________________
[ ૭૪ ] તે ચક્રીનું ચક્રરત્ન પ્રયાણને દિવસે ગંગા નદીના દક્ષિણ કિનારે, પ્રમાણાંગુલીય ૧ યોજન (૪00 ગાઉ) ચાલીને વિજય કરવાની સ્થાન સૂચના કરતું ત્યાં જ સ્થિર રહે, તેથી તેટલું મહાપ્રયાણ પણ (ચઢતા કાળે સ્વદેહબળથી, હીન કાળે દેવ શક્તિથી) મહાસૈન્યને સુખરૂપ રહે, પછી માગધતીર્થ સમીપે આવી ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી છાવણીનો પડાવ નંખાય, પછી ચક્રી હસ્તિ ઉપરથી ઊતરી, વાઈકી નામના પુરુષ રત્નને મહાઅદ્ભુત પૌષધશાળા બનાવવાનો આદેશ કરી, તે શાળા તૈયાર થયે ચક્રી અંદર જઈ માગધકુમાર (નાગકુમાર નિકાયના) ની આરાધના નિમિત્તે અઠ્ઠમ તપ (સતત ત્રણ દિવસના નિર્જળા ઉપવાસ) કરી સ્મરણ કરે. (આ અઠ્ઠમ ભાવિ તીર્થંકર ચક્રીને ન હોય, તેમને પોતાના પુણ્ય પ્રાગુભારથી જ સર્વ કાર્ય થાય.) પછી ચોથે દિવસે લવણ સમુદ્રના કિનારેથી બાર યોજન દૂર આવેલા તે માંગધતીર્થને સાધવા સ્વરથને રથની નાભિ પ્રમાણ જળમાં ઉતારી વૈશાખ સંસ્થાને ઊભો રહી, દવાધિષ્ઠિત) બાણની સ્તુતિ કરી, જયને ઇચ્છતો ચક્રી સ્વનામથી અંકિત બાણ છોડે, તે દિવ્ય નાટારંભોને જોઈ રહેલા માગધકુ ૨ની સભામાં જઇને એકાએક પડે, પછી એકાએક શત્રુનું બાણ પડવાથી મગધેશ બહુ કોપાયમાન થતો અનેક કુવચનો કાઢે, પરંતુ નિર્ણય માટે બાણને લેતાં ચક્રીનું નામ વાંચી તરત જ શાન્ત થઈ “ચક્રી ઉત્પન્ન થઇ ગયા છે’ માટે હવે તાબે થવું જોઇએ, એવો વિચાર કરી ચક્રી પાસે આવીને અનેક ઉત્તમ ભેંટણાં સ્વભૂમિનું જલ-માટી આદિનું ભેટશું કરી ચક્રીની આજ્ઞાને સ્વીકારે, પછી ચક્રી પારણું કરીને જયની ખુશાલીમાં ત્યાં અણહ્નિકા મહોત્સવ કરાવે. બાદ માગધતીર્થવત્ અક્રમાદિક તપ કરવાપૂર્વક વરદામ-પ્રભાસ તીર્થોને જીતે. ત્યાં પણ તત્રવર્તી દેવોનું ભેટમાં લઈ આવવું, આજ્ઞા સ્વીકાર, ચક્રીપ, પારણું અને મહોત્સવ આ વ્યવસ્થા પૂર્વવત્ સમજી લેવી. પછી ચક્રી અઠ્ઠમતપ કરી બાણ મૂકયા વિના આસન કંપાવવાપૂર્વક સિધુ નદીની અધિષ્ઠાત્રી સિન્ધદેવીને જીતે. ત્યાં પણ ભેટછું, આજ્ઞા સ્વીકાર, મહોત્સવ ઇત્યાદિ સમજી લેવું. પછી આગળ વધીને વૈતાઢય પર્વતના દેવને પૂર્વક્રમે જીતે, પછી અઠ્ઠમાદિ મહોત્સવ પર્યન્તના કમે તમિસ્રા ગુફાના દેવને જીતે ત્યાં ચક્રીના સ્વમંત્રી સેનાની રત્નને (સેનાપતિને) આજ્ઞા થતાં તે સેનાની અનુક્રમે ચર્મરત્ન ઉપર બેસી વહાણની જેમ સિધુ પાર ઊતરીને બલિષ્ઠ મ્લેચ્છ રાજાઓ સાથે મહાભીષણ અને ખૂનખાર સંગ્રામ કરી અંતે વિજય મેળવી સિધુના દક્ષિણ નિકૂટને (વિભાગને) જીતે અને તત્રવર્તી રાજાઓને ચક્રી પાસે ભેટો કરાવી, પોતાના સ્વામી ચક્રવર્તીની આણ વતવિ-વિજય ધ્વજ ફરકાવે.
અન્યદા પુનઃ ચક્રી સેનાનીને ગુફાના દ્વાર ઉઘાડવાની આજ્ઞા કરે, સ્વામીનો અનન્ય ભક્ત તે સેનાનીરત્ન પૌષધપૂર્વક અઠ્ઠમાદિક તપ કરી, પછી સ્વચ્છ થઈ ગુફાના દ્વારને પૂંજી સાફ કરી, પૂજન મંગળ વિધિપૂર્વક દંડરનથી ત્રણવાર પ્રહાર કરી, ગુફદ્વારને ઉઘાડે, સેનાની ચક્રીને સમાચાર આપે, હર્ષિત થયેલો ચકી બાર યોજન પ્રકાશ આપતા મણિરત્નયુક્ત, મા હસ્તિરત્ન ઉપર બેસી, ગુફામાં પ્રવેશી, આખી ગુફાના ગમનાગમન માર્ગને પ્રકાશમય કરવા સૂર્ય જેવાં ૪૯ મંડળો-રેખાઓ ગુફાની બને ભીંત ઉપર કાકિણી રત્નથી આલેખે, પછી વાર્ધકીરને બનાવેલા ઉન્મગ્ના, નિમગ્ના નદી ઉપરના પૂલ ઉપર થઈને, સ્વયં ઊઘડેલા ગુફાના સામા-દક્ષિણ દ્વારે બહાર નીકળી ત્યાં રહેતા બલિષ્ઠ અને ખડતલ મ્લેચ્છો સાથે મહાન યુદ્ધ કરી, વિજય પ્રાપ્ત કરી, શત્રુનાં ભેટમાં સ્વીકારી, સ્વઆણ સ્વીકારાવી અષ્ટાહ્નિકા મહોત્સવ
૧. તપનો પ્રભાવ અસીમ છે. તપ વિના કાર્યની કે મંત્ર-તંત્રાદિની સિદ્ધિ થતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org