________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
શાસન વ્યવસ્થા
આ યુગમાં પ્રજાપાલન અર્થે રાજા હેાવા અત્યંત આવશ્યક માનવામાં આવતા. રાજા સર્વગુણ સંપન્ન હાવે જોઇએ. કોઈ પણ પ્રકારનાં વ્યસન અને વિકાર એનામાં ન હાવાં જોઈ એ. રાજનીતિમાં તે કુશલ અને ધર્મમાં શ્રદ્ધાવાન હોવા જોઈએ. એને માતૃ અને પિતૃ પક્ષ નિર્મલ હાવા જોઈએ. રાજાનું પદ સામાન્યતઃ પરંપરાગત માનવામાં આવ્યું છે. જો રાજાને એક જ પુત્ર હાય તેા તે રાજાના મૃત્યુ બાદ રાજ્યને અધિકારી બનતા. જો રાજાને એકથી વધુ પુત્ર હાય તેા એમની પરીક્ષા કરવામાં આવતી અને પરીક્ષામાં જે સાચા જણાતા તેને યુવરાજ બનાવવામાં આવતા.૪૯ સંજોગવશાત્ રાજાના મૃત્યુ પછી જે રાજપુત્રને રાજ્યપ્રાપ્તિના અધિકાર મળતા હાય તે જો દીક્ષા ગ્રહણુ કરે તા એના નાના ભાઈને રાજા બનાવવામાં આવતા.૫ જો રાજા અને યુવરાજ અને રાજ્ય છેડી દઈ દીક્ષાપ ગ્રહણ કરતા તે એ સોગામાં એની બહેનના પુત્રને રાજા બનાવવામાં આવતા.૧૦ સેાળ જનપદે, ત્રણસે ત્રેસઠ નગર અને દશ મુગટબદ્ધ રાજાના સ્વામી રાજા ઉદ્રાયણે પેાતાને પુત્ર હેાવા છતાં કેશી નામના પેાતાના ભાણેજને રાજપદ સોંપીને મહાવીર પાસે દીક્ષા લીધી હતી.પ૧ જો રાજાના કાઈ ઉત્તરાધિકારી ન હાય તેા હાથી, અભિષેક કરે અને રાજા બનાવવમાં આવતા પર
૧૧૧
૪૭ નિશીથભાષ્ય ૧૫, ૪૭૯૯
૪૮ વ્યવહારભાષ્ય ૧, પૃ. ૧૨૮
૪૯ વ્યવહારભાષ્ય ૪, ૨૯ અને ૪, ૨૬૭ સરખાવેા -- પાતંજલિ જાતક (૨૪૭) ૫૦ ઉત્તરાધ્યયન ટીકા ૧૦ પૃ ૧૫૩
૫૧ ભગવતી ૧૩, ૬
પર (ક) ઉત્તરાધ્યયન ટીકા ૩ પૃ. ૬૩
(ખ) કથાકેશ પુ ૪ ટોનીને અંગ્રેજી અનુવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org