Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1009
________________ ર૪ બૃહતસંગ્રહણી સંત્રમુ–ગાથાર્થ સહિત સમચતુરઝ, ન્યગ્રોધ, સાદિ, વામન, કુન્જ અને હુંડક એ છ સંસ્થાન જીવોને હોય છે. સર્વ રીતે જે સંસ્થાન લક્ષણવાળું હોય તે સમચતુરસ્ત્ર કહેવાય, નાભિની ઉપરનો ભાગ લક્ષણવાળો હોય તે ન્યગ્રોધ, નાભિની નીચેનો ભાગ લક્ષણવંત હોય તે ત્રીજું સાદિ, પીઠ–ઉદર–ઉર વર્જીને મસ્તક–ડોક–હાથ–પગ લક્ષણવાળા હોય તે ચોથું વામન, શિર–ડોક વગેરે લક્ષણ હીન હોય અને પીઠ ઉદર વગેરે સુલક્ષણા હોય તે પાંચમું કુજ, અને સર્વ અવયવો લક્ષણ રહિત હોય તે છઠું હુંડક સંસ્થાન જાણવું. ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ તિચિને છ એ સંસ્થાન હોય, દેવોને પ્રથમ સમચતુરસ્ત્ર સંસ્થાન જ હોય અને બાકીના સર્વ જીવોને હુંડક સંસ્થાન હોય છે. (૧૬૩–૧૬૪–૧૬૫) जंति सुरा संखाउय-गब्भयपज्जत्तमणुअतिरिएसुं । पज्जत्तेसु य बायर-भूदगपत्तेयगवणेसु ॥१६६॥ तत्थवि सणंकुमार-प्पभिई एगिदिएसु नो जंति । आणयपमुहा चविलं, मणुएसुं चेव गच्छंति ॥१६७॥ સામાન્ય રીતે દેવો સંખ્યવર્ષના આયુષ્યવાળા ગર્ભજ મનુષ્ય તેમજ ગર્ભજ તિર્યંચમાં તેમજ પર્યાપ્તિ બાદર પૃથ્વીકાય, અપૂકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. તેમાં પણ સનસ્કુમારથી લઈને ઉપરના દેવો એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી, અને આનત વગેરે ઉપરના દેવો તિયચમાં પણ ઉત્પન્ન થતા નથી, ફક્ત મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. (૧૬૬-૧૬૭) दो कप्प कायसेवी, दो दो दो फरिसरूवसद्देहिं । चउरो मणेणुवरिमा, अप्पवियारा अणंतसुहा ॥१६॥ ભવનપતિ, વન્તર, જ્યોતિષી, સૌધર્મ તથા ઇશાન દેવલોક સુધીના દેવો મનુષ્યોની માફક કાયાથી વિષયનું સેવન કરનારા હોય છે, ત્રીજાચોથા દેવલોકના દેવો સ્પર્શ માત્રથી, પાંચમા છઠ્ઠા દેવલોકના દેવો રૂપદર્શન માત્રથી, સાતમા આઠમા દેવલોકના દેવો શબ્દશ્રવણ માત્રથી, નવ-દશ-અગિયાર તથા બારમા દેવલોકના દેવો મનમાં ચિંતવન કરવા માત્રથી વિષયથી વિરામ પામે છે, અને તેથી ઉપરના દેવો અલ્પ વિકારવાળા તેમજ અનંત સુખવાળા છે. (૧૬૮) जं च कामसुहं लोए, जं च दिवं महासुहं । વીરાયતે–તમારિ નાથ ૧૧દદા લોકને વિષે જે વિષય સુખ છે, અને દેવોનું જે દિવ્ય સુખ છે, તે વીતરાગ ભગવંતના સુખ પાસે અનંતમાં ભાગનું પણ નથી. (૧૬૯). उववाओ देवीणं, कप्पदुगं जा परो सहस्सारा । गमणाऽऽगमणं नत्थि, अच्चुअपरओ सुराणंपि ॥१७०॥ દેવીઓની ઉત્પત્તિ ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી તેમજ સૌધર્મઇશાન એ બે દેવલોક સુધી છે, આઠમાં સહસ્ત્રાર સુધી દેવીઓનું ગમનાગમન છે અને તેથી ઉપર ગમનાગમન પણ નથી. (૧૦૦) तिपलिअ तिसार तेरस,-सारा कप्पदुग-तइअ-लंत अहो । किब्बिसिअ न हुंतुवरिं, अच्चुअपरओऽभिओगाई ॥१७१॥ પહેલા બે દેવલોકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા, ત્રીજા સનસ્કુમાર દેવલોકની નીચે ત્રણ સાગરોપમના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042