________________
४८४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
પૂરાં પાડે છે; જેથી તેઓ પરમ આનંદમાં સમય પસાર કરતા હોય છે. બીજો કોઈ ત્યાં ઉદ્યમ નથી. ત્યાં કલેશ—કંકાસ જેવું કશું જ નથી હોતું. બાહ્ય દૃષ્ટિએ તેઓ બધી રીતે સુખી હોય છે. આ યુગલિક મનુષ્યને કર્મબંધ ઓછો થાય છે. યુલિઆ મરીને દેવગતિમાં જ જાય છે.
ત્રીશ અકર્મભૂમિ કઈ ?તો અઢીદ્વીપવર્તી પાંચ હૈમવંત, પાંચ હિરવર્ષ અને પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્યક્, પાંચ હૈરણ્યવંત આ બધાં ક્ષેત્રો મળીને ત્રીશ થાય છે.
છપ્પન અન્તર્રીપના મનુષ્યો—જંબૂદ્વીપના ભરતક્ષેત્રની ઉત્તરે આવેલા હિમવંત પર્વતના પૂર્વ-પશ્ચિમ છેડા લવણ સમુદ્રમાં લંબાએલા છે. દરેક છેડા દંતૂશળના આકારે ઉત્તર દક્ષિણ તરફ લંબાઈને રહેલા છે જેને ‘દાઢાઓ' કહેવામાં આવે છે. એવી જ રીતે ઐરવત ક્ષેત્રની દક્ષિણે શિખરી પર્વતના બંને છેડા સમુદ્રમાં ગયેલા છે ને તેના બંને છેડામાંથી બે બે દાઢાઓ નીકળી છે. આમ એક પર્વતની ચાર દાઢાના હિસાબે બે પર્વતની આઠ દાઢાઓ થઈ, દરેક દાઢા ઉપર સાત સાત અંતર્દીપો છે. આઠ દાઢાના મળીને ૫૬ અન્તીંપો થાય છે. તમામ દ્વીપો વિષે અકર્મભૂમિની જેમ યુગલિઆ મનુષ્યો જ વસે છે.
આ પ્રમાણે કર્મભૂમિ ૧૫, અકર્મભૂમિ ૩૦, અર્ધીપ ૫૬ આ ત્રણેય મનુષ્યક્ષેત્રોનો સરવાળો ૧૦૧ થાય. આટલા ભેદ મનુષ્યના થયા. આ ક્ષેત્રોમાં જ મનુષ્યો ઉત્પન્ન થાય છે.
મનુષ્યો ગર્ભજ અને સંમૂચ્છિમ એમ બે પ્રકારના હોય છે. પાછા ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તા બે પ્રકારે છે અને સંમૂચ્છિમ માત્ર અપર્યાપ્તા જ હોય છે. કારણકે તે અપર્યાપ્તા જ મરણ પામે છે. આથી ૧૦૧ ગર્ભજ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને ૨૦૨ ભેદો, અને સંમૂચ્છિમના ૧૦૧ ભેદો મળીને ૩૦૩ ભેદો થાય છે.
સંમૂચ્છિમ મનુષ્યો ગર્ભજ મનુષ્યનાં વિષ્ટા, મૂત્ર, બડખા, નાસિકાનો મેલ, વમન, પરુ, લોહી, વીર્ય આદિ ચૌદ અશુચિ સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે.
समाप्तं नवमं परिशिष्टम् ॥
धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरे गेहिनी । सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः । शय्या भूमितलं दिशोऽपि वसनं ज्ञानामृतं भोजनं । एते यस्य कुटुम्बिनो वद सखे कस्माद् भयं योगिनः ॥
ભાવાર્થ--ધૈર્ય જેનો પિતા છે, ક્ષમા જેની માતા છે, ચિ૨શાંતિ જેની ગૃહિણી
છે, સત્ય જેનો પુત્ર છે, દયા જેની બહેન છે, મનઃ સંયમ જેનો ભાઈ છે, ભૂમિતલ જેની શય્યા છે, દિશા જેનાં વસ્ત્રો છે અને જ્ઞાનામૃતનું ભોજન આરોગે છે. હે સખે ! કહે કે આવા કુટુંબ વચ્ચે રહેનાર યોગીને ભય હોય જ ક્યાંથી ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org