Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1013
________________ ર૮ મૃતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત संकंतदिव्वपेमा, विसयपसत्ताऽसमत्तकत्तव्वा । अणहीणमणुअकजा, नरभवमसुहं न इंति सुरा ॥१६३॥ चत्तारि पंचजोयण, सयाई गंधो य मणुअलोगस्स । उ९ वच्चइ जेणं, न उ देवा तेण आवंति ॥१६४॥ દેવાંગનાઓમાં સંક્રાન્ત થયેલા દિવ્યપ્રેમથી, વિષયોમાં આસક્તિ હોવાથી, દેવલોકનું કાર્ય અપૂર્ણ હોવાથી, મનુષ્યાધીન કાંઈપણ કાર્ય ન હોવાથી દેવલોકની અપેક્ષાએ) અશુભ એવા મનુષ્યલોકમાં દેવો આવતા નથી. વળી મનુષ્યલોકનો દુર્ગધ ચારસોથી પાંચસો યોજન સદાકાળ ઉંચો જાય છે, તેથી પણ દેવો અહીં આવતા નથી. (૧૯૩–૧૯૪) दो पढमकप्पपढम, दो दो दो बीअतइयगचउत्थिं । चउ उवरिम ओहीए, पासंति अ पंचमि पुढविं ॥१६॥ छढेि छग्गेविजा, सत्तमिमियरे अणुत्तरसुरा उ । किंचूणलोगनालिं, असंखदीवुदहि तिरियं तु ॥१६॥ बहुअयरं उवरिमगा, उहुं सविमाणचूलियधयाई ।। કપાસા રે સંવ–નો તપમાં લા. पणवीस जोयणलहू, नारय-भवण-वण जोइकप्पाणं । વિપુરાણ ય, ગહિલ ગોહિગાWIR I૧૬sil તાર–પત્તા,–પડદા–લત્તરી મુર્ર–પુ–નવે | तिरियमणुएसु ओही, नाणाविहसंठिओ भणिओ ॥१६॥ પહેલા બે દેવલોકના દેવોનું અવધિજ્ઞાન પહેલી નરકમૃથ્વી સુધી, ત્રીજા ચોથા દેવલોકના દેવોનું અવધિજ્ઞાન બીજી નરક સુધી, પાંચમા–છઠ્ઠા દેવલોકના દેવોનું ત્રીજી નરક સુધી, સાતમા-આઠમા દેવલોકના દેવોનું ચોથી નરક સુધી, ૯-૧૦-૧૧ અને ૧૨ માં દેવલોકનું અવધિજ્ઞાન પાંચમી નરક સુધી હોય છે, ત્યારપછી પ્રથમની છ રૈવેયકના દેવોનું છઠ્ઠી નરક સુધી, ઉપરની ત્રણ રૈવેયક સાતમી નરકમૃથ્વી સુધી અને અનુત્તરના દેવોનું અવધિજ્ઞાન કાંઈક ન્યૂન સંપૂર્ણ લોકનાલિકા સુધી હોય છે. વળી તે સૌધર્માદિ દેવો તિહુઁ વધુમાં વધુ અસંખ્યાત–દ્વીપ સમુદ્ર સુધી અવધિજ્ઞાનથી દેખે. તે બારે દેવલોકના દેવો ઊર્ધ્વ પોતપોતાના વિમાનની ધ્વજા સુધી દેખે. અધ સાગરોપમથી ન્યૂન આયુષ્યવાળા દેવોનું અવધિક્ષેત્ર સંખ્યાતા યોજન હોય, અને તેથી વધુ આયુષ્યવાળાનું અવધિક્ષેત્ર અસંખ્ય યોજન પ્રમાણ હોય, લઘુ અધિક્ષેત્ર ૨૫ યોજન પ્રમાણ હોય. નારકી, ભવનપતિ, વ્યત્તર, જ્યોતિષી બારદેવલોક, નવરૈવેયક, પાંચ અનુત્તરના દેવોનો અનુક્રમે અવધિજ્ઞાનનો આકાર તરાપો, પાલો, પટહ, ઝાલર, મૃદંગ, પુષ્પગંગેરી અને યવ જેવો હોય છે. તિર્યંચ તથા મનુષ્યોનું અવધિજ્ઞાન જુદા જુદા પ્રકારના આકારવાળું હોય છે. (૧૯૫–૧૯૬-૧૯૭–૧૯૮–૧૯૯). उटुं भवणवणाणं, बहुगो वेमाणियाणऽहो ओही । नारय-जोइसतिरियं, नरतिरियाणं अणेगविहो ॥२००॥ ભવનપતિ તથા વ્યત્તરોનું અવધિજ્ઞાન ઉંચે ઘણું હોય છે, વૈમાનિકોનું અવધિજ્ઞાન નીચે ઘણું હોય છે, નારકી અને જ્યોતિષીનું અવધિક્ષેત્ર તિછું વધારે હોય છે, અને મનુષ્ય તિર્યંચોનું અવધિક્ષેત્ર અનેક પ્રકારનું હોય છે. (૨૦૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042