________________
૪. ભારતીય સાહિત્યમાં ભગવાન મહાવીર
પ્રાચીન ઈતિહાસ અંગે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મુખ્યત્વે ત્રણ સાધન છે. સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય અને અભિલેખ (શિલાલેખ). શિલ્પ–સ્થાપત્ય અને અભિલેખે દ્વારા પ્રાચીન ઈતિહાસ જાણું શકાય છે, પરંતુ તે માત્ર પ્રતીક રૂપમાં જાણી શકાય છે. ઈતિહાસનું સર્વાગી તેમજ વિસ્તૃત જ્ઞાન આ સાધન વડે પ્રાપ્ત કરી શકાતું નથી. એટલે સાહિત્ય જ એવું સાધન છે કે જે પ્રાચીન ઇતિહાસને સ્પષ્ટ રૂપમાં આપણી સમક્ષ રજૂ કરી દે છે. યદ્યપિ પ્રાચીન સાહિત્યમાં જેટલું, જેવું વર્ણન અપેક્ષિત છે, એટલું પ્રાપ્ત થતું નથી. કેઈક જગ્યાએ કેટલુંક અછડતા રૂપમાં, તો કેઈક જગ્યાએ અતિશક્તિ રૂપમાં, કોઈક જગ્યાએ ઉપમા તેમજ અલંકારથી યથાર્થ દબાઈ ગયે હોય એવા રૂપમાં અને કઈ જગ્યાએ યથાર્થ અતિ સ્પષ્ટ રૂપમાં મળે છે. એ પરિસ્થિતિમાં સાહિત્ય પણ સાચી વસ્તુસ્થિતિ અંગે સારો પરિચય આપવામાં કેટલું સમર્થ નીવડે છે તે પણ એક ચિંત્ય પ્રશ્ન છે.
ભગવાન મહાવીરને જીવન–વૃત્તાન્ત પ્રાચીન સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે, પણ એ કહેવું મુશ્કેલ છે કે એમના જીવનને પૂર્ણ વૃત્તાન્ત આ જ સાહિત્યમાં સુરક્ષિત છે? એમના જીવનની ઘણી બધી ઘટનાઓ અને અનેક વિરલ પ્રસંગ સાચે જ સાહિત્યમાં અંકિત કરવામાં આવ્યા હોય તે પણ સુદીર્ઘ કાલપ્રવાહમાં તે વિલુપ્તપ્રાયઃ બની ગયાં છે. બૌદ્ધ-પરંપરાના સાહિત્યમાં એને કંઈક વિકૃત પણ કરવામાં આવ્યા છે તો પણ મહાવીરના જીવન–વૃત્તાન્ત અંગે સારા પ્રમાણમાં સાહિત્ય ઉપલબ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org