________________
Jain Education International
[ ૬૯૮ ]
પાંચ પરિશિષ્ટ પુસ્તકનું કંઇક પ્રાસ્તાવિક
।। सर्व विघ्नविदारणाय श्रीमल्लोढण पार्श्वनाथाय नमो नमः ॥
॥ परमपूज्य आचार्य श्रीमद् विजय मोहनसूरीश्वर सद्गुरुभ्यो नमः || સંગ્રહણી ભાષાંતર સાથે કંઇક સંબંધ ધરાવતાં જાણવા જેવાં પાંચ પરિશિષ્ટોની પહેલી આવૃત્તિ ૫૦ વર્ષ પહેલાં પ્રગટ થઇ હતી. વરસોથી તે અપ્રાપ્ય હતી એટલે તેની બીજી આવૃત્તિ સંસ્થાએ પ્રસિદ્ધ કરી હતી જેની આ ત્રીજી
આવૃત્તિ છે પરંતુ આ પાંચેય પરિશિષ્ટો ખૂબજ ઉપયોગી અને અનિવાર્ય રીતે જાણવા જરૂરી હોવાથી સંગ્રહણી સાથે ભેળવી લીધા છે, જેમાં નીચેનાં પાંચ પરિશિષ્ટો આપ્યાં છે.
૧. ચૌદરાજલોક અને તેની વ્યવસ્થાનું વર્ણન ૨. સંખ્યાત, અસંખ્યાત અને અનંતનું સ્વરૂપ
૩. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ આદિનો પરિચય ૪. તમસ્કાય-અકાયનું વિવેચન અને
૫. આકાશવર્તી અષ્ટકૃષ્ણરાજીની વ્યાખ્યા
પહેલામાં ચૌદ૨ાજરૂપ જૈન વિશ્વ કેવું છે? કેવા આકારે છે ? સુપ્રસિદ્ધ ત્રણેય લોક કેવા છે ? કાં આવ્યા છે? એક રાજ કોને કહેવાય? વગેરે અનેક વિગતો, બીજામાં કાળની ગણતરી જૈનશાસ્ત્રોમાં જે બતાવી છે તેવી બીજાં કોઈ શાઓ કે દર્શનકારોએ જણાવી નથી. સંખ્યાત, અસંખ્યાત, અનંતનું માન · કોને કહેવાય તેની વિશદ સમજ, ત્રીજામાં જૈનધર્મમાં ઇશ્વર કે તીર્થંકર તરીકે ઓળખાતી વ્યક્તિનો તથા તે તે કાળે થતા ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ, બલદેવાદિ વગેરે વ્યક્તિઓનો પરિચય. ચોથામાં તમસ્કાય અને પાંચમામાં અકૃષ્ણરાજી, આ બંનેવસ્તુઓનું સ્થાન આકાશવર્તી છે. તે બધાનો પરિચય આપવામાં આવ્યો છે. આ પાંચ પરિશિષ્ટની પુસ્તિકામાં કોઈ શાસ્ત્ર વિરૂદ્ધ વિધાન થઇ ગયું હોય તો મિચ્છામિ દુક્કડમ્.
વૈશાખ, સં. ૨૦૫૩
--યશોદેવસૂરિ
For Personal & Private Use Only
www.jainelibrary.org