________________
ભગવાન મહાવીરની પૂર્વકાલીન જૈન પરંપરા
મહાભારતમાં મહર્ષિ બૃહસ્પતિ પ્રજાપતિ મનુને કહે છે-“મેં ક, સામ, યજુર્વેદ, અથર્વવેદ, નક્ષત્રગતિ, નિરુક્ત, વ્યાકરણ, કલ્પ અને શિક્ષાનું અધ્યયન કર્યું છે તે પણ હું આકાશ વગેરે પાંચ મહાભૂતના ઉપાદાન કારણને જાણું શક્ય નથી.”૧૦
પ્રજાપતિ મનુએ કહ્યું – “મે ઈછની પ્રાપ્તિ અને અનિષ્ટનું નિવારણ થાય તે માટે કર્મોના અનુષ્ઠાનને પ્રારંભ કર્યો છે. ઈષ્ટ અને અનિષ્ટ અને મને પ્રાપ્ત ન થાય એ માટે જ્ઞાનગને ઉપદેશ આપવામાં આવ્યું છે. વેદમાં જે કર્મોનો પ્રયોગ બતાવવામાં આવ્યું છે તે પ્રાયઃ સકામ ભાવનાથી યુક્ત છે. જે આ કામનાઓથી મુક્ત થાય છે તે પરમાત્માને પામી શકે છે. જુદા જુદા પ્રકારના કર્મમાર્ગમાં સુખની ઈચ્છાથી પ્રવૃત્ત થનાર માનવને પરમાત્મા પ્રાપ્ત થતા નથી.”
ઉપનિષદ સિવાય મહાભારત અને અન્ય પુરાણમાં એવાં અનેક સ્થાને છે જ્યાં આત્મવિદ્યા યા મેક્ષ માટે વેદની અસારતા પ્રકટ કરવામાં આવી છે. આચાર્ય શંકરે વેતાશ્વતર ભાગ્યમાં એક પ્રસંગ ઉદ્ધૃત કર્યો છે-ભૂગુએ પિતાના પિતાને કહ્યું–“ત્રયી ધર્મ અધર્મનું કારણ છે. તે દ્વિપકલની સમાન છે. હે તાત! સેંકડે દુઃખોથી પૂર્ણ એવા આ કર્મકાંડમાં કંઈ પણ સુખ નથી. એટલે મોક્ષને માટે પ્રયત્ન કરનાર હું ત્રયી ધર્મનું કેવી રીતે સેવન કરી શકું.”૧૨
ગીતામાં પણ એમ જ કહેવામાં આવ્યું છે કે ત્રયી-ધર્મ(વૈદિક ધર્મ)માં રહેનારો સકામ પુરુષ સંસારમાં આવાગમન કરતે ૧૦ મહાભારત શાતિપર્વ ૨૦૧, ૮. ૧૧ મહાભારત શાંતિપર્વ ૨.૧, ૧૦, ૧૧. १२ त्रयी धर्ममधर्मार्थ किंपाकफलसन्निभः ।
नास्ति तात ! सुख किंचिदत्र दुःखशताकुले ॥ तस्मान् मोक्षाय यतता कथं सेव्या मया त्रयी ।
–શ્વેતાશ્વતર. પૃ. ૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org