________________
[ ૭૩૮ ) તિર્યંચોને સ્વસ્વભાષામાં પ્રભુઅતિશયથી સમજાય તેવી સંશયછેદક, ભવોદધિતારિણી, ૩૫ ગુણયુક્ત એવી, એક યોજન સુધી સંભળાય તેવી દેશનાને ગંભીર સ્વરથી રાગ-રાગિણીમાં વિસ્તારે છે. પછી તેઓ ગણધરાદિપૂર્વક નવીન સંઘ (તે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા)ની સ્થાપના કરી (આકાશમાં ચાલતું રત્નસિંહાસન, ધર્મચક્ર, ધ્વજા, છત્ર અને ચામર સાથે) જગતભરમાં વિચરી, સાધુધર્મને અંગે અહિંસા, સત્ય, અસ્તેય તે અચૌર્ય, મૈથુનવર્જન તે સ્ત્રીત્યાગ અને અપરિગ્રહ તે ધનધાન્યાદિકના ત્યાગનો, ગૃહસ્થધર્મને અંગે બારવ્રતનો ઈત્યાદિ અનેક પ્રકારનો અહિંસાપ્રધાન ત્યાગ વૈરાગ્યમૂલક ધર્મનો જોરશોરથી બોધપાઠ જગતને આપી, અનેક જીવોને સંસારમાંથી તારી, પાપમુક્ત કરી મુક્તિગમન યોગ્ય કરે છે, પછી પ્રભુ પણ અપ્રતિબદ્ધપણે વિહરી શેષકર્મોનો ક્ષય કરી નિવણિ પામે છે એટલે મોક્ષે જાય છે. દેવો આસનકંપથી પ્રભુનું નિવણ જાણી અહીં આવીને નિવણિકલ્યાણકને અત્યન્ત ખિન્ન ચિત્તવાળા થયા થકા ઊજવે છે. આ તીર્થકરો અતુલ-અનંતબળના ધણી હોય છે, આનાથી વધુ બળ-શકિત ત્રણેય જગતમાં કોઈનામાં હોતી નથી. એમાં દરેક કાળમાં ઉત્પન્ન થનારા ચોવીશ તીર્થકરો પૈકી પહેલા તીર્થંકર પ્રભુથી દુનિયાનો સર્વ પ્રકારનો વ્યવહારધર્મ, ૬૪ સ્ત્રીકલા, ૭૨ પુરુષકલા, શિલ્પશાસ્ત્રો, અન્ય ક્રિયાદિ સર્વ વ્યવહારો શરૂ થાય છે એટલે તેઓ તેનો ફક્ત વિધિક્રમ બતલાવે છે.
આ પ્રમાણે પંચકલ્યાણકોનું દિગ્ગદર્શન કરાવવા સાથે પરમાત્માની જન્મથી લઈ મુક્તિ પ્રાપ્તિ સુધીની વ્યવસ્થાની સંક્ષિપ્ત શાબ્દિક નોંધ દર્શાવી.
રસ, રૂપ, શબ્દ વડે કરીને અનુકૂલ વર્તે, જેથી તમામ જીવોને સુખ ઉપજે છે. એ પ્રમાણે સહજન્મા ૪, કર્મક્ષયથી ૧૧, દેવકૃત ૧૯ મળી કુલ ૩૪ અતિશયવંત તીર્થકરો હોય છે.
૨. આમ તો તીર્થકરો સર્વ દોષોથી રહિત હોય છે, છતાં મુખ્ય મુખ્ય અઢાર દોષોથી રહિત હોય છે એવું વર્ણન કરાયું છે. એ અઢાર દોષો કયા છે? તો દાનાન્તરાય, લાભાન્તરાય, વીયન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ, દ્વેષ આ અઢારે દોષોથી તીર્થંકર પરમાત્માઓ મુકત હોય છે.
૩. તીર્થકરોની દેશના-વાણી પાંત્રીશ ગુણોથી યુક્ત હોય છે. પાંત્રીશ ગુણોની બાબતમાં મતભેદ જોવા મળે છે. વળી કેટલાક ગુણોનો સ્પષ્ટાર્થ સમજાતો નથી. હવે એ ૩૫ ગુણોની નોંધ નીચે મુજબ છે.
૧. સંસ્કૃતાદિ લક્ષણથી સંસ્કારિત, ૨. ઔદાત્ય એટલે ઉચ્ચસ્વરે બોલવું. ૩. અગ્રામ્યા-સંસ્કારી, ૪. મેઘની માફક ગંભીર, ૫. પ્રતિધ્વનિ-પડઘા પાડનારી, ૬. સરલ, ૭, માલકોશાદિક રાગ-રાગિણીયુક્ત, આ શબ્દઅપેક્ષાશ્રયી ગુણો કહ્યા. અર્થાશ્રયી ગુણો તે, ૮, મહાન અર્થવાળી, ૯. પૂપિર વાકયાર્થના વિરોધ વગરની, ૧૦. શિષ્ટતાપૂર્વક સિદ્ધાન્તોઃ અર્થને જણાવનારી, ૧૧. સંશય મુક્ત, ૧૨. અન્યના ઉત્તરો આવી જાય તેવી, ૧૩. હૃદયંગમ, ૧૪. પરસ્પર પદ વાકયની અપેક્ષા રાખવાવાળી, ૧૫. પ્રસંગોચિત, ૧૬. તત્ત્વનિષ્ઠ, ૧૭. અસંબદ્ધ અને અતિ વિસ્તારના અભાવવાળી, ૧૮. સ્વશ્લાઘા અને અન્ય નિંદારહિત, ૧૯. વકતાના કથનીય અર્થની ભૂમિકાને અનુસરવાવાળી, ૨૦. અતિસ્નિગ્ધ મધુર, ૨૧. પ્રશંસનીય, ૨૨. કોઈના મર્મને આઘાત ન કરે તેવી, ૨૩. ગંભીર અર્થવાળી, ૨૪. ધર્મ-અર્થથી યુક્ત,૨૫. કારક કાળ લિંગ વચનાદિ દોષથી વિવર્જિત, ૨૬. વિશ્વમાદિથી વિયુક્ત, ૨૭. અતિઆશ્ચર્યજનક, ૨૮. અદ્ભુત, ૨૯. અવિલમ્બિત, ૩૦. વર્ણનીય અનેક વસુસ્વરૂપથી વિચિત્રતાવાળી, ૩૧. સર્વોત્તમ અનન્યા, ૩૨. સત્ત્વપ્રધાન, ૩૩. વર્ણ, પદ અને વાક્યના પદચ્છેદવાળી, ૩૪. વિવક્ષિત અર્થને સિદ્ધ કરવાવાળી અને ૩૫. વકતા અને શ્રોતાને શ્રમ ન કરાવવાવાળી. આ પ્રમાણે ૩૫ ગુણયુકત વાણીથી પ્રભુ બોલે છે, ભાખે છે અને પ્રરૂપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org