________________
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
ચોથી દક્ષિણદિશાવર્તી પંક્તિઓ માટે ઉક્ત નામોને અશિષ્ટ પદ લગાડવું એટલે વિનયાવશિષ્ટ, વિનાભાવશિષ્ટ' એ પ્રમાણે પ્રત્યેક નરક પ્રસ્તરે યોજવું.
આવાસનો દેવ અશુભ છે, એનાં નામો પણ એવાં જ અમંગળ અને અપ્રિય છે.
ઉત્પત્તિ-વેવના-વિચાર—આ નરકાવાસાઓ ગોળ ગવાક્ષ જેવાં હોય છે, ત્યાં ઉત્પન્ન થઈને પુષ્ટ શરીરવાળા નારકો મહાકષ્ટપૂર્વક મોઢામાંથી (એટલે નરકાવાસાના દ્વારમાંથી) બહાર નીકળીને નીચે પડે છે, કારણકે ગવાક્ષ જેવા હોવાથી અંદરનો ભાગ વિસ્તીર્ણ હોય છે પણ તેનું મોઢું અતિ સંકીર્ણ હોય છે, એટલે કળશમાંથી દાખલ થયેલાને જેમ નાળચામાંથી નીકળવું પડે ત્યારે જેવું દુઃખ થાય તેના જેવું બને છે ને છેવટે પરમાધામી જોરથી ખેંચી કાઢતા રીબાતા નીકળે છે. એઓનો ઉત્પત્તિ દેશ (યોનિ) હિમાલય પર્વત સરખો એકદમ શીતલ છે. એ સિવાય સર્વ પ્રદેશની પૃથ્વી ખેરના અંગારા સરખી ધગધગતી ઉષ્ણ વેદનાવાળી છે, તેથી શીત યોનિમાં ઉત્પન્ન થતાં નારકોને એ ઉષ્ણક્ષેત્ર અગ્નિની પેઠે અધિક કષ્ટ આપે છે.
*
*
*
अवतरण- - હવે એ કરણ દ્વારા પ્રાપ્ત થતી સમગ્ર નિકાયાશ્રયી આવલિકાગત અને પુષ્પાવકીર્ણની સંખ્યાને ગ્રન્થકાર પોતે જ કહે છે—
४१४
छन्नवइसय तिपन्ना, सत्तसु पुढवीसु आवलीनरया ।
सेस तिअसीइलक्खा, तिसय सियाला नवइसहसा ॥૨૩॥
સંસ્કૃત છાયા—
षण्णवतिशतानि त्रिपञ्चाशतानि सप्तसु पृथिवीषु आवलीनरकाः । शेषास्त्रयशीतिलक्षाणि, त्रिशतानि सप्तचत्वारिंशत् नवतिसहस्त्राणि ॥ २३५॥
શબ્દાર્થ—સુગમ છે.
ગવાર્થ— ગત ગાથામાં કેટલાંક કરણ દ્વારા સાતે નરકની થઈ ૯૬૫૩ની આવલિકાગત નરકાવાસ સંખ્યા પ્રાપ્ત થાય છે, જેથી ૮૪ લાખમાંથી ૯૬૫૩ની સંખ્યા બાદ જતાં ૮૩૯૦૩૪૭ની સંખ્યા પુષ્પાવકીર્ણની પ્રાપ્ત થાય છે. ૨૩૫૫ા
વિશેષાર્થ— ગાથાર્થવત્. [૨૩૫]
* प्रत्येक नरकाश्रयी वृत्त - त्रिकोण - चोरस नरकावासाओनी संख्यानुं यन्त्र
जातिनाम पहेली नरक बीजी त्रीजी
૧૪૫૩
૧૫૦૮
૧૪૭૨
૪૪૩૩
વૃત્તસંખ્યા
ત્ર્યસ્ત્ર સંખ્યા
ચતુર છે
સાતે નરકની કુલ પંક્તિબદ્ધ સંખ્યા
Jain Education International
चोथी पञ्चमी षष्ठी सप्तमी सातेनी
૩૧૨૧
૩૩૩૨
૩૨૦૦
૯૬૫૩
૮૭૫ | ૪૭૭ ૨૨૩ ૭૭
૯૨૪ ૫૧૬ ૨૫૨ ૧૦૦
ૐ | છુ
V
0 ર
૮૯૬ ૪૯૨ ૨૩૨
૨૬૯૫ ૧૪૮૫૨૭૦૭
૨૬૫
For Personal & Private Use Only
૧
૨૮ ૪
૨૦
www.jainelibrary.org