________________
[ ૯૧ )
પૃથ્વી ગોળ છે અને પૃથ્વીમાં આકર્ષણશક્તિ છે. આ બંને બાબતો ન્યૂટન અને ગેલેલિયોએ કહી છે તેમ નથી, પરંતુ હજાર વર્ષ પહેલાં ભાસ્કરાચાર્ય નામના ભારતીય વૈજ્ઞાનિક સિદ્ધાન્તશિરોમણિ ગ્રંથમાં જણાવેલી છે.
પૃથ્વીમાં આકર્ષણશક્તિ છે અને તે પોતાની આસપાસના પદાર્થોને ખેંચ્યા કરે છે. પૃથ્વીની નજીકમાં આકર્ષણશક્તિ વધુ છે પણ દૂર દૂર જતાં તે શક્તિ ઘટતી જાય છે.
કોઈ સ્થાન ઉપરથી હલકી કે ભારે વસ્તુ પૃથ્વી ઉપર છોડવામાં આવે તો તે બંને એકસાથે સમાન કાળમાં પૃથ્વી ઉપર પડે છે પણ એવું નથી બનતું કે ભારે વસ્તુ પહેલાં પડે અને હલકી પછી પડે. આથી એમ કહેવાય છે કે ગ્રહો અને પૃથ્વી ‘આકર્ષણશક્તિના પ્રભાવથી જ પોતપોતાની મર્યાદા જાળવીને પરિભ્રમણ કરે છે. આથી કેટલીક વ્યક્તિઓની સમજમાં એવું છે કે ઉપરોક્ત માન્યતા પરદેશના વૈજ્ઞાનિકોએ શોધી કાઢી છે અને એમને જ બતાવી છે પણ તેવું નથી. આ દેશના પ્રખર વૈજ્ઞાનિકોએ વરસો પહેલાં આ વાત જણાવી છે.
આર્યભટ્ટ પ્રથમનો જન્મ સમય ઈ. સન્ ૪૭૫ છે. તેના બનાવેલા આર્યભટ્ટીય ગ્રંથમાં પૃથ્વી ચલ અને પૃથ્વીની પરિધિ ૪૯૬૭ યોજન બતાવી છે. એ ગ્રંથમાં કાળના બે ભાગ પાડયા છે. પૂર્વભાગને ઉત્સર્પિણી અને ઉત્તરભાગને અવસર્પિણી નામ આપ્યું છે, અને પ્રત્યેકના છ ભેદ કહ્યા છે. આર્યભટ્ટે કાળના જે બે ભાગ પાડયા તે જૈનધર્મની કાળગણનાને બરાબર અનુસરતા છે. જૈનધર્મે પણ એક કાળચક્રના બે વિભાગ પાડયા છે. પ્રથમ ભાગને ઉત્સર્પિણી અને બીજા ભાગને અવસર્પિણી નામ આપ્યું છે. કાળનાં આ નામો અને વિગત જૈનધર્મની માન્યતા સાથે ખૂબ જ સામ્ય ધરાવે છે, તેનું શું કારણ છે તે શોધનો વિષય છે. છતાં લાગે છે કે પ્રાચીન કાળમાં વિદ્વાનો વચ્ચે જ્ઞાન-વિજ્ઞાનની આદાન-પ્રદાનની અથવા એક બીજા ધર્મના ગ્રંથો વાંચવાની પ્રથા ચાલુ હતી.
ભારતમાં પહેલા “આર્યભટ્ટ પછી ઈ. સનું પ૫૮માં બ્રહ્મગુપ્ત નામના વિદ્વાન થયા. જેઓએ ૩૦ વર્ષની ઉમ્મરે બ્રહ્મકૂટ સિદ્ધાન્ત નામના ગ્રંથની રચના કરી છે. તેમાં તેમને પૃથ્વીને સ્થિર જણાવી આર્યભટ્ટની માન્યતાનું જોરદાર રીતે ખંડન કર્યું છે અને પૃથ્વી ચલ છે એ સિદ્ધાન્તની જોરશોરથી દલીલો કરીને ટીકા કરી છે.
ત્યારપછી ભાસ્કરાચાર્ય નામના ભારતીય જ્યોતિષ વૈજ્ઞાનિકે પણ પૃથ્વી સ્થિર કહી છે. જેમ અગ્નિમાં ઉષ્ણતા અને જળમાં શીતલતા સ્વાભાવિક છે તેમ પૃથ્વીમાં સ્થિરતા (અચલપણું) એ પણ સ્વાભાવિક છે એમ જણાવ્યું છે. વળી ભાસ્કરાચાર્યે પૃથ્વીને (દડા જેવી નહીં પણ) કદમ્બ પુષ્પના જેવા આકારવાળી કહી છે અને તેની ઉપર ગામ, નગરો વસેલાં છે એમ જણાવ્યું છે.
૧. સત્તરમી સદીમાં ન્યૂટનના ગુરુત્વાકર્ષણના અને ગતિના નિયમોનો વ્યવસ્થિત જન્મ થઈ ગયો હતો. ૨. જાપાનના બે વૈજ્ઞાનિકોએ ૧૯૯૦માં ગુરુત્વાકર્ષણના નિયમો સાચા છે કે કેમ ? એવો પ્રશ્ન કર્યો છે. * આર્યભટ્ટ ઘણા થયા છે તેથી.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org