________________
[૫૧] संग्रहणी के संग्रहणीरत्न [मोटी संग्रहणी ] ग्रन्थनी मुद्रित गाथा ३४६नी
– ૪ ગવાદિન સૂવી છે [. ર૦રૂ૭ મૂલ પ્રકારની ગાથા ર૭૪ છે અને પ્રક્ષેપ ગાથા ૭૫ છે. બંને મળીને ૩૪૯ ગાથા છે.
પ્રથમવૃત્તિમાં અકારાદિ સૂચી છાપી ન હતી. ૪૦ વરસ બાદ પુનર્મુદ્રણ થતી બીજી આવૃત્તિમાં આ સૂચી પ્રગટ કરી હતી અને ત્રીજી આવૃત્તિમાં પણ પ્રગટ કરી છે. જે સંશોધકો વગેરે માટે ઉપયોગી બની રહેશે. મારી ભૂમિકા–
જૈન પ્રકરણ સાહિત્યના ક્ષેત્રમાં સંગ્રહણી શબ્દથી મુખ્યત્વે બે ગ્રન્થો સુપ્રસિદ્ધ છે. વિવિધ પદાર્થોનો જેમાં સંગ્રહ હોય તેને “સંગ્રહણી રચના કહેવાય. આવી આદ્ય રચના શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ નામના મહાન મહર્ષિએ કરી હતી.
ગ્રન્થનું નામ સંગ્રહણી હોવા છતાં બીજા કારણને લઈને આ બંને કૃતિઓની બૃહત્ સંગ્રહણી મોટી સંગ્રહણી (કે સંઘરણી) આ નામથી જૈન આલમમાં પ્રસિદ્ધિ છે. સંગ્રહણી એવી એક આકર્ષક, રોચક, બોધક અને અતિ ઉપયોગી કૃતિ છે કે લોકો તેનો આગમની જેમ સમાદર કરીને તેને સંગ્રહણી સૂત્રથી પણ ઓળખાવે છે.
પહેલી જ વાર સંગ્રહણીની જે રચના ક્ષમાશ્રમણજીએ કરી તે વિક્રમના સાતમા સૈકામાં કરી અને બીજીવારની રચના વિક્રમની બારમી સદીમાં થઈ. બંને કૃતિઓનાં સર્જન વચ્ચેનો ગાળો ખાસો લગભગ ચારથી પાંચ સૈકા વચ્ચેનો ગણી શકાય.
પહેલીવારની સંગ્રહણી બનાવનાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ છે અને બીજીવારની સંગ્રહણીની રચના કરનાર મલધારી શ્રી ચન્દ્રસૂરીશ્વરજી છે, અને આ કારણે પહેલીવારની રચનાને “જિનભદ્રીયાના ટૂંકા ઉપનામથી અને બીજીવારની રચનાને “શ્રી ચન્દ્રીયા'ના ટૂંકા ઉપનામથી વિદ્વાનોમાં સંબોધવામાં આવે છે.
બંને સંગ્રહણીનો વિષય લગભગ સમાન છે. તેથી જ શ્રી ચન્દ્રમહર્ષિએ પણ પ્રથમના નામનો જ સમાદર કરીને સંવિત્તા સંથી શબ્દથી સંગ્રહણી' નામ જ જણાવ્યું છે, પણ પાછળથી તેમના પરિવારના કોઈ મુનિરાજે બંને સંગ્રહણીને ઓળખવામાં ગોટાળો તકલીફ ન થાય એટલા માટે શ્રી ચન્દ્રીયા સંગ્રહણીને ગુરુ અને કૃતિ પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને સંગ્રહ જોડે રત્નમ્ એવો શબ્દ ઉમેરીને સંગ્રહણીરત્ન આવું નામકરણ એક તદ્દન નવી ગાથા બનાવીને કર્યું છે. પણ ગમે તે કારણે મારી આ અનુવાદિત કૃતિને આપેલું ‘સંગ્રહણીરત્ન’ નામ પ્રસિદ્ધિમાં જેવું જોઇએ તેવું મૂકાયું નથી. આ રીતે સંગ્રહણી બે નામવાળી થઈ. મેં તો બંને આવૃત્તિઓ અલગ અલગ છે એવો ભ્રમ ન થાય એટલા માટે મુખપૃષ્ઠ ઉપર પહેલી આવૃત્તિમાં જે નામ હતું તે જ નામ બીજી આવૃત્તિમાં છાપ્યું છે.
-અનુવાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org