ભગવાન મહાવીરના ગુણેનું હૃદયગ્રાહી વર્ણન છે. એમાં મહાવીરને હાથીઓમાં એરાવણ, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં ગરુડની ઉપમા આપીને લેકમાં સર્વોત્તમ બતાવ્યા છે. ૨૯
સ્થાનાંગ સૂત્ર
સ્થાનાંગ સૂત્રની રચના કોશ શિલીએ થઈ છે. બૌદ્ધોને અગુત્તરનિકાય ગ્રંથ પણ આ પ્રકારની શિલીએ રચાયેલ છે. આ આગમમાં એકથી દસ સ્થાન સુધીનું વર્ણન છે. તે પણ એમાં ભગવાન મહાવીરનું ક્રમબદ્ધ વર્ણન નથી. પણ જુદાં જુદાં સ્થાનો પર મહાવીરના જીવન ૨૮ આચારાંગ ૨,૩,૧૫ ૨૯ સૂત્રકૃતાંગ ૧,૬૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org