________________
[643]
જેટલા પ્રમાણમાં સૂઝ હતી તે મુજબ ચિત્રો તૈયાર કરાવ્યાં છે. આ વિષયમાં જેમની સૂચના ખૂબ જ ઉપયોગી ગણાય, જેઓશ્રીમાં કલાની પ્રશંસનીય સૂઝ સમજ હતી એવા મારા તારક ગુરુદેવ તરફથી જરૂરી સૂચના-સલાહ પ્રાપ્ત થઇ હતી. આ વિષયના જાણનારા અલ્પ હોય છે. એમાંય આ વિષયને રજૂ કરવાની કલ્પનાશક્તિ ધરાવનારા એથી પણ અલ્પ હોય છે. ઘણીવાર મનમાં ચિત્ર ઉપસત હોય છે પણ કાગળ ઉપર કેમ ઉતારવું તે ઘણાંને મન મુંઝવણનો વિષય હોય છે. મારા થોપશમ મુજબ ચિત્રકામ કરાવરાવ્યું છે. ભવિષ્યમાં કોઈ વિશિષ્ટ ક્ષોપશમ ધરાવતી વ્યક્તિ આથી વધુ સારાં ચિત્રી કરાવનારી નીકળશે તો જૈનસંઘને વધુ શ્રેષ્ઠ ચિત્રોની સંપત્તિ પ્રાપ્ત થશે.
વહેલામાં વહેલી તકે સંગ્રહણી બહાર પાડવાના ઇરાદે મેં ૩૦ વર્ષ પહેલાં એટલે સં. ૨૦૧૮માં બ્લોકો ઝડપથી તૈયાર કરાવ્યા. કોઈ અનિવાર્ય અંતરાય કર્મના ઉદયે મુદ્રણકાર્યમાં વારંવાર અંતરાયો ઊભા થતા ગયા, પ્રેસ વેચાઈ ગયો, કામ અધૂરું રહી ગયું પછી કામ રઝળતું રહ્યું. છેવટે સંગ્રહણીનું અધૂરું કાર્ય સુરત અને પછી પાલીતાણામાં કરાવરાવ્યું. મારા જીવનની આ એક અત્યંત કમનસીબ અને કલંકરૂપ ઘટના હતી. એક ગ્રન્થ પાછળ ત્રણ દાય઼કા વીતી ગયા, તેનો અપાર ખેદ અનુભવું છું. વધુ વિલંબના કારણે મોટા મોટા આચાર્યો, સાધુ પુરુષો, શિક્ષકી વગેરેના ઠપકા પણ મળતા હું શરમિંદો થતો. મુંબઇમાં ગુરુદેવ સાથે શાસનનાં કાર્યોમાં સતત રોકાણ જેથી કામ કરવાને મૂઢ પણ ન રહ્યો. ત્યારપછી પદયાત્રા સંઘમાં પાલીતાણા આવ્યા બાદ પ્રેસવાળાઓ જલદી બ્લોકો છાપવા માટે તૈયાર નહિ. ૭૫ બ્લોકોનો હિન્દી, અંગ્રેજી પરિચય તૈયાર કરાવ્યો. ત્રણ ત્રણ પ્રેસોમાં કામ રઝળીને પાછું આવ્યું. છેવટે આ કામનું શું થશે એની ભારે ચિંતા પણ થઇ, પરંતુ સદ્ભાગ્યે પ્રેસના કમ્પોઝ અને પ્રિન્ટીંગ કાર્યમાં કુશળ ગણાતા ભાવનગરના ભાઇશ્રી પરસોતમદાસે મારૂં આ કામ પુરું કરી આપવાની હામ ભીડી. ૨૫-૨૫ વરસથી અણવપરાયેલા લોકો એટલે લાકડું ફૂલી જવાથી પ્લેટો લીલી થઇ ગઇ હતી. પન્ના બ્લોકોની પ્લેટો ખોલીને ીક કરીને બેસાડી પછી તેમને બ્લોકોનું કામ શરૂ કર્યું, અને તેમને સારી રીતે પૂર્ણ કર્યું. પરંતુ તેની થોડી બેદરકારીના લીધે બ્લોકોમાં જે જગ્યાએ જે કલરો વાપરવાના હતા તેના બદલે બીજા જ કલરો વાપરી નાંખ્યા. કયાંક થોડું ઉલટું સૂલટું પણ કામ થવા પામ્યું છે. અત્યારના સમયમાં કામની બહુ કવોલિટીનો, ભૂલો કાઢવાનો કે ચીકાશ કરવાનો મોહ રાખવા જેવો નથી. અણગમતું હોવા છતાં ચલાવી લેવાનો સમય આવ્યો છે. આથી વાચકોને બ્લોકોના પ્રિન્ટમાં જે કંઈ ક્ષતિઓ લાગે તે માટે ક્ષમા કરે ! ભાઈ પરસોતમદાસે કપરૂં કામ છતાં પોતાનું માનીને જહેમત લઇને પાર પાડી આપ્યું. આજે તો તેઓ આ ધરતી ઉપર નથી પણ તેમને ખૂબ ધન્યવાદ જ આપવા રહ્યા.
આ બધાંય ચિત્રોની એક સ્વતંત્ર ચિત્રાવલી પણ પ્રકાશિત કરવા વિચાર છે. આજથી ૫૦ વર્ષ પહેલાં સંગ્રહણીની પહેલી આવૃત્તિની માત્ર ચિત્રોની જ ચિત્રાવલી બહાર પાડી હતી અને તેના અભ્યાસીઓને તે ખૂબ જ ગમી હતી. સંગ્રહણીમાં કેટલાંક ચિત્રો મેં રંગીન શાહી અને રંગીન પીંછીથી દોઢ ફૂટ પહોળા અને લગભગ આઠેક ફૂટ લાંબા ટ્રેસીંગ કોથ-કપડાં ઉપર દીક્ષા લીધાનાં બીજા કે ત્રીજા વર્ષે મારી ઉંમર ૧૭-૧૮ વર્ષની હતી ત્યારે ઘેરેલાં છે. જેનું ઓલીયું આજે મારી પાસે છે. થોડા સમય પહેલાં વડોદરાના મારા સંગ્રહમાંથી આ નકલ પ્રાપ્ત થઇ હતી. ઘણાં વરસો બાદ બાલ્યકાળનું આ કામ નજર સામે આવ્યું ત્યારે મને પણ આશ્ચર્ય થયું કે શું નાની ઉમ્મરે આવું કામ કરી શકયો હોઇશ !' એ મારૂં કામ રંગીન હોવાથી કલર પ્રિન્ટ બહુ ખર્ચાળ થતું હોવાથી પબ્લિકની જાણ માટે આ પુસ્તકમાં પ્રકાશિત કરવાનું શકય નથી.
ઘણાં વરસો પહેલાં સંગ્રહણીનાં ચિત્રોને પેરીસ પ્લાસ્ટર અથવા લાકડાના માધ્યમથી પ્રદર્શનરૂપે તૈયાર કરાવવાં અને તેની બાજુમાં ત્રોય ભાષામાં પરિચય આપવો અને પ્રદર્શન તરીકે વિશિષ્ટ રીતે ગોઠવવાં. એક વખત ચૌદરાજલોક ચૌદ ફૂટનો વિશાળ પ્રમાસમાં બનાવીને જે જે જગ્યાએ જે જે વસ્તુઓ છે તે તે બતાવવી. આ માટે સંપૂર્ણ ચૌદરાજલોક પારદર્શક થઈ શકે તો તે રીતે બનાવો. તે શક્ય ન જ હોય તો ફક્ત વચલી સનાડી પારદર્શક બનાવવી અને એમાં સાત નરક, ભવનપતિ, બન્નરનિકાય, મનુષ્યલોક, જ્યોતિષયક, બાર દેવલોક અને મોક્ષ વગેરે બધ્ધરથી ઊભા ઊભા જોઇ શકાય એ રીતનું શ્રેષ્ઠકોટિનું બેનમૂન યથાર્થ આયોજન કરાવવું . અને મોડલો દ્વારા ખગોળ-ભૂગોળ દર્શાવવા.
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org