________________
૧૬૪
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
કહેવામાં આવ્યા છે. ભગવાન પાર્શ્વના શિષ્ય ગાંગેય અનગાર, કાલાશ્યવૈશિષ્ઠ પુત્ર વગેરે અનેક પાશ્વાપત્ય અનાગરા ચાતુર્યંમ ધર્મના ત્યાગ કરી મહાવીરનાં પંચ મહાવ્રતાને સ્વીકાર કરે છે. એ વસ્તુથી મહાવીર પૂર્વે પણ નિગ્રંથ-ધર્મ(પાર્શ્વનાથ-પરંપરા)નું અસ્તિત્વ હતું, એ વસ્તુ સ્વાભાવિકપણે સામિત થઈ જાય છે. ગાશાલકના થાનકમાં મહાવીર અને ગેશાલકના નિકટતમ સંબંધ અંગે પ્રકાશ પડે છે. ૬ એ સિવાય આર્ય સ્કંદ, કાત્યાયન, માકન્દીપુત્ર, વિદેહપુત્ર (કૂણિક), નવ મલ્લવી, નવ લિચ્છવી, ઉડ્ડયન, મૃગાવતી, જયંતી વગેરે મહાવીરના અનુયાયીઓ અંગે સારી એવી જાણકારી મળે છે. દેવાનંદાના પ્રસંગમાં ભગવાન મહાવીરે એક મહત્ત્વપૂર્ણ રહસ્ય છતું કર્યું છે કે તેમણે એમને પેાતાની માતા તરીકે ગણાવ્યાં છે. અસુરેન્દ્ર ભાગીને મહાવીરનું શરણ સ્વીકારે છે, અને શકેન્દ્રે પોતાના વજ્રના ઉપસંહાર કર્યાં. મહાશિલાક'ટક અને રથમૂસલ સંગ્રામના પણ ઉલ્લેખ છે. એ સિવાય અન્ય અનેક ઐતિહાસિક, ધાર્મિક અને દાર્શનિક ચર્ચાએ પ્રાપ્ત થાય છે. જેનાથી મહાવીરના દિવ્યજ્ઞાન અને વિરાટ પ્રભાવશીલતાના સહેજે ખ્યાલ આવે છે.
જ્ઞાતૃધર્મકથા સૂત્ર
જ્ઞાતૃધર્મકથામાં પ્રથમ અધ્યયનમાં મેઘકુમારનું વર્ણન છે, જે રાજા શ્રેણિકના પુત્ર હતા. એની દીક્ષાનેા પ્રસંગ તે સમયના મહાત્સવની એક સુંદર અને ભવ્ય ઝાંખી કરાવે છે. તે સંયમ-ધર્મથી વિચલિત થાય છે, તે વખતે ભગવાન મહાવીર એને પૂર્વજન્મના વૃત્તાન્ત જણાવી પુનઃ સંયમમાં સ્થિર કરે છે.૩૮
ઉપાસક દશાનાં દસ અધ્યયનમાં મહાવીરના દસ ઉપાસકેાના
૩૬ ભગવતી, શતક ૧૫
૩૭ ભગતી શ્વેતક ૯, ઉદ્દેશ્ય ૩૩
૩૮ રામકથા ૧,૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org