________________
૧૦૬
ભગવાન મહાવીર : એક અનુશીલન
વરસાદ પડવા લાગતા તા કાદવ વગેરેને કારણે સાર્થ વણજારાને જંગલમાં જ વર્ષોના સમય વીતાવવા પડતા.૧૭ કેટલાય માગે૨ે અત્યંત વિકટ હતા જેના અંગેની સૂચના યાત્રીઓ કેાઈ શિલા કે વૃક્ષ પર લખી દેતા. ૧૮ સિણવલ્લિ (સિનાવન જિલ્લા મુફ્ફર ગઢ, પકિસ્તાન)ની ચારે તરફ ભયંકર રણુ હતું. જ્યાં ન તે પાણી મળતું કે ન તા કોઈ જગ્યાએ છાયાનું નામ હતું. કેટલાક સંતે કંપિલ્લપુરથી ( કંપિલ જિલ્લા ક્રૂરુખાબાદ) પુરિમતાલ (પુરુલિયા બિહાર) જઈ રહ્યા હતા. પાણી વિના આ લેાકેાની જિંદગી માર્ગમાં સમાપ્ત થઈ ગઈ હતી એવા ઉલ્લેખ મળે છે.૨૦
જમીનમાર્ગે વસ્તુઓની હેરફેર માટે ગાડાં, ઊંટ, ખચ્ચર અને બળદોના ઉપયાગ કરવામાં આવતા. લેાકેાને બેસવા માટે હાથી, થાડા, રથ અને પાલખીના ઉપયાગ કરવામાં આવતા.
સમુદ્ર અને નદીએમાં નાવને ઉપયાગ થતા હતા. ચાર પ્રકારની નાવના ઉલ્લેખ મળે છેઃ (૧) અનુલેામગામિની, (૨) તિચ્છિસતારણી (એક તટથી ખીજા તટ સુધી સરલ રીતે જનારી), (૩) પ્રતિલેામગામિની અને (૪) સમુદ્રગામિની.૨૧ જહાજ માટે પાત, પાતવહન, વહન અને પ્રવહેણ શબ્દોને પ્રયોગ થયેલા જોવા મળે છે.
વ્યાપારકેન્દ્રો
ચંપાનગરી વ્યાપારનું મુખ્ય મથક હતું. ૨૨ ત્યાંનું ખજાર વિવિધ
૧૭ આવશ્યક મૂર્ણિ પૃ ૧૩૧
૧૮ આવશ્યક મૂર્ણિ પૃ ૫૧૧ ૨૦ ઔપપાતિક ૩૯ પૃ. ૧૭૮ ૨૧ (ક) નિશીથભાષ્ય પીઠિકા ૧૮૩
(ખ) નિશીથ સૂત્ર ૧૮, ૧૨-૧૩માં ચાર પ્રકારની નાવ અંગે આ પ્રમાણે વર્ણન છે. (૧) ઊર્ધ્વ ગામિની, (૩) અધેાગામિની, (૩) યાજનવેલાગામિની અને (૪) અ યાજન વેલાગામિની
૨૨ ઔપપાતિક સૂત્ર ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org