________________
૧૫૮
ભગવાન મહાવીર : એક અનુશીલન દેવદુષ્ય વસ્ત્ર હતું. તે વસ્ત્ર એમણે શિયાળામાં ઠંડી નિવારવા માટે નહોતું રાખ્યું, પણ બધા તીર્થંકરો એક દેવદૂષ્ય વસ્ત્ર સહિત દીક્ષા લે લે છે, એ દષ્ટિથી એમણે એને સ્વીકાર કર્યો હતે. તે વસ્ત્ર લગભગ તેર મહિના સુધી એમના ખભા પર પડી રહ્યું પણ એમણે એને એઠવા વગેરેમાં ઉપયોગ કર્યો ન હતે.
દીક્ષાની પૂર્વે મહાવીરના શરીર પર ચન્દનાદિનો લેપ કરવામાં આવ્યું હતું, એની સુમધુર સૌરભથી આકર્ષાઈ ચાર મહિનાથી પણ વધારે સમય માટે વિવિધ પ્રકારના જીવ–જન્તુ એમના પર આક્રમણ કરતા રહી, એમને દુઃખ આપતા રહ્યા હતા. ચાલતી વખતે તે પુરુષ પ્રમાણ માર્ગનું અવલોકન કરતા અને ખૂબ સાવધાનીપૂર્વક ચાલતા. એમને જોઈને ભયભીત થયેલાં બાળકો ચીસ પાડીને આકંદ કરતાં માર્ગમાં એમનું કોઈ અભિવાદન કરતું કે મારતું તે પણ તેઓ કેઈને પણ કંઈ પણ કહેતા નહીં, વંદન તેમ જ બંધન એ બધાને તે સમભાવથી સહન કરતા. એમને આખ્યાન, નૃત્ય, ગીત, દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ વગેરેમાં એમને કઈ પણ પ્રકારને રસ ન હતું. તેઓ ભયંકર કષ્ટો પણ શાંતિપૂર્વક સહન કરતા. એમણે દીક્ષા લેવાના બે વર્ષ પહેલાં સચિત્ત જલનો ત્યાગ કરી દીધા હતા. એમણે એ જાણી લીધું હતું કે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય સચિત્ત છે, ચેતનયુક્ત છે. અતઃ એમને કઈ પણ પ્રકારનું કષ્ટ ન થાય એમ વિચરણ કરતા હતા. એમણે સ્વયં હિંસા ન કરવાનું અને બીજા પાસે હિંસા ન કરાવવાનું વ્રત ગ્રહણ કરી રાખ્યું હતું. અબ્રહ્મચર્ય બધાં પાપનું મૂળ છે, એ સમજીને એ સંયમી પુરુષ સ્ત્રીઓને સર્વથા પરિત્યાગ ૫ આચારાંગ ૧,૯,૪ ૬ આચારાંગ ૧, ૧,૯, ૩ ૭ એજન ૧,૧,૯,૫ ૮ એજન પુ. ૧,૧,૯,૯ ૯ એજન પુ. ૧,૧,૯,૧૧,૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org