Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1022
________________ નારકોને અવધિજ્ઞાનનું ક્ષેત્ર, સંપૂ૦, ગર્ભજ મનુષ્યનું સ્વરૂપ ૩૭ रयणाए ओही गाउअ, चत्तारखुट्ट गुरुलहु कमेणं । पइ पुढवि गाउअद्धं, हायइ जा सत्तमि इगद्धं ॥२५६॥ પહેલી નરકમાં અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉત્કૃષ્ટ ચાર ગાઉનું, તથા જઘન્યથી સાડાત્રણ ગાઉનું, ત્યારબાદ બીજીમાં ઉત્કૃષ્ટ ૩ ગાઉ, જઘન્ય ૩ ગાઉ, ત્રીજીમાં ઉત્કૃષ્ટ ૩, જઘન્ય રા ગાઉ, ચોથીમાં ઉત્કૃષ્ટ રા ગાઉ, જઘન્ય ૨ ગાઉ, પાંચમીમાં ઉત્કૃષ્ટ ૨ ગાઉ, જઘન્ય ના ગાઉ, છઠ્ઠીમાં ઉત્કૃષ્ટ ના, જઘન્ય ૧ ગાઉ અને સાતમીમાં ઉત્કૃષ્ટ ૧ ગાઉ તથા જઘન્ય ગા ગાઉનું અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર હોય છે. (૨૫૯) # ત્રીજો મનુષ્યગતિનો અધિકાર અને મોક્ષગતિ વિવરણ છે गब्भनरतिपलिआऊ, तिगाउ उक्कोसतो जहन्नेणं । मुच्छिम दुहावि अंतमुहु, अंगुलाऽसंखभागतणू ॥२६०॥ ગર્ભજ મનુષ્યની ઉ૦ આયુષ્યસ્થિતિ ત્રણ પલ્યોપમ, તેમજ ઉ૦ અવગાહના ત્રણ ગાઉ હોય છે. ગર્ભજ મનુષ્યોનું જઘન્ય તથા સંમૂચ્છિમ મનુષ્યનું જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારનું આયુષ્ય અન્તર્મુહૂર્વનું છે. તથા ગર્ભજ મનુષ્યની જઘન્ય તથા સંમૂચ્છિમ મનુષ્યની જઘન્ય ઉત્કૃષ્ટ બન્ને પ્રકારની અવગાહના અંગુલના અસંખ્ય ભાગ જેટલી હોય છે. (૨૬૦) बारस मुहुत्त गब्भे, इयरे चउवीस विरह उक्कोसो । जम्ममरणेसु समओ, जहण्णसंखा सुरसमाणा ॥२६१॥ ગર્ભજ મનુષ્યનો ઉપપાતવિરહ તથા અવનવિરહ ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તનો હોય છે, તથા સંમૂચ્છિમ મનુષ્યનો ઉપપાત અવનવિરહ ચોવીશ મુહૂર્તનો હોય છે, ગર્ભજ-સંમૂચ્છિમ બન્નેનો જઘન્ય ઉપપાતઅવનવિરહ કાળ એક સમયનો છે, ઉપપાતવન સંખ્યા દેવસમાન અર્થાત્ એક સમયમાં એક બે યાવત્ સંખ્ય જીવો ઉત્પન્ન થાય છે અને અવે છે. (૨૬૧) સત્તાહિg, તેવા–અસંહનતિરિક | मुत्तूण सेसजीवा-उप्पज्जंती नरभवंमि ॥२६२॥ સાતમી નરકના જીવો, તેઉકાય, વાયુકાય, તેમજ યુગલિક તિર્યંચ મનુષ્યો સિવાય બધાય દડકમાંથી અનન્તરપણે જીવો મનુષ્યભવમાં ઉત્પન્ન થઈ શકે છે. (૨૬૨) सुरनेरइएहिं चिय, हवंति हरि-अरिह-चक्कि-बलदेवा ।। चउविह सुर चक्किबला, वेमाणिअ हुंति हरिअरिहा ॥२६३॥ વાસુદેવ અરિહંત ચક્રવર્તી અને બલદેવ નિશ્ચયે દેવનારકમાંથી જ આવેલા હોય છે, ચક્રવર્તી_બલદેવ ચારે પ્રકારના દેવોમાંથી આવી શકે છે. જ્યારે વાસુદેવ તથા અરિહંત દેવભવમાંથી આવેલા હોય તો નિશ્ચયે વૈમાનિકમાંથી જ અનંતરપણે આવેલા હોય. (૨૬૩) हरिणो मणुस्सरयणाई, हुंति नाणुत्तरेहिं देवेहिं । जहसंभवमुववाओ, हयगयएगिदिरयणाणं ॥२६४॥ વાસુદેવના સાત અને ચક્કીના ચૌદરત્નો પૈકી જે મનુષ્યરત્નો છે તે અનુત્તર દેવલોક સિવાય બીજેથી આવેલા જાણવા. બાકીના હાથી, અશ્વ, અને એકેન્દ્રિય સાત રત્નોનો ઉપપાત યથાસંભવ જાણવો. (૨૬૪) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042