________________
૮૬
ભગવાન મહાવીર ઃ એક અનુશીલના આપવામાં આવતી. મલ્લયુદ્ધ જ્યાં સુધી હાર-જીત ન થાય ત્યાં સુધી ચાલતાં. કેટલીક વાર આવાં મલ્લયુદ્ધો દિવસના દિવસે પણ ચાલતાં. કેટલાક મલ્લો એવા પણ હતા કે જેઓ એક હજાર માણસો સાથે યુદ્ધ કરી શકતા.૮૨ એને સહસ્ત્રમઠ્ઠ કહેવામાં આવતા. કટી કર્યા પછી જ રાજા એની પોતાના રાજ્યમાં મલ્લ તરીકે નિયુક્તિ કરતા. કુસ્તીદંગલમાં અનેક પ્રકારના દાવ-પેચ અપનાવવામાં આવતા. એક દિવસનું મલ્લયુદ્ધ સમાપ્ત થયા પછી બીજા દિવસની કુરતી માટે મલ્લને તૈયાર કરવા માટે સમર્થકે એમને તેલ-માલીસ કરતા. કેટલાક મલ્લો એકવાર હારી ગયા પછી કેટલાય મહિનાઓ સુધી રસાયન વગેરેનું સેવન કરી ફરીથી મલ્લકુસ્તી માટે તૈયાર થતા.૨૪
રોગ અને ચિકિત્સા - તે સમયના મુખ્ય રોગો આ પ્રમાણે હતા –શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, પેટનો દુખાવે, ભગંદર, અર્શ, અજીર્ણ, દષ્ટિશૂલ, મુખશૂલ, અરુચિ, અક્ષિવેદના, ખરજવું, કાનનો દુખાવે, જલદર અને કે. ૫
સોળ મહારેગેનો પણ ઉલ્લેખ મળે છે. ગાંઠ (ગંડમાલ, જેમાં ડોક ફૂલી જાય છે.), કેઢ૮૬ (જેના ૧૮ પ્રકાર હતા), ક્ષય, અપસ્માર ૮૨ (ક) વ્યવહાર ભાષ્ય ૧,૩, પૃ. ૯૨-૯૩.
(ખ) ઉત્તરાધ્યયન ટીકા ૪; પૃ. ૭૪. ૮૩ ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ, ૧૯૩. ૮૪ ઉત્તરાધ્યયન બૃહદ્ઘત્તિ, ૧૯૩. ૮૫ (ક) વિપાક સૂત્ર ૧, પૃ. ૭.
(ખ) જ્ઞાતાધર્મ કથા ૧૪, પૃ. ૧૪૪. (ગ) નિશીથભાષ્ય ૧૧, ૩૬૪૭.
(ધ) ઉત્તરાધ્યયન સુખબધા પત્ર ૧૬ ૩. ૮૬ જુઓ (ક) સુશ્રુતસંહિતા, નિદાનસ્થાન, ૫, ૪-૫, પૃ. ૩૪૨
(ખ) ચરકસંહિતા, ૨, ૭ પૂ. ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org