________________
રર
બૃહતસંગ્રહણી સુત્ર–ગથાર્થ સહિત नरतिरि असंखजीवी, सव्वे नियमेण जंति देवेसु । नियआउअसमहीणा-उएसु ईसाणअंतेसु ॥१५॥
અસંખ્યવર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા તિર્યંચો યુગલિકો) મરણ પામીને અવશ્ય ઈશાન દેવલોકમાં જ ' અહીં પોતાનું જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્યથી અથવા તેથી જૂન આયુષ્યથી ઉત્પન્ન થાય છે. (૧૫)
जंति समुच्छिमतिरिया, भवणवणेसु न जोइमाईसुं । जं तेसिं उववाओ, पलिआऽसंखंसआऊसु ॥१५१॥
એ જ પ્રમાણે સંમૂચ્છિમ તિર્યંચો ભવનપતિ તથા વ્યત્તરમાં ઉત્પન્ન થવાના અધિકારી છે, પરંતુ જ્યોતિષી તથા વૈમાનિકમાં ઉત્પન્ન થઈ શકતા નથી, કારણ કે તેઓ વધુમાં વધુ પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ આયુષ્યથી જ ભવનપતિ–વ્યત્તરમાં ઉપજે છે. તેટલું અલ્પ આયુષ્ય ત્યાં જ છે, પરંતુ જ્યોતિષી આદિમાં નથી. (૧૫૧)
बालतवे पडिबद्धा, उक्कडरोसा तवेण गारविया ।
वेरेण य पडिबद्धा, मरिठं असुरेसु जायंति ॥१५२॥
બાલ-અજ્ઞાન, તપસ્વી, ઉત્કટ ક્રોધવાળા, તપનો ગર્વ કરનારા અને વૈરને મનમાં ધારણ કરવાવાળા મરીને અસુર (ભવનપતિ) માં જઈ શકે છે, પરંતુ તેથી આગળ જવાના અધિકારી નથી. (૧૫૨)
रज्जुग्गह-विसभक्खण-जल-जलणपवेस-तण्ह-छुहदुहओ । गिरिसिरपडणाउ मया, सुहभावा हुंति वंतरिया ॥१५३॥
ગળાફાંસો, વિષભક્ષણ, પાણી અથવા અગ્નિમાં જાણી જોઈને પડવું, તૃષા તથા સુધાની પીડા, પર્વતની ટોચ ઉપરથી ઝંપાપાત કરવો, આવા કારણોથી આપઘાત કરે, છતાં જો છેલ્લી વખતે કાંઈક શુભભાવના આવી જાય તો વ્યન્તરમાં ઉત્પન્ન થઈ શકે છે. (૧૫૩)
तावस जा जोइसिया, चरग-परिवाय बंभलोगो जा ।
जा सहसारो पंचिंदि-तिरिअ जा अच्चुओ सहा ॥१५४॥
તાપસો જ્યોતિષી સુધી, ચરક પરિવ્રાજક પાંચમા બ્રહ્મદેવલોક સુધી, તિર્યંચ પંચેન્દ્રિય આઠમા સહસ્ત્રાર સુધી અને શ્રવકો બારમાં અશ્રુત દેવલોક સુધી ઉત્પન્ન થવાના અધિકારી છે. (૧૫૪)
जइलिंग मिच्छदिट्ठी, गेवेजा जाव जंति उक्कोसं ।
पयमवि असद्दहतो, सुत्तुतं मिच्छदिट्ठी उ ॥१५॥ 'સાધના વેષને ધારણ કરનાર પણ મિથ્યાદષ્ટિ વધારેમાં વધારે નવમી રૈવેયક સુધી ઉત્પન્ન થઈ શકે છે. સુત્રમાં કહેલા એક પદને જે ન સદ્દહે તે મિથ્યાદષ્ટિ કહેવાય છે. (૧૫૫)
सुत्तं गणहररइयं, तहेव पत्तेयबुद्धरइयं च ।
सुयकेवलिणा रइयं, अभिनदसपुविणा रइयं ॥१५६॥
શ્રી ગણધર ભગવંતોએ, તથા પ્રત્યેક બુદ્ધોએ તેમજ શ્રુતકેવલી ભગવંતોએ અને સંપૂર્ણ દશપૂર્વધર મહર્ષિએ રચેલું જે કાંઈ હોય તે સર્વ સૂત્ર કહેવાય છે. (૧૫૬)
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org