________________
ર૬
હતસંગ્રહી સત્રમ—ગાથાર્થ સક્તિ
જે દેવોનું દશ હજાર વર્ષ પ્રમાણ જઘન્ય આયુષ્ય હોય છે. તેઓને એકાંતરે આહારનું ગ્રહણ તેમજ સાત સ્તોક થાય ત્યારે એક વખત શ્વાસોશ્વાસની ક્રિયા હોય છે. (૧૭૮)
आहिवाहिविमुक्कस्स, नीसासूसास एगगो । पाणु सत्त इमो थोवो, सोवि सत्तगुणो लवो ॥१७६॥ लवसत्तहत्तरीए, होइ मुहूत्तो इमम्मि ऊसासा । सगतीससयतिहुत्तर, तीसगुणा ते अहोरते ॥१८०॥ लक्खं तेरससहस्सा, नउअसयं-अयरसंखया देवे । पक्खेहिं ऊसासो, वाससहस्सेहिं आहारो ॥१८१॥
આધિવ્યાધિ રહિત નીરોગી પુરુષનો એક શ્વાસોશ્વાસ તેને પ્રાણ કહેવાય, એવા સાત પ્રાણનો એક સ્ટોક થાય. સાત સ્તોકનો એક લવ થાય. સત્તોત્તેર લવનું એક મુહૂર્ત (બેઘડી) થાય, તેટલા એક મુહૂર્તમાં ૩૭૭૩ શ્વાસોશ્વાસ થાય. ઉપર જણાવેલા ત્રીશ મુહૂર્ત (૬૦ ઘડી) નો એક અહોરાત્ર થાય, એક અહોરાત્રમાં ૧૧૩૧૦ શ્વાસોશ્વાસ થાય છે. (આ પ્રમાણે નીરોગી માણસને એક અહોરાત્રમાં કેટલા શ્વાસોશ્વાસ થાય તે જણાવ્યું, હવે દેવો માટે વિશેષ કહે છે) જે દેવોનું જેટલા સાગરોપમનું આયુષ્ય હોય, તેટલા પખવાડિયે તેમને શ્વાસોશ્વાસ લેવાનો હોય, અને તેટલા હજાર વર્ષે આહારની અભિલાષા થાય. (૧૭૯-૧૮૦–૧૮૧)
दसवाससहस्सुवरिं, समयाई जाव सागरं ऊणं ।
दिवसमुहूत्तपुहुत्ता, आहारूसास सेसाणं ॥१२॥
દશ હજાર વર્ષથી સમયાદિ અધિક એમ વધતાં વધતાં કાંઈક ન્યૂન સાગરોપમના આયુષ્યવાળા દેવોને દિવસ પૃથકત્વે (બેથી નવ દિવસે) આહારનો અભિલાષ થાય અને મુહૂર્ત પૃથફતે (બેથી નવ મુહૂર્ત) એકવાર શ્વાસોશ્વાસ હોય. (૧૮૨)
सरिरेणोयाआहारो, तयाइ-फासेण लोमआहारो ।
पक्खेवाहारो पुण, कावलिओ होइ नायब्बो ॥१३॥
તૈજસ કામણ શરીર વડે ગ્રહણ કરવામાં આવતા આહારનું નામ ઓજ આહાર છે, ત્વચા-ચામડીના સ્પર્શદ્વારા અર્થાત્ રોમવડે ગ્રહણ થતાં આહારનું નામ લોમઆહાર છે અને હાથમાં લઈને મુખમાં મૂકવા રૂપ આહારનું નામ પ્રક્ષેપાહાર છે. (૧૮૩)
ओयाहारा सब्बे, अपजत्त पजत्त लोमआहारो । सुरनिरयइगिदि विणा, सेस भवत्था सपक्खेवा ॥१८४॥
અપર્યાપ્ત અવસ્થામાં સર્વ જીવો ઓજ આહારવાળા છે, લોમભાર (તથા પ્રક્ષેપાહાર) પર્યાપ્તાવસ્થામાં જ હોય અને દેવ નારકી તથા એકેન્દ્રિય સિવાય બાકીના જીવો પ્રક્ષેપ (કવલ) આહારવાળાં છે. (૧૮૪)
सचित्ताचित्तोभय-रूवो आहार सव्वतिरियाणं । सवनराणं च तहा, सुरनेरइयाण अचित्तो ॥१८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org