________________
[ ૭૪ર) ૨. નગરથી નીકળીને માર્ગનાં જીતવાનાં મુખ્ય ૧૧ સ્થળે ચક્રી (સળંગ ૩ ઉપવાસ) અઠ્ઠમતપ કરે, વિજય કર્યા બાદ અને સ્વઆજ્ઞાને અન્ય શત્રુ કે દેવ-દેવીએ સ્વીકાર્યા બાદ અઠ્ઠમનું પારણું કરે છે અને દરેક વખતે જયની ખુશાલીમાં અષ્ટાલિકા મહોત્સવ પણ કરે છે, એ જય થતાં સુધી ચક્રરત્ન એક જ સ્થાને સ્થિર રહે છે.
૩. જે જે દેવોનો જય થાય તે દેવો અવશ્ય મણિ, માણેક, આભૂષણ અને વસ્ત્રાદિકનાં ભેટમાં કરી, ચક્રીને નમી, ચક્રની આજ્ઞાના સ્વીકારરૂપ ઉદ્ગારો કાઢી, યોગ્ય વિવેકવિધિ અવશ્ય સાચવે છે.
૪. ચક્રવર્તીનાં ચૌદરત્નો અને નવનિધિનું વિવેચન સંગ્રહણીના ભાષાંતરમાંથી અથવા પ્રસ્થાન્તરથી જોવું.
આ પ્રમાણે ચકી એકંદર છ ખંડના દિગ્વિજયમાં માગધાદિક તીર્થે, ગંગા, સિન્ધદેવી, વૈતાઢયદેવ, તમિસ્રા, ખંડપ્રપાતા, ગુફાદેવ, હિમવંતગિરિદેવ, વિદ્યાધરના નિવાસવાળાં ઋષભકૂટે નવનિધિના દેવો, એ બધાની સાધના કરતી વખતે તથા રાજધાની પ્રવેશ તેમજ અભિષેક સમયે એમ ૧૩ વખત અઠ્ઠમ કરે છે, તેમાં ૧૧ જયનાં સ્થાનકો છે, એમાં નિષ્ફટોને સેનાની પાસે જિતાવે છે. વળી ત્રણ તીર્થો અને હિમવંતદેવના વિજયમાં જય કરવા માટે ચાર વાર બાણ મૂકે છે. શેષમાં બીજાઓનું આસન કંપાયમાન થાય છે.
આ ચક્રવર્તીઓ જો કેવળ વિષયસુખમાં ગુલતાન બની જાય તો બ્રહ્મદત્ત ચક્રવર્તીની જેમ સાતમી નરકે જાય અને જો વૈરાગ્ય પામી જીવનમાં સંયમ-દીક્ષા સ્વીકારે તો સ્વર્ગે તથા મોક્ષે પણ જાય છે. મોક્ષે જવાવાળા આ ચક્રીઓ જૈનધર્મી વીતરાગમૂર્તિપૂજાના ઉપાસક અને સમ્યગૃષ્ટિ હોય છે. આવા ચક્રી દરેક કાળમાં બાર બાર થાય છે.
તેઓ દિવ્ય-કંચન શરીરી, ચોસઠ હજાર સ્ત્રીઓ, ચૌદ રત્નો અને નવનિધિના સ્વામી હોય છે. કયારેક કોઈ તીર્થકરો પ્રથમ ચક્રવર્તી બનીને પછી તીર્થકર થાય છે, આમ એક જ ભવમાં બે પદવીઓ પ્રાપ્ત કરે છે. એ ત્રણનાં નામ શ્રી શાન્તિનાથજી, શ્રી કુંથુનાથજી અને શ્રીઅરનાથજી છે. આ ચક્રીઓ અનર્ગલ કિંમતના, મનોહર, અત્યન્ત દેદીપ્યમાન, ચોસઠ સરના, મુકતામણિમય હારને ધારણ કરે છે. તેઓનું બળ જોવું હોય તો કૂવાને સામે કાંઠે રહેલા ૩૨ હજાર રાજાઓ પોતાના સૈન્ય સહિત, અપરકાંઠે રહેલા ચક્રને સાંકળથી બાંધી, હોઠ ભીંસી સંપૂર્ણ બળ વાપરી ખેંચે તો પણ ચક્રી પર્વતની જેમ લેશમાત્ર પણ ચલાયમાન થાય નહિ અને ચકી જો તાંબૂલ ખાવાના વ્યાજે એક સામાન્ય હેલો-ધક્કો લગાવી ખેંચે તો શૃંખલાના અંત સુધી રહેલા સઘળાય કીડાની જેમ ગબડી જાય. આથી અડધું બળ વાસુદેવોને હોય છે અને તેથી અડધું બળ બળદેવોને હોય છે.
ચક્રવર્તીની કેટલીક વધુ ઋદ્ધિ નીચે મુજબ છે*ભરત ખંડના છ ખંડ, નવનિધિ, ચૌદરત્ન, ચૌદરત્નના થઈને ૧૪ હજાર દેવો, ૨ હજાર
રાક્રવર્તીની અદ્ધિ-સિદ્ધિની વાતો સામાન્ય માનવીને અકલ્પનીય આશ્ચર્ય ઉપજાવે તેવી છે. જલદી બુદ્ધિમાં બેસે નહિ પણ શાસ્ત્રકારોને અસત્ય લખવાનું કારણ નથી. ઘણી વખત શાસ્ત્રની વાતો માપવા માટે આપણી બુદ્ધિનો ગજ નાનો પડતો હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org