________________
ભગવાન મહાવીર ઃ એક અનુશીલન
ઉત્તરાધ્યયન સૂત્ર ઉત્તરાધ્યયન સૂત્ર મહાવીરની અન્તિમ વાણીના રૂપમાં પ્રસિદ્ધ છે. એમાં કેશી–ગૌતમને ઐતિહાસિક સંવાદ છે, જેઓ પાર્શ્વનાથની પરંપરા છેડીને મહાવીરના સંઘમાં ભળે છે. આ સિવાય પણ મહાવીરના જીવનની અનેક બાબતે એમાં પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીરનાં ઉપદેશવચને આ તે મહાસાગર છે.
નંદી સૂત્ર નંદીસૂત્રના પ્રારંભમાં જ મહાવીરની ઘણી જ લલિત ભાષામાં સ્તુતિ કરવામાં આવી છે. આની સાથે આપવામાં આવેલી સ્થવિરાવલી ઐતિહાસિક દષ્ટિથી મહત્વની છે.
દશાશ્રુતસ્કંધ (ક૯પસૂત્ર) દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરના ચ્યવન, જન્મ, સંહરણ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષનું વિસ્તૃત વર્ણન મળે છે. આનું બીજુ નામ વગોસણા યા વસૂત્ર છે.૫૪ આચારાંગના દ્વિતીય શ્રુતસ્કંધમાં જે પ્રકારે મહાવીરનું જીવનવૃત્ત પ્રાપ્ત થાય છે, એનાથી પણ વિસ્તૃત રીતે અન્ને મહાવીરનું જીવનવૃત્ત પ્રાપ્ત થાય છે. આની બીજી વિશેષતા એ છે કે આચારાંગસૂત્રમાં કેવલ મહાવીરના જીવન અંગે વર્ણન મળે છે, જ્યારે આમાં અન્ય ત્રેવીસ તીર્થકરેના જીવન વિષે પણ વર્ણન મળે છે. ગ્રેવીસ તીર્થકરોના વર્ણનની સાથે મહાવીરનું પણ વર્ણન સૌ પ્રથમ અહીં જ મળે છે. પરંતુ એ યાદ રાખવું જોઈએ કે ગર્ભપરિવર્તન, જન્મ, ત્રીસ વર્ષ ગૃહસ્થાશ્રમ, સાધના કાલમાં સહન કરેલા અનેક ઉપસર્ગો એને તે ઉલ્લેખ પર ઉત્તરાધ્યયન અ. ૨૩ પક નંદી મંગલાચરણ ૫૪ જુઓ, લેખક દ્વારા સંપાદિત “કલ્પસૂત્ર'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org