________________
રરૂ
संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह અને દૂર હોવાથી જ તેઓ બને ઉદયસ્તિકાળે ૫૩ પૃથ્વીને અડી રહેલા હોય એમ ભાસે છે, અને મધ્યાન્હેં નજીક આવવાથી જ આકાશના અગ્રભાગમાં રહેલા ન હોય? તેમ આપણી દષ્ટિમાં દેખાય છે. આ પ્રમાણે યથામતિ સૂર્યમંડળ સંબંધી અધિકાર કહ્યો.
| તિ સૂર્યમંડનાવિહાર: || ( અથ શ્રી વન્દ્રમંડતાધિકાર: પ્રારમ્યતે || પૂર્વે સૂર્યમંડલાધિકારમાં સૂર્યમંડલોનો સર્વ આમ્નાય કહેવામાં આવ્યો. હવે ચન્દ્રમાનાં મંડળ સંબંધી જે અવસ્થિત આમ્નાય છે તેનો જ અધિકાર કહેવાય છે.
॥ सूर्यमंडळथी चन्द्रमंडळनुं भिन्नपणुं ।। ચન્દ્ર તથા સૂર્યનાં મંડલોમાં મોટો તફાવત રહેલો છે. કારણકે સૂર્યનાં ૧૮૪ મંડળો છે અને તેમાં ૧૧૯ મંડળો લવણસમુદ્રમાં પડે છે અને ૬૫ જંબૂદ્વીપમાં પડે છે. જ્યારે ચન્દ્રનાં માત્ર ૧૫ મંડળો છે અને તેમાં ૧૦ મંડળો લવણસમુદ્રવર્તી અને ૫ મંડળો જંબૂડીપવર્તી છે. આથી તેઓનાં
૨૫૩. ઈતરો “મીપુરારિ' ગ્રન્થોમાં સૂર્ય–પશ્ચિમ સમુદ્ર તરફ અસ્તાચળે અસ્ત થાય છે તે જ સ્થાને અધઃસ્થાને ઊતરી, પાતાલમાં પ્રવેશી, પાતાળમાં ને પાતાળમાં જ પુનઃ પાછું પૂર્વદિશા તરફ ગમન કરી પૂર્વ સમુદ્ર ઉદય પામે છે. આ માન્યતા જૈનદષ્ટિએ અસંગત છે.
કારણકે દૃષ્ટિના સ્વભાવથી અથવા દષ્ટિના દોષથી આપણે ચક્ષુવડે ૪૭૨૬૩ યોજન ભાગ પ્રમાણથી વિશેષ દૂર ગયેલા સૂર્યને અથવા તેના પ્રકાશને જોઈ શકવાને અસમર્થ છીએ અને એ શક્તિના અભાવે સૂર્ય ન દેખવાથી સૂર્યાસ્ત થયો એમ કથન કરીએ છીએ, વસ્તુતઃ તે સૂર્યાસ્ત નથી પરંતુ આપણી દૃષ્ટિના તેજનું અસ્તપણું છે. કારણકે સૂર્ય આપણને જે સ્થાને અસ્ત સ્વરૂપે દેખાણો ત્યાંથી દૂર દૂર ક્ષેત્રોમાં તે જ સૂર્યનો પ્રકાશ તો જાય છે, એ કંઈ છુપાઈ જતો નથી.
જો આપણે કોઈ પણ શક્તિદ્વારા કોઈ પણ વ્યક્તિને સૂર્યાસ્ત સ્થાને મોકલીએ તો સૂર્ય ભરતની અપેક્ષાના અસ્તસ્થાનથી દૂર ગયેલો અને તેટલો જ ઊંચો હશે, અથવા રેડિયો અથવા ટેલીફોન દ્વારા જે વખતે અહીં સૂર્યાસ્ત થાય તે અવસરે અમેરિકા યા યુરોપમાં પૂછાવીએ તો “અમારે ત્યાં હજુ અમુક કલાક જ દિવસ ચઢ્યો છે તેવા સ્પષ્ટ સમાચાર મળશે. કોઈ પણ વસ્તુ દૂરવર્તી થાય એથી દેખનારને ઘણી દૂર અને અધઃસ્થાને –ભૂભાગે સ્પર્શી ન હોય ? એવી દેખાય; દષ્ટિદોષના કારણે થતા *વિભ્રમથી તે વાતને સત્યાંશપણે કુદરતના નિયમથી પણ વિરુદ્ધ (સૂર્ય જમીનમાં ઊતરી ગયો, સમુદ્રમાં પેસી ગયો અસ્ત પામ્યો) ઘટાવવી તે તો પ્રાજ્ઞ અને વિચારશીલો માટે અનુચિત છે. જો દૂર દેખાતી વસ્તુમાં ઉક્ત કલ્પના કરશું તો તો સમુદ્રમાં પ્રયાણ કરી રહેલી સ્ટીમર જ્યારે ઘણી દૂરવર્તી થાય છે ત્યારે આપણે દેખી શકતા નથી તો તેથી શું તે સ્ટીમર સમુદ્રમાં પેસી ગઈ?, બૂડી ગઈ? એમ માન્યતા કરાશે ખરી ? હરગીજ નહિ. વળી દૂર દેખાતાં વાદળાંઓ દૂરત્વના કારણે આપણી દૃષ્ટિ સ્વભાવે ભૂસ્પર્શ કરતા દેખીએ છીએ તો શું ઘણાં ઊંચાં એવાં વાદળાંઓ ભૂ-સાથે સ્પર્શેલાં હશે ખરાં? અથતિ નહીં જ, તો પછી આવા ઘણા દૂરને અંતરે રહેલા સૂર્ય માટે તેમ દેખાય અને તેથી તેની કલ્પના કરવી એ તદ્દન અયોગ્ય છે, સત્યાંશથી ઘણી જ દૂરવર્તી છે, અને યુક્તિથી પણ અસંગત છે.
* જેમ કોઈ એક ગામના તાડ જેવાં ઊંચાં વૃક્ષોને (અથવા કોઈ માણસને) માત્ર બે ચાર ગાઉ દૂર જોઈએ છીએ છતાં તે વૃક્ષોનો કેવળ ઉપરનો જ ભાગ સહજ દેખાય છે અને જાણે તે જમીનને અડક્યાં હોય તેમ ભાસ થાય છે, પરંતુ ત્યાં તો જે સ્થિતિમાં હોય છે તે જ સ્થિતિમાં જ હોય છે. તેમ અહીં પણ વિચારી લેવું જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org