________________
૧૧૮
ભગવાન મહાવીર : એક અનુશીલન કાર, (૨) કલશાકૃતિ, (૩) નન્દાવર્ત સંસ્થાન°, (૪) પઘાકૃતિ, (૫) પુરષાકૃતિ અને (૬) શ્રીવત્સ સંસ્થાન.૮૨
ચેર પાણીની મશક અને તાલે દુઘાટિની વિદ્યા આદિ ઉપકરથી સજજ થઈને પ્રાયઃ રાત્રિના સમયે સાથીઓ સાથે નીકળતા
હતા.૮૩
ચાર પિતાના સાથીઓની સાથે ચેર–પલ્લીઓમાં રહેતા હતા. ચોરપલ્લી સામાન્યતઃ દુર્ગમ પર્વત કે ગાઢ જંગલમાં રાખવામાં આવતી. જ્યાં કોઈ પણ જઈ શકે એવી સંભાવના ન હતી.
દંડ-વિધાન
ચેરી કરનારને ભયંકર શિક્ષા કરવામાં આવતી. તે વખતે દંડ-વ્યવસ્થા ખૂબ કઠોર હતી. રાજા ચેરાને જીવતા લેઢાના કુંભમાં પૂરી દેતા હતા. એને હાથ કપાવી નાંખતા હતા. શૂળીએ ચઢાવતા હતા. કેઈવાર ચાબુકથી ફટકારતા હતા. ચેરાને વર પહેરાવી, ગળામાં કરણના ફૂલની માળા પહેરાવી અને શરીર પર તેલ લગાવી તે પર ભસ્મ ચેપડી એમને લાત, મુકા, ડંડા અને ચાબુક મારતા મારતા ચારે બાજુ ફેરવતા હતા. હાથ, નાક અને કાન કાપી નાંખતા અને પછી લેહીથી એમનું મેં રંગીને ફૂટેલું ઢેલ વગાડી એમના અપરાધેની ઘોષણા કરવામાં આવતી.૮૪
તસ્કરેની માફક પદારાગમન કરનારને પણ શિરમૂંડન, ફિટકાર ૮૧ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પર ૨૦૭ ૮૨ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૨૧૫ ૮૩ (૪) જ્ઞાતૃધર્મ કથા ૧૮ પૃ. ૨૧૦
(ખ) દશકુમારચરિત્ર ૨, પૃ. ૭૭૦ ૮૪ (ક) વિપાક સૂત્ર, ૨,૧૩,૨,૨૧
(ખ) પ્રશ્નવ્યાકરણ ૧૨ પૃ. ૫૦ થી ૫૪, અંગુત્તર નિકાય ૨,૪, પૃ. ૧૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org