________________
૧૭૪
ભગવાન મહાવીરઃ એક અનુશીલન તે પહેલાં બે ભાખ્યો અતિ સંક્ષિપ્તમાં લખાયેલાં છે. અને અનેક ગાથાઓ વિશેષાવશ્યક ભાષ્યમાં સમાવી લેવામાં આવી છે. આ રીતે વિશેષાવશ્યક ભાષ્યને ત્રણ ભાષ્યનું પ્રતિનિધિત્વ ધરાવતું માની શકાય. આ ભાગ સંપૂર્ણ આવશ્યક સૂત્ર પર નથી પણ પ્રથમ સામાયિક અધ્યયન પર જ છે. વિશેષાવશ્યક ભાષ્યના રચનાર જિનભદ્રગણું ક્ષમાશ્રમણ છે.
વિશેષાવશ્યક ભાષ્ય એક એવે રત્નગ્રંથ છે કે જેમાં જૈન આગમોમાં વર્ણવેલ સર્વ મહત્ત્વપૂર્ણ વિષયની ચર્ચા કરવામાં આવી છે. આ ગ્રંથની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે એમાં જૈનતત્વ જ્ઞાનનું નિરૂપણ કેવળ જૈનદષ્ટિથી જ નહીં પણ અન્ય દાર્શનિક મતોની તુલના સહિત કરવામાં આવ્યું છે. આગામેની માન્યતાઓનું તર્કપુર સર નિરૂપણ જેવું આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે એવું અન્યત્ર કોઈ ગ્રંથમાં મળતું નથી. પ્રસ્તુત ગ્રંથ ભગવાન મહાવીર તથા અગિયાર મુખ્ય બ્રાહ્મણ પંડિતોની વચ્ચે દાર્શનિક વિભિન્ન વિષય પર થયેલી ચર્ચા તથા ભગવાનનાં મંતવ્યથી પ્રભાવિત થઈને આ મહાન પંડિતોએ મહાવીરના સંઘમાં ભળવાનું સ્વીકાર્યું, એની એમાં વિસ્તૃત અને તર્કયુક્ત ચર્ચા છે. જેમાં દાર્શનિક યુગની પ્રાયઃ સમસ્ત વિષચેની ચર્ચાને સમાવેશ થયેલ છે. આ ચર્ચા સર્વપ્રથમ આ ગ્રંથમાં જ કરવામાં આવી છે. નિર્યુક્તિમાં જે ચર્ચાનાં બીજ હતાં તે અહીં વિરાટ વૃક્ષનું રૂપ ધારણ કરે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં જે ગણધરવાદની ચર્ચા છે, એનું મૂલ ઉદ્ગમ સ્થાન પણ આ જ છે.
ચૂર્ણિસાહિત્ય અગમે પરની પ્રાચીનતમ પધાત્મક વ્યાખ્યાઓ નિર્યુક્તિઓ અને ભાવેના નામે જાણીતી છે. એની ભાષા પ્રાકૃત છે. પદ્યાત્મક વ્યાખ્યાઓ પછી ગદ્યાત્મક વ્યાખ્યાઓ લખાઈ છે. આ વ્યાખ્યાઓ પ્રાકૃતમાં અથવા સંસ્કૃત મિશ્રિત પ્રાકૃતમાં લખાયેલી છે, જેને ચૂણિ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org