________________
૩. ભગવાન મહાવીરના સમકાલીન ધર્મ અને ધર્મનાયક
ધાર્મિક પરિસ્થિતિ આજથી લગભગ પચીસ સો વર્ષ પૂર્વેને યુગ ધાર્મિક ઊથલપાથલને યુગ હતું. એ પુગમાં કેવળ પ્રાચીન ધર્મ-પરંપરાઓમાં અનેક કાંતિકારી પુરુષને જન્મ થયે પરંતુ અનેક નવા મતસંપ્રદાયને આવિર્ભાવ પણ થયું. ભારતમાં જ નહીં પરંતુ પ્રાયઃ સંપૂર્ણ એશિયા ખંડમાં પણ એક પ્રકારની ધાર્મિક ઊથલપાથલ આ યુગમાં દષ્ટિગોચર થાય છે. ચીનમાં લાઓસે અને કશિયસે એક નવી ધાર્મિક ચેતના જગાડી હતી, તે ગ્રીસમાં પાઈથાગોરસ, સુકરાત અને પ્લેટેની નવી વિચારધારાએ પૂર્વની ધાર્મિક માન્યતાઓ પર પ્રહારો કર્યા છતાં ઈરાન અને પ્રશિયામાં જરથુસ્ત પણ પોતાની વિચારધારાને આ યુગમાં પ્રચાર કરી રહ્યા હતા.
ભારતવર્ષમાં શ્વેતકેતુ, ઉદ્દાલક, યાજ્ઞવાક્ય આદિ ઋષિઓ ઉપનિષદ-અધ્યાત્મવાદને પ્રચાર કરી રહ્યા હતા. ભગવાન પાર્શ્વનું નિર્વાણ થઈ ચૂક્યું હતું. એમની પરંપરાનું પિતૃત્વ કુમાર કેશી શ્રમણ કરી રહ્યા હતા. ભગવાન પાર્શ્વને ધર્મ ભારતવર્ષના વિભિન્ન ભાગોમાં પ્રભાવશાળી હતો. અનેક રાજતંત્ર અને ગણતંત્ર એમના અનુયાયીઓ હતાં. મધ્ય અને પૂર્વીય દેશના વાત્ય ક્ષત્રિમાં એમનો ધર્મ અતિ
કપ્રિય થયો હતે. વૈશાલી અને વિદેહ વજYગણુ ભગવાનને પ્રાર્થના પરમ ઉપાસક હતા. ભગવાન મહાવીરનો પરિવારગણ ભગવાન પાર્શ્વનાથને અનુયાયી હતું. ભગવાન પાર્શ્વ પ્રતિ ભગવાન મહાવીર અત્યંત શ્રદ્ધાળુ હોવા છતાં પાર્શ્વનાથની પરંપરામાં જે શિથિલતા પ્રવેશી ગઈ હતી એનું એમણે નિરસન કર્યું. ભગવાન પાસામાયિક ચારિત્રનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org