________________
६८४
संग्रहणीरत्न (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह
આદિ શબ્દો છે. પાશ્ચિમાત્ય દેશોમાં કલાક, મિનિટ, સેકન્ડ, વગેરે શબ્દો છે. પરંતુ ભારતીય જૈનસંસ્કૃતિ એ સર્વજ્ઞમૂલક છે. એટલે એમાં એથી પણ અત્યન્ત સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાળમાન વાચક શબ્દો છે, અને એને માટે સૂક્ષ્મતમમાન માટે યોજાયેલો શબ્દ સમય છે. આ સમય પછી તરત જ બાવનિષ્ઠા નામથી ઓળખાતું કાળમાન છે. તે પછી મુહૂર્ત માન આવે છે, આ માનનું કોષ્ટક આ ગ્રન્થના મુદ્રિત પૃષ્ઠ ૨૨ થી ૨૫ માં આપેલું છે.
૬૬૩
અસંખ્ય સમયો જ્યારે [ચોથા જઘન્ય યુક્ત અસંખ્યાતાના જેટલા] ભેગા થાય ત્યારે એક આલિકા બને, આવી ૧૬૭૭૭૨૧૬ આલિકાઓ પસાર થાય ત્યારે મુહૂર્ત થાય. જેને વર્તમાનમાં પ્રચલિત ઇંગ્લીશ કાળમાન સાથે માપીએ તો ૪૮ મિનિટનું થાય. અર્થાત્ ૨૪ મિનિટની એક ઘડી, બે ઘડી અથવા તો ૪૮ મિનિટનું એક મુહૂર્ત થાય.
વાચકો ! કલ્પના કરો! કે એક મિનિટની કેટલી બધી આવલિકાઓ થઈ? તો લગભગ સાડાત્રણલાખ. કહો કેવાં સૂક્ષ્મ માનો સર્વજ્ઞકથિત જૈનદર્શનમાં દર્શાવ્યાં છે. ત્યારે સમય માન કેટલું સૂક્ષ્મ હશે ! તે કલ્પનાથી વિચારી લેવું.
આજના વૈજ્ઞાનિકો એટમ ને સ્યુટનીક (કૃત્રિમ ઉપગ્રહો) રોકેટોની આશ્ચર્યજનક શોધો ભલે કરે પણ તીર્થંકર-સર્વજ્ઞના ચૈતન્યવિજ્ઞાનને અને તેની અન્તિમ સૂક્ષ્મતાઓને કદી જ નહિ આંબી શકે; એ એક નિર્વિવાદ હકીકત છે. તેઓ અણુ જાણી અને જોઈ શક્યા હતા. આજના વૈજ્ઞાનિકો એ જ અણુશક્તિ દ્વારા એક સેકન્ડના અબજોમાં ભાગને પણ માપવા સમર્થ બન્યા. અને હજુ તેઓ આગળ ધપતા જાય છે. એમ છતાં અસર્વજ્ઞ-છદ્મસ્થ જ્ઞાનદૃષ્ટિ ‘પરમાણુ’ ને શોધી શકશે નહિ. અરે ! ‘સમવ’ને માપી શકશે નહિ. કારણ કે પરમાણુ' એ છેલ્લામાં છેલ્લું પદાર્થમાન છે અને ‘સમય’ એ છેલ્લામાં છેલ્લું કાળમાન છે. (એક સેકન્ડના અસંખ્યાતમા ભાગે સમય માન આવે) અને આ બંને માનો—પ્રમાણો સર્વજ્ઞ સિવાય જોઈ શકવાને કોઈ સમર્થ નથી, આ જાણવામાં યાંત્રિકશક્તિનો સહકાર કદી સફળ થઈ શકે તેમ નથી જ.
પદાર્થ અને કાળના સૂક્ષ્મતા અને સ્થૂલપણાના અન્તિમ રહસ્યને આજનું વિજ્ઞાન ભલે ન આંબી શકે, પણ સાથે સાથે આજનું ભૌતિક વિજ્ઞાન જ સર્વજ્ઞકથિત સત્યોની મદદે ખૂબ જ આવી રહ્યું છે. શાસ્ત્રની કેટલીએ બાબતોને આજનો બુદ્ધિમાન વર્ગ, અલ્પશ્રદ્ધાળુ કે અશ્રદ્ધાળુ વર્ગ હસી કાઢતો, ઠેકડી ઉડાડતો, અશક્ય કહીને અસત્ ગણાવતો, પણ આજે સંખ્યાબંધ શાસ્ત્રીય કથનોને વિજ્ઞાન પુરવાર કરી રહ્યું છે. (એની યાદી ને તુલના પ્રસ્તાવનામાં કરવા ધારૂં છું.)
હજુ વિજ્ઞાન જેમ જેમ આગળ વધતું જશે તેમ તેમ નવા નવા ચમત્કારિક આવિષ્કારો જોવા મળશે, ને ત્યારે કાળ અને માપની સૂક્ષ્મ ગણત્રીઓ, અને કેટલાક સર્વજ્ઞકથિત સિદ્ધાન્તોની ત્રૈકાલિક સત્યતા પુરવાર થતી જશે. હમણાં જ ‘અમેરિકન રીપોર્ટ’માં પ્રગટ થયું છે કે “અમેરિકામાં એક અણુઘડિયાળ તૈયાર થયું છે. એ ઘડિયાળ એક સેકન્ડમાં ૨૪ અબજ વખત ‘ટકટક’ અવાજ ક૨શે, ૬૬૩. સંખ્ય, અસંખ્ય અને અનંત કાળ કોણે કહેવાય? એનું વિસ્તૃત સ્વરૂપ જાણવા માટે મારી લખેલી “બૃહત્સંગ્રહણી સૂત્રના પાંચ પરિશિષ્ટો" નામની પુસ્તિકા વાંચો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org