________________
[ ૭૩૧] ઉત્કૃષ્ટ યોગ સંજ્ઞીપંચેન્દ્રિય મનુષ્યને હોય છે. સર્વથી જઘન્ય યોગથી લઇને સર્વોત્કૃષ્ટ યોગ સુધીના અંશે અંશે વૃદ્ધિ રૂપ થતા નિર્વિભાજ્ય વિભાગો (સર્વ યોગાણુઓ) જે સ્થિતિસ્થાનવત્ સ્વરૂપે છે તે પણ એક સૂચિશ્રેણીના અસંખ્યાતમા ભાગ જેટલા જાણવા. એકેક યોગસ્થાનમાં અનંતા જીવો હોય કારણકે સરખે સરખા યોગ સ્થાનોવાળા જીવો અનંતા હોવાથી.
૮. એક કાળચક્રના સમયો તે બધાય ઉમેરવા. વીશ કોડાકોડી સાગરોપમકાળનું એક કાળચક્ર બને છે. આ કાળચક્રમાં બે વિભાગ પડે છે. ઉત્સર્પિણી અને અવસર્પિણી. દશ કોડાકોડી સાગરોપમની એક ઉત્સર્પિણી અને તેટલા જ સાગરોપમની એક અવસર્પિણી થાય છે. તે ઉત્સર્પિણી અને અવસર્પિણી પાછી છ છ આરાથી યુક્ત છે. ઉત્સર્પિણી એટલે સર્વ ભાવોમાં ચઢતો કાળ અને અવસર્પિણી તે સર્વ પરિણામોમાં ઉતરતો કાળ. તે કાળચક્રો અનંતા ગયા અને અનંતા જશે.
૯. પ્રત્યેક (એક શરીરમાં એક જીવ હોય તેવા) શરીરવાળા જીવોની સર્વ સંખ્યા જે અસંખ્યાતી છે તે ઉમેરવી. (સાધારણ જીવો અને સિદ્ધ-મોક્ષના જીવો અનંત છે તેને વર્જીને)
૧૦. સાધારણ વનસ્પતિના શરીરરૂપ જીવો જે નિગોદથી ઓળખાય છે તે નિગોદોની અસંખ્યાતી સંખ્યાને ઉમેરો. આ ચૌદરાજલોકમાં નિગોદો અસંખ્યાતી છે. અનંતકાય કહો, સાધારણ કહો કે નિગોદ કહો, બધાય પર્યાયવાચક શબ્દો છે. અહીંયા સાધારણ જીવો તે સુક્ષ્મ-બાદર બે ભેદે છે. તેમાં અનંતકાય જીવોનાં શરીર રૂપ નિગોદોને ગોળાઓ રૂપે કલ્પી છે તે લેવી, અને બાદર નિગોદો તે અનંતકાય સાધારણ વનસ્પતિકાયમય છે તે લેવી. એ સૂક્ષ્મ નિગોદના ગોળા જે અસંખ્યાતા છે તે ગોળાની જ ગણત્રીરૂપ સંખ્યા અને બાદર નિગોદો બન્નેને ઉમેરતાં જે સંખ્યા થાય છે.
તાત્પર્ય એ કે સૂક્ષ્મ નિગોદોના અસંખ્યાતા ગોળા છે. એકેક ગોળામાં અસંખ્યાતી નિગોદો છે. એકેક નિગોદમાં અનંતા જીવો છે. અનંતા જીવો મળીને એક શરીર રચે છે. તેથી જીવો પરસ્પર સંબદ્ધ હોય છે, અને એથી જ જે જીવો એ નિગોદમાં એક સાથે ઉત્પન્ન થયેલા છે તે સર્વ જીવોની શ્વાસોચ્છવાસ ક્રિયા, તેમજ તેના તે જ શરીરોમાં જન્મ અને મરણ પણ તેઓના એક* સાથે જ હોય છે.
૧. જુઓ અભિધાનચિન્તામણિ (હૈમ) કોશ, દેવકાષ્ઠના ૧૨૭ થી ૧૩૧ શ્લોક. कालो द्विविधोऽवसर्पिण्युत्सर्पिणी विभेदतः । सागरकोटिकोटीनां विंशत्या च समाप्यते ॥१॥ अवसर्पिण्यां षडरा उत्सर्पिण्यां त एव विपरीताः । एवं द्वादशभिररैर्विवर्तते कालचक्रमिदम् ॥२॥ तत्रैकान्तसुषमाऽरश्चतस्वः कोटिकोटयः । सागराणां सुषमा तु तिम्रस्तत्कोटिकोटयः ॥३॥ सुषमदुःषमा ते द्वे दुःषमसुषमा पुनः । सैका सहस्रैर्वर्षाणां द्विचत्वारिंशतोनिता ॥४॥ अथ दुःषमैकविंशतिरब्दसहस्राणि तावती तु स्यात् । एकान्त दुःषमाऽपि हि एतत्संख्याः परेऽपि विपरीताः ॥५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org