________________
દેવોનો ઉપખાત-ચ્યવનવિરહ सामनेणं चउविह-सुरेसु बारस मुहुत्त उक्कोसो । उववायविरहकालो, अह भवणाईसु पत्तेयं ॥१४४॥
સામાન્યતઃ ચાર પ્રકારના દેવોમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે, અથાત્ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક એ ચારે પ્રકારની નિકાયમાં કોઈ પણ જીવ દેવ તરીકે ઉત્પન્ન ન થાય તો બાર મુહૂર્ત સુધી ન થાય, ત્યારબાદ કોઈ પણ નિકાયમાં કોઈ પણ જીવ અવશ્ય દેવપણે ઉપજે. (૧૪૪)
भवणवणजोइसोह-मीसाणेस मुहुत्त चउवीसं । तो नव दिण वीस मुहू, बारस दिण दस मुहुत्ता य ॥१४॥ बावीस सह दियहा, पणयाल असीइ दिणसयं तत्तो । संखिजा दुसु मासा, दुसु वासा तिसु तिगेसु कमा ॥१४६॥ वासाण सया सहस्सा, लक्खा तह चउसु विजयमाईसु । पलियाऽसंखभागो, सबढे संखभागो य ॥१४७॥
ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા સૌધર્મ અને ઈશાન દેવલોકમાં ઉપપાત વિરહકાળ ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તનો છે. સનકુમારમાં નવ દિવસ અને વીશ મુહૂર્તનો, માહેન્દ્રમાં બાર દિવસ અને દશ મુહૂર્ત, બ્રહ્મકલ્પ સાડા બાવીશ દિવસ, લાંતકમાં પીસ્તાલીશ દિવસ, શુકમાં એંશી દિવસ, સહસ્ત્રારમાં સો દિવસ, આનતપ્રાણતમાં સંખ્યાતા માસ અને આરણ તથા અમ્રુતમાં સંખ્યાતા વર્ષનો વિરહકાળ છે, નવરૈવેયક પૈકી પ્રથમની ત્રણ સૈવેયકમાં સેંકડો વર્ષ, મધ્યમ ત્રણ રૈવેયકમાં સંખ્યાતા હજાર વર્ષ અને ઉપરની ત્રણ રૈવેયકમાં સંખ્યાતા લાખ વર્ષનો ઉત્કૃષ્ટ વિરહકાળ છે. અનુત્તરના વિજયાદિ ચાર વિમાનોમાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ તથા સર્વાર્થસિદ્ધમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ જાણવો. (૧૪૫–૧૪૬–૧૪૭)
सव्वेसिपि जहनो, समओ एमेव चवणविरहोऽवि । इगदुतिसंखमसंखा, इगसमए हुंति य चवंति ॥१४॥
સવનો એટલે ભવનપતિથી લઈને સવર્થિ સિદ્ધ સુધીની ચારે નિકાયના દેવોનો જઘન્ય ઉપપાત વિરહકાળ એક સમયનો હોય છે. હવે વન વિરહકાળનું પ્રમાણ કહે છે, અવન વિરહકાળ એટલે ચારે નિકાયના દેવોમાંથી અથવા તે તે દેવલોકમાંથી કોઈપણ દેવનું ચ્યવન ન થાય તો ક્યાં સુધી ન થાય? તે કાળનું પ્રમાણ. જે પ્રમાણે ઉપપાતવિરહ સંબંધી કાળનું પ્રમાણ કહેલ છે તે જ પ્રમાણે ચ્યવન વિરહ સંબંધી કાળનું પ્રમાણ પણ જાણી લેવું. હવે એક સાથે કેટલા જીવો દેવલોકમાં ઉપજે તે ઉપપાત સંખ્યા અને એક સાથે કેટલા જીવો દેવલોકમાંથી અને તે અવન સંખ્યા તથા ઉપપતસંખ્યા ચારે નિકાયની અપેક્ષાએ એક, બે, ત્રણ, ચાર, સંખે કે અસંખ્ય દેવો એક સાથે ઉત્પન્ન થાય છે તેમજ આવે છે. (૧૪૮).
नरपंचिंदियतिरिया-णुप्पत्ती सुरभवे पज्जत्ताणं ।
अज्झवसायविसेसा, तेसिं गइतारतम्मं तु ॥१४६॥
પર્યાપ્તા ગર્ભજ પંચેન્દ્રિય મનુષ્યો તથા પMિા ગર્ભજ સંમૂચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો દેવલોકમાં ઉત્પન્ન થઈ શકે છે. પુનઃ અધ્યવસાયની વિશેષતાને અંગે દેવગતિમાં પણ તરતમતા પડે છે. (૧૪૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org