________________
૧૪૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
થતું નથી. બલ, વીર્ય, પુરુષાર્થ યા પરાકમ–એ બધું કાંઈ જ નથી. સર્વ પ્રાણુઓ બળહીન અને નિવીર્ય છે.તેઓ નિયતિ (ભાગ્ય), સંગતિ અને સ્વભાવ દ્વારા પરિણત–રૂપાંતરિત થાય છે. અક્કલમંદ અને મૂર્ખ એ સર્વનાં દુઃખને નાશ ૮૦લાખ મહાકના ફેરા ફર્યા પછી જ થાય છે. આ મત સંસારશુદ્ધિ–વાદ કે નિયતિવાદ નામથી પ્રચલિત હતા. ૨૩
અજિત કેશકુંબલ અને એની માન્યતા
તેઓ કેશમાંથી બનાવેલે કામળો પહેરી રાખતા હતા, એટલે તેઓ “કેશકુંબલી' નામથી પ્રખ્યાત હતા. શ્રી એફ. એલ. વુડવાડને એ મત છે કે આ કંબલ (કામળો) મનુષ્યના વાળમાંથી બનાવવામાં આવતું હતે. ૨૪ એમની વિચારધારા લોકાયતિક દર્શન જેવી જ હતી. કેટલાક વિદ્વાનોનો એ મત છે કે નાસ્તિક દર્શનના આદિપ્રવર્તક ભારતમાં જ થઈ ગયા હતા. એમ લાગે છે કે બૃહસ્પતિએ એમના જ વિચારને પલ્લવિત તેમજ વિકસિત કર્યા છે. ૨૫
અજિત કેશકંબલ ઉછેરવાદી હતા. એમનું મંતવ્ય આવું હતું? દાન, યજ્ઞ, હોમમાં કઈ તથ્ય નથી. શ્રેષ્ઠ અને કનિષ્ઠ કર્મોનું કઈ ફળ કે પરિણામ હોતું નથી. ઈહલોક, પરલોક, માતા-પિતા અથવા ઔપયાતિક (દેવતા-નરકવાસી) પ્રાણ જેવું કંઈ નથી. ઈહલેક અને પરલેક અગે સારું જ્ઞાન પ્રાપ્ત કરી તે બીજાને આપનાર દાર્શનિક અને એગ્ય માર્ગ પર ચાલનાર શ્રમણ બ્રાહ્મણ આ સંસારમાં નથી. ૨૩ (ક) ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા પૃ. ૪૫–૪૬
(ખ) ભગવાન બુદ્ધ ૧૮૧- ૧૮૩ 28 The book of the Gradual savings, Vol. 1. Tr. by
F.L. Woodward, P. 265 n. ૨૫ (ક) ભગવાન બુદ્ધ ૧૮૨
(ખ) ભારતીય સંસ્કૃતિ ઔર અહિંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org