________________
ભગવાન મહાવીર : એક અનુશીલન
૨૨
ભગવાન પાર્શ્વનું વિહાર ક્ષેત્ર આર્ય અને અનાર્ય બન્ને દેશમાં જોવા મળે છે. બન્ને દેશેાના નિવાસીએ એમના પરમ ભક્ત હતા. આ પ્રમાણે વૈદિક સાહિત્ય તેમજ એના ઉપર વિદ્વાનેએ કરેલી સમીક્ષાનું વાચન કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે એના પ્રાચીનગ્રંથા તેમજ મહાવીરના સમય સુધીના ગ્રંથોમાં જૈનસંસ્કૃતિ, જૈનદર્શન તેમજ ધર્મ અંગેની અનેક ચર્ચાએ જોવા મળે છે જે પ્રાચીનકાલમાં એનાં પ્રભાવ અને વ્યાપકતાને સૂચવે છે.
તીર્થંકર અને નાથ સ`પ્રદાય
પ્રાચીન જૈન, ઔદ્ધ અને વૈદિક વાડ્મયનું અનુશીલન-પરિશીલન કરવાથી તે સહજપણે જાણી શકાય છે કે તીર્થંકરનાં નામ ઋષભ, અજિત, સંભવ વગેરે રૂપમાં મળે છે.૨૩ પણ એ નામેાની સાથે નાથ શબ્દ મળતે નથી. અત્રે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તીર્થકરીનાં નામની સાથે નાથ શબ્દ કયારે અને કયા અર્થમાં પ્રયુક્ત થવા લાગ્યા ?
}e
શબ્દાર્થની દૃષ્ટિએ વિચારીએ તે ૮ નાથ ’શબ્દના અર્થ સ્વામી યા પ્રભુ થાય છે. અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિને ચાગ’ અને પ્રાપ્ય વસ્તુની રક્ષાને ક્ષેમ' કહેવામાં આવે છે. જે ચેાગ' અને ‘ક્ષેમ’ કરનાર હાય છે તે ‘નાથ’ કહેવાય છે.૨૪ અનાથી મુનિ શ્રેણિકને કહે છે—ગૃહસ્થ જીવનમાં મારો કાઈ નાથ ન હતા. હું મુનિ અન્યા અને નાથ અની ગયાઃ પેાતાના, અન્યને અને સર્વ જીવાનેા.૨૫
૨૨ જુઓ-ભગવાન પા–એક સમીક્ષાત્મક અધ્યયન પૃ. ૧૧૧-૧૧૪, ૨૩ (૪) સમવાયાંગ ટીકા (ખ) આવશ્યક સૂત્ર (ગ) નન્દી સૂત્ર ૩ ૨૪ નાથઃ ચે ક્ષેમવિધાતા । -ઉત્તરાધ્યયન બૃહદ્વૃત્તિપત્ર-૪૭૩ २५ ततो ह नाही जाओ अप्पणी य परस्स य ।
सन्वेसिं चेव भूयाणं तसाण ं य थावराण य ॥
Jain Education International
For Private & Personal Use Only
-ઉત્તરા૦ ૨૦,૩૫.
www.jainelibrary.org