________________
ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
૧૬૧
સદા દૂર રહેતા.૨૧ ઇન્દ્રિયેાના વિષયમાં એમને જરા પણ આસક્તિ ન હતી. તેઓ શિયાળામાં છાંયડામાં અને ઉનાળામાં તડકામાં રહીને ધ્યાન કરતા હતા.૨૨ એદન, કુમાષ આદિ રૂક્ષ પદાર્થોના આહાર કરતા.૨૩કેટલીક વાર મહિના સુધી પાણી અને અન્ન ગ્રહણ કર્યાં વગર તેએ વિચરણ કર્યા કરતા. લૂખાસૂખા નીરસ જે કંઈ આહાર મળતા, એને સહ ગ્રહણ કરી લેતા.૨૪ તે પેાતાના આહાર માટે ન તેા પોતે પાપ કરતા, ન તે અન્ય પાસે કરાવતા અને ન તે કરનારને અનુમેદન આપતા. બીજાના નિમિત્તે બનાવવામાં આવેલા આહારનું તેએ અનાસક્ત ભાવે સેવન કરતા. આહાર–ગવેષણાને માટે જવા-આવવાના માર્ગમાં કોઈ પશુપક્ષીઆને કષ્ટ ન થાય એનું ધ્યાન રાખતા હતા.પપેાતાના આહાર માટે કેાઈ બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુક, અતિથિ વગેરેની વૃત્તિના ઉચ્છેદ ન થાય, કાઈને નાખુશી ન થાય, કાઈ ને અંતરાય ન પહોંચે એની સતત સાવધાની રાખતા હતા.૨૬ તેઓ નિષ્કષાય, અનાસક્ત અને મૂર્છારહિત હતા. અપ્રમાદી હતા. તેએ ઉકડૂ, ગાદીહાસન, વીરાસનાદિ આસના સાધીને, એમાં સ્થિર રહી, સમાધિસ્થ રહી, ધ્યાનમાં તલ્લીન રહેતા. આ અવસ્થામાં ઊર્ધ્વ, અધા અને તિર્યક્ ત્રણે લેાકેાના સ્વરૂપને વિચારતા. ૨૭
આ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ શ્રુતસ્કંધમાં ભગવાન મહાવીરની ઉત્કૃષ્ટ સાધનાના આંખે દેખ્યા હેવાલ નહીં, પણ એનું સ્વય' ભગવાન મહાવીરના શ્રીમુખેથી શ્રવણુ કરવામાં આવેલ વર્ણન
૨૧ એજન ૧,૪,૯,૨
૨૨ એજન ૧,૪,૯, ૩-૪
૨૩ એજન ૧,૪,૯,૪
૨૪ એજન ૧,૪,૯,૫-૭ ૨૫ એજન પૃ ૧૪,૯, ૮-૧૦
૨૬ એજન પૃ. ૧,૪,૯,૧૧
૨૭ એજન રૃ. ૧,૪,૯,૧૧
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org