________________
ભગવાન મહાવીરકાલીન સમાજ અને સસ્કૃતિ
હતા. સમુદ્ર પાર કરતી વખતે માટી નાવ કે વહાણના ઉપયેગ કરવામાં આવતા.૯૨ વેપારીએ નૌકા અને જહાજોમાં માલ ભરીને દૂર દૂર દેશમાં જતા હતા. કાઈ સમયે તાફાન વગેરે ને કારણે નૌકાએ તૂટી જતી અને એમાં રહેલા માલ પાણીમાં વહી જતા. વહાણુ-વમળામાં ફસાઈ જવાના વિશેષ ભય રહેતા.૯૩ સમુદ્રયાત્રામાંથી સહીસલામત પાછા ફરવું એ મેટી કુશળતા ગણાતી. વિદેશમાં વણિકે કાઈ કાઈ વખતે લગ્ન પણ કરી લેતા હતા અને પરદેશી કન્યાને ઘરે પણ લઈ આવતા. સમુદ્રયાત્રામાં કેટલીક વખતે લાંબે સમય વ્યતીત થતે એટલે કેટલીકવાર તેા ગર્ભવતી સ્ત્રીએ વહાણમાં જ બાળકના પ્રસવ પણ કરતી.૯૪
ભારતમાં રત્નેના વિશેષ પ્રમાણમાં વ્યાપાર થતા હતા. વિદેશી વેપારીએ અહી રત્ના ખરીદવા આવતા.
૯૫
જ્યારે વેપારી દૂરના દેશમાં વ્યાપાર કરવા જતા, ત્યારે એને તે દેશના રાજાની અનુમતિ મેળવવી પડતી.
૧૦૩
જે માલ દૂર દેશેમાંથી આવતા એની તપાસ કરવા માટે અમુક ખાસ વ્યક્તિઓની મંડળી રાખવામાં આવતી.૯૬
વિદેશેમાંથી માલ લાવનાર વ્યાપારી રાજકાર્ય-જકાત-કર વગેરેથી અચવા માટે છળકપટ કરવાનું ચૂકતા નહીં.
અંકરત્ન, શંખ અને હાથીદાંતના વેપારીએ કરમાંથી છટકવા માટે સીધા માર્ગ મૂકીને આડાઅવળા માર્ગેથી પેાતાના ઇચ્છિત સ્થાને પહેાંચી જતા.૯૭
૯૨ ઉત્તરાધ્યયન ૨૩, ૭૦-૭૩
૯૩ ઉત્તરાધ્યયન સુખમેાધા પત્ર ૨૫ર
૯૪ ઉત્તરાયન ૨૧, ૪
૯પ રથળા ળ વિવેલી ળિયાળ હાથે વિનીયાળિ —ઉત્તરા. બૃહત્ વૃત્તિ પત્ર ૧૪૭ ૯૬ ઉત્તરાધ્યયન સુખમેાધા પત્ર ૬૫
૯૭ રાજપ્રશ્નીય સૂત્ર ૧૬૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org