________________
૪૬
બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત લાખ અને સાધારણ–વનસ્પતિકાયમાં ચૌદ લાખ જીવાયોનિ છે. બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય એ ત્રણેમાં બે બે લાખ, નારકતિયચમાં ચાર ચાર લાખ, તથા મનુષ્યમાં ચૌદ લાખ જીવાયોનિ છે. બધી થઈને ચોરાશી લાખ જીવાયોનિ છે, અનન્ત જીવોને ઉત્પન્ન થવાના સ્થાન અનંત હોવા જોઈએ છતાં ચોરાશી લાખ જીવાયોનિ જે કહેલ છે તે ઉત્પન્ન થવાનાં સ્થાન જુદા-જુદા હોય છતાં જે જે સ્થાનોનાં વર્ણ ગંધ રસ સ્પર્શ સરખાં હોય તે બધાયને એક જીવાયોનિ શાસ્ત્રમાં ગણેલ છે. (૩૧૯–૩૨૦)
एगिदिएसु पंचसु, बार सग ति सत्त अट्ठवीसा य । विअलेसु सत्त अड नव, जलखहचउपयउरगभुअगे ॥३२१॥ अद्धतेरस बारस, दस दस नवगं नरामरे नरए । बारस छवीस पणवीस, हुंति कुलकोडिलक्खाई ॥३२२॥ इग कोडि सत्तनवई, लक्खा सडा कुलाण कोडीणं ॥३२२॥
હવે કુલટી કહેવાય છે કે– પૃથ્વીકાયની બારલાખ, અપૂકાયની સાત લાખ, તેઉકાયની ત્રણલાખ, વાયુકાયની સાત લાખ, વનસ્પતિકાયની અઠ્ઠાવીશ લાખ, બેઇન્દ્રિયની સાત લાખ, તેઇન્દ્રિયની આઠલાખ, ચઉરિન્દ્રિયની નવ લાખ, જલચરની સાડાબારલાખ, ખેચરની બારલાખ, ચતુષ્પદની દશલાખ, ઉરપરિસર્પની દશલાખ, ભુજપરિસની નવલાખ, મનુષ્યની બારલાખ, દેવતાની છવ્વીસલાખ, અને નારકીની પચીશલાખ કુલકોટી છે. એકંદર સર્વ જીવોની એકકોડ અને સાડી સત્તાણું લાખ [૧૯૭૫0000] કુલકોટી છે. (૩૨૧–૩૨૨)
संवुडजोणि सुरेगिदिनारया, विअड विगल गभूभया ॥३२३॥ अचित्तजोणि सुरनिरय, मीस गब्भे तिभेअ सेसाणं ।
सीउसिण निरय सुरगब्भ, मीसे तेउसिण सेस तिहा ॥३२४॥
દેવો, એકેન્દ્રિયો અને નારકો સંવૃત્ત યોનિવાળાં છે, વિકલેન્દ્રિય વિવૃત્ત યોનિવાળાં છે, તથા ગર્ભજ સંવૃત્ત-વિવૃત્ત બન્ને પ્રકારની યોનિવાળાં છે, દેવનારકો અચિત્ત યોનિવાળાં, ગર્ભજ મિશ્ર-સચિત્તાચિત્ત યોનિવાળાં અને બાકીના જીવો ત્રણે પ્રકારની યોનિવાળાં છે, નારક જીવો શીત તથા ઉષણ યોનિવાળાં, દેવતાઓ તથા ગર્ભજ જીવો શીતોષણયોનિ વાળા, તેઉકાય ઉષ્મયોનિવાળાં, અને બાકીના જીવો ત્રણે પ્રકારની યોનિવાળા છે. (૩૨૩–૩૨૪)
हयगब्भ संखवत्ता, जोणी कुम्मुन्नयाइ जायंति ।
अरिहहरिचक्किरामा, वंसीपत्ताइ सेसनरा ॥३२॥
શંખાવર્ત, કૃમત્રતા અને વંશીપત્રા એમ મનુષ્યોમાં ત્રણ પ્રકારની યોનિ છે. શંખાવર્ત યોનિ હતગભ છે, અરિહંત, વાસુદેવ, ચક્રી અને બલદેવનો જન્મ કૂર્મોન્નતા યોનિમાં જ થાય છે અને બાકીના જીવોને માટે વંશીપત્રાયોનિ છે. (૩૨૫)
आउस्स बंधकालो, अबाहकालो अ अंतसमओ य । अपवत्तऽणपवत्तणउवक्कमऽणुवक्कमा भणिया ॥३२६॥
આયુષ્યનો બન્ધકાળ, અબાધાકાળ, અંતસમય, અપવર્તન, અનપવન, ઉપક્રમ અને અનુપક્રમ એમ આયુષ્યનાં સાત સ્થાનો કહ્યાં છે. (૩૨૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org