________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
..
પ્રતિપાદન કર્યું છે, એમના સંઘમાં જે જોડાતા તેઓ સમતાની સાધનાનું વ્રત ગ્રહણ કરતા હતા. ભગવાન મહાવીરે જોયું કે ભગવાન પાર્શ્વના શ્રમણો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અંગે શિથિલ થઈ રહ્યા છે. અને પૂર્વજ્ઞાનને ઉપયોગ ચમત્કાર દનમાં કરી રહ્યા હતા. મખલિપુત્ર ગોશાલકને અષ્ટાંગ નિમિત્તની શિક્ષા પ્રદાન કરનાર શાન, કલંદ, કર્ણિકાર, અદ્રિ, અગ્નિવેશ્યાયન અને ગામાયુપુત્ર અર્જુન એ બધા પાર્શ્વની પરંપરાના હતા. જેઓ સુખદુઃખ, લાભઅલાભ, જીવન અને મૃત્યુના રહસ્યાના પ્રકાંડ પંડિત હતા અને તેએ અષ્ટાંગનિમિત્ત વડે એમની આજીવિકા મેળવતા હતા.
૧૩૮
ઈ.સ પૂર્વેની છઠ્ઠી શતાબ્દીનું ભારત આ પ્રકારની ધાર્મિક હલચલેાનુ કેન્દ્ર હતું. અનેક ધાર્મિક મહાપુરુષો અને દાર્શનિક વિચારકા પૂર્વ ની માન્યતાઓને પ્રસ્તુત કરી રહ્યા હતા, અથવા સત્યનું એક કિરણ પણ જોવા મળે તા પોતાને સત્યના સપૂર્ણ દ્રષ્ટા અને પ્રવક્તા માનાવવાને ઢઢરે પીટવા લાગતા. આ પ્રકારના ધાર્મિક મતવાદોના કાલાહલથી સામાન્ય જનતા દિગ્મૂતાને અનુભવ કરવા લાગ્યા હતા. ભગવાન મહાવીર જેવા સત્યના પરમ દ્રષ્ટા અને અનાગ્રહી ( અનેકાંતવાદ ) મહાપુરુષ તે યુગને અનેકાંતના મેધ આપતા હતા. મત-પક્ષ લઈને ખેંચતાણ કરનારાઓને સત્યમાં અનાગ્રહ( અનેકાંત)ના ઉપદેશ આપતા હતા, તેા પણ તે યુગ ગાડરિયા પ્રવાહમાં ચાલતા હતા. એકાંતવાદની મેલમાલા હતી અને દરેક મતવાદી-સ્વયં સયં પણ સત્તા રહેતા પર્વય ૧ પેાતાના પંથ અને પેાતાની અદ્ધ-માન્યતાઓની પ્રશ'સા કરતા બીજા મત અને પંથની નિંદા કરવામાં મચેલા રહેતા. પાતાને સાચા અને ખીજાને જુઠ્ઠા કહેતા હતા.
હું અહી એ બધા મતવાદોની સમીક્ષા નહીં કરું, મારા આશય માત્ર ભગવાન મહાવીરના યુગની ધાર્મિક માન્યતાઓના સંક્ષિપ્તમાં પરિચય આપવાને છે. ભગવાન મહાવીરના યુગમાં જે જુદા જુદા ધર્મ ૧ સૂત્રકૃતાંગ ૧, ૧, ૨, ૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org