________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ
૧૨૭ લડી ન શકાય. કૌશલ હોવા છતાં યુદ્ધની નીતિ (ક્યારે આગળ વધવું અને ક્યારે પીછેહઠ કરવી) અને વ્યવસ્થા ન હોય તે શત્રુને જીતી શકાતો નથી. નીતિ હોવા છતાં દક્ષતાના અભાવમાં સફળતા મળતી નથી. દક્ષતા હોવા છતાં વ્યવસાય (પરિશ્રમ) ન હોય તે યુદ્ધ લડી શકાતું નથી. આ બધાનો મુખ્ય આધાર શરીરની પરિપૂર્ણાગતા અને સ્વસ્થતાને ગણાવી શકાય. ૨૧
યૂહરચના ભારતીય યુદ્ધ-નીતિનું મુખ્ય અંગ લેખાય છે. ભગવાન મહાવીરના સમયમાં પણ આ પદ્ધતિ પ્રચલિત હતી.
જ્યારે ઉજજૈનીના રાજા ચડપ્રદ્યોત અને કાંપત્યના રાજા દુર્મુખ વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે એમાં ચંડપ્રદ્યોતે ગરુડન્યૂહ અને દુખે સાગર-બૂહની રચના કરી હતી, એ ઉલ્લેખ મળે છે. ૨૨
રાજા કૃણિક અને ચેટક વચ્ચે જે યુદ્ધ થયું એમાં કૃણિક બાજુથી ગરુડ યૂહની અને ચેટક બાજુથી શકટ-બ્હ બનાવવામાં આવ્યા હતાં. ૨૩ યૂહરચનામાં ચક–યૂહ, દંડ-મૂહ અને સૂચી-ન્યૂહને પ્રગ કરવામાં આવતું. ૨૪
યુદ્ધમાં કૂટનીતિને પિતાનું આગવું સ્થાન હતું. યુદ્ધનીતિમાં દક્ષ એ આમાત્ય પિતાની બુદ્ધિમત્તા અને કલા-કૌશલ વડે એ ૨૧ ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૯૩ ૨૨ ઉત્તરાદયયન સુખબોધા, પત્ર ૧૩૬ ૨૩. (ક) નિરપાલિપા ૧, પૃ. ૨૮
(ખ) અર્થશાસ્ત્ર ૧૦, ૬, ૧૫૮, ૧૫૯, ૧૨, ૨૪માં પણ કૌટિયે શકટ- ન્યૂહ અને ગરુડ-બૃહનો ઉલ્લેખ કર્યો છે. (ગ) મનુસ્મૃતિ ૭, ૧૮૭. (ઘ) મહાભારત ૬, ૫૬, ૭૫.
() ધ આર્ટ ઓફ વાર ઈન એંશિમેંટ ઈન્ડિયા પૃ. ૭૨, દાતે જી. ટી. ૨૪. (ક) ઔપપાતિક ૪૦. પુ. ૧૮૬
(ખ) પ્રશ્નવ્યાકરણ ૩, પૃ. ૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org