________________
૧૧૩
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સંસ્કૃતિ આવ્યું. મૃત્તિકા, પુષ્પ, ગંધ-માલ્ય, ઔષધિ અને સરસવ વગેરે એના મસ્તક પર ચઢાવવામાં આવ્યાં તથા દુંદુભિ, વાજા અને જય
જ્યકારના ઘેષ સંભળાવા લાગ્યા.૫૬ રાજ્યાભિષેક થઈ ગયા પછી સમસ્ત પ્રજા રાજાને વધાઈ આપે છે.પ૭ ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, કાંપિલ્ય, કૌશામ્બી, મિથિલા, હસ્તિનાપુર અને રાજગુહ એ દશ નગરે આ સમયમાં અભિષેક–રાજધાની તરીકે ગણાતાં હતાં.પ૮
રાજાના પ્રધાન પુરુષો રાજા, યુવરાજ, અમાત્ય, શ્રેષ્ઠી અને પુરોહિત એ પાંચ વિશિષ્ટ પુરુષ મનાતા હતા. રાજાના મૃત્યુ બાદ યુવરાજ રાજા બનતે હતે. તે અણિમા, મહિમા વગેરે આઠ પ્રકારનાં ઐશ્વર્ય ધરાવતા હતા.
તેર કલાઓ, અઢાર દેશી ભાષાઓ, ગીત, નૃત્ય તથા હસ્તિયુદ્ધ, અશ્વયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, બાહુયુદ્ધ, લતાયુદ્ધ, રથયુદ્ધ, ધનુર્વેદ વગેરેમાં તેઓ નિપુણતા ધરાવતા.૫૯ તેઓ આવશ્યક કાર્યોથી પરવારી સભામંડળમાં જઈ રાજકાજનું અવલોકન કરતા. તેઓને નાનપણથી જ યુદ્ધકલાની તાલીમ આપવામાં આવતી હતી. જો કોઈ વખતે પાડોશી રાજા કેઈ પ્રકારનો ઉપદ્રવ કરતે તે એને શાંત કરવાની જવાબદારી રાજપુત્રની ગણાતી હતી. ૫૬ (ક) જ્ઞાતૃધામકથા ૧, પૃ. ૨૮ (ખ) સરખા – મહાભારત શાંતિપર્વ ૩૯ (ગ) રામાયણ ૨,૩૧,૬,૧૪,૧૫,૪,૨૬,૨૦ (ધ) અયોધર જાતક ૫૧૦
પૃ. ૮૧-૮૨ ૫૭ ઉત્તરાધ્યયન ટીકા ૧૮ પૃ. ૨૪૮ ૫૮ નિશીથસુત્ર ૯, ૧૯ ૫૯ (ક) પપાતિક સૂત્ર ૪૦, પૃ. ૨૪૮ (ખ) હિન્દુ એડમિનિસ્ટ્રેટિવ ઇન્સ્ટિટયૂશન્સ પૃ. ૧૦૬
- વી. આર. રામચંદ્ર દીક્ષિતાર (ગ) કરુધમ જાતક ૨૭૬, ૫ ૯૬ સાથે સરખાવો. ૬૦ વ્યવહારભાષ્ય ૧ પૃ. ૧૨૯ ૬૧ વ્યવહારભાષ્ય ૧ પૃ ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org