________________
૧૪૦
ભગવાન મહાવીર : એક અનુશીલન
છે. એમને સિદ્ધાંત એ છે કે કર્તા વિના પુણ્ય-પાપ આદિ ક્રિયા થતી નથી. તેએ જીવ વગેરે નવ પદાર્થોને એકાન્ત અસ્તિરૂપે માને છે. ક્રિયાવાદના ૧૮૦ ભેદાન્તર છે.
અક્રિયાવાદ
દશાશ્રુતસ્કંધ( છઠ્ઠી દશા )માં અક્રિયાવાદનું વર્ણન આ પ્રમાણે
મળે છેઃ
નાસ્તિકવાદી, નાસ્તિકપ્રજ્ઞ, નાસ્તિકદષ્ટિ, નાસમ્યવાદી, નાનિત્યવાદી-ઉચ્છેદવાદી, નાપરાકવાદી-આ બધા અક્રિયાવાદી છે.
એમના મત પ્રમાણે ઇહલેાક નથી, પરલેાક નથી, માતા નથી, પિતા નથી, અરિહંત નથી, ચક્રવર્તી નથી, અલદેવ નથી, વાસુદેવ નથી, નરક નથી, નૈરયિક નથી, સુકૃત અને દુષ્કૃતના ફળમાં કાઈ ક્રૂર નથી, સુચીણુ કર્મનું સારું ફળ મળતું નથી, દુીણુ કર્મનું ખરામ ફળ હાતું નથી, કલ્યાણ અને પાપ અફળ છે, પુનર્જન્મ નથી, માક્ષ નથી અર્થાત્ સમસ્ત ક્રિયાએ ફલશૂન્ય છે.
સૂત્રકૃતાંગમાં અક્રિયાવાદના કેટલાય મતવાદોનું વર્ણન મળે છે. એમાં અનાત્મવાદ, આત્માના અકર્તી ત્વવાદ, માયાવાદ, વન્ધ્યવાદ અને નિત્યવાદ એ બધાને અક્રિયાવાદી કહેવામાં આવ્યા છે.
એમનું મંતવ્ય છે કે પુણ્ય-પાપ વગેરે ક્રિયાએ સ્થિર પદાર્થને લાગે છે, પરંતુ ઉત્પન્ન થતાની સાથે જ વિનાશ થવાને કારણે કાઈ પણ પદાર્થ સ્થિર નથી. ત્યારે એને ક્રિયા કેવી રીતે લાગે ? વસ્તુમાં નિત્ય-અનિત્યના ભેદ જ નથી. એના ૮૪ ભે છે.
અજ્ઞાનવાદ
અજ્ઞાનવાદનું એવું મંતવ્ય છે કે જ્ઞાન અંગે પરસ્પર ઝઘડા
૭. મૂત્રકૃતાંગ ૧,૧૨,૪-૮
૮. પ્રવચનસારાદ્ધાર, ઉત્તરાર્ધ ૯૪-૯૫, ૫૨ ૩૪૪-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org