Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1028
________________ ર નિદનો ગોળો તલ તિર્થીનું તિકાર वणकाइओ अणंता, एकेकाओ वि जं निगोआओ । निच्चमसंखो भागो, अणंतजीवो चयइ एइ ॥३००॥ બેઇન્દ્રિયન્તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય અને અસંશી અર્થાત્ સંમૂચ્છિમ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ ઉપપાત અવન વિરહકાળ અત્તમુહૂર્તનો જાણવો. ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચનો ઉપપાત અવન વિરહકાળ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો જાણવો. એકેન્દ્રિયોમાં સમયે સમયે ઉત્પત્તિ તથા અવન અસંખ્ય જીવોનું ચાલુ હોવાથી ત્યાં તે સંબંધી વિરહકાળ છે જ નહીં) એક સમયમાં ઉપપાત સંખ્યા તથા એક સમયમાં ચ્યવન સંખ્યા દેવના દ્વારમાં જે પ્રમાણે કહેલ છે તે પ્રમાણે અર્થાત્ અસંખ્યાતી જાણવી. ઉપપાત–વન સંખ્યા સંબંધી એકેન્દ્રિયમાં વિચારતાં નિગોદ (સાધારણ વનસ્પતિ) સિવાય બાકીના પૃથ્વીકાયાદિ સ્થાનોમાંથી પ્રતિસમય અસંખ્ય જીવો એવે છે અને અસંખ્ય તેમાં ઉત્પન્ન થાય છે. સાધારણ વનસ્પતિમાંથી અનંત જીવો અવે છે અને અનન્ત ઉત્પન્ન થાય છે, કારણકે અસંખ્યાતી નિગોદ પૈકી પ્રત્યેક નિગોદનો અસંખ્યાતમો ભાગ નિરંતર આવે છે અને તેમાં બીજો નવો ઉત્પન્ન થાય છે. (૨૯૮–૨૯૯–૩૦૦) गोला य असंखिज्जा, अस्संखनिगोअओ हवइ गोलो । एकेकंमि निगोए, अणंत जीवा मुणेयव्वा ॥३०१॥ નિગોદના ગોળા અસંખ્યાતા છે, એક એક ગોળામાં અસંખ્ય નિગોદ છે અને એક એક નિગોદમાં અનન્ત અનન્ત જીવો છે. (૩૦૧) अत्थि अणंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो । उप्पजंति चयंति य, पुणोवि तत्थेव तत्थेव ॥३०२॥ એવા અનન્ત જીવો છે કે જેઓ અનન્તો કાલ વ્યતીત થવા છતાં ત્રસાદિ પરિણામ પામ્યા નથી કારણકે અનાદિકાલથી અવ્યવહારરાશિમાં છે, મરણ પામીને ત્યાંને ત્યાં જ વારંવાર ઉત્પન્ન થાય છે. (૩૦૨) सव्वोऽवि किसलओ खलु, उग्गममाणो अणंतओ भणिओ । सो चेव विवहंतो, होइ परित्तो अणंतो वा ॥३०३॥ સર્વ વનસ્પતિઓને ઉગવાની પ્રાથમિક અવસ્થા જેને અંકુર–કોંટો ફુટ્યો અથવા પાંદડાની અપેક્ષાએ કિશલય-કુંપળ કહેવામાં આવે છે તે અવસ્થામાં તે સર્વ વનસ્પતિ અનન્તકાય હોય છે અને ત્યારબાદ આગળની અવસ્થામાં વધતાં વધતાં પ્રત્યેક હોય તે પ્રત્યેક થાય અને સાધારણ હોય તો સાધારણ વનસ્પતિ થાય છે. (૩૦૩) जया मोहोदओ तिब्बो, अन्नाणं सुमहब्भयं । पेलवं वेअणीयं तु, तया एगिदिअत्तणं ॥३०४॥ તીવમોહનો ઉદય, મહાભયંકર અજ્ઞાન-જડતા અને અસાર અશાતાનો ઉદય થવાનો હોય ત્યારે એકેન્દ્રિયપણું મળે છે. (૩૦૪) तिरिएसु जति संखाउ-तिरिनरा जा दुकप्पदेवा उ । पज्जत्तसंखगब्भय-बायरभूदगपरित्तेसुं ॥३०५॥ तो सहसारंतसुरा, निरया य पजत्तसंखगन्भेसु । संखपणिदिअतिरिआ, मरिउं चउसु वि गइसु जंति ॥३०६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042