________________
[ ૭૫૪ ] સૂર્ય-ચન્દ્રના માંડલા માટે એવું વિચારેલું કે મર્યાદિત ઉંચાઈનો મેરુપર્વત બનાવીને સૂર્ય-ચન્દ્રના માંડલા તારથી બનાવવા અને મેગ્નેટ શક્તિથી આકાશમાં અદ્ધર એની મેળે સમતોલપણે રહી શકે તે રીતે આયોજન કરવું અને એની અંદર સરળતાથી સૂર્યની ગતિ થઈ શકે એવી રીતે વૈજ્ઞાનિક ટ્રીકથી યાત્રિક ગોઠવણી કરાવવી. આ માટે ટેકનીકલ વિષયના નિષ્ણાત કારીગરોની સલાહ લીધી હતી. તે લોકોએ ચૌદરાજ, મેરુપર્વત અને બીજાં આવાં વૈજ્ઞાનિક બુદ્ધિગમ્ય કઠણ કાર્યો કરી આપવા ઉત્સાહ પણ બતાવ્યો હતો. પરંતુ દરેક બાબતો ભાગ્યાધીન છે એટલે એ પ્રોજેકટ અમલમાં મૂકી શકાયો નહીં , અને એનો રંજ રહી ગયો.
વિ. સં. ૧૯૯૫માં પાલીતાણા જૈન સાહિત્યમંદિરમાં વર્ધમાનવિદ્યા, સૂરિમંત્ર, સિદ્ધચક્ર વગેરે પટોનું રંગીન કામ કપડાં કે કાગળ ઉપર હાથે બનાવવાની ભાવના જાગી અને ઐતિહાસિક દૃષ્ટિએ જૈન સાધુઓએ પણ પોતાના હાથે પોતાની ઉચિત મર્યાદા જાળવીને ચિત્રકામ કર્યું. એની નોંધ ભાવિ ઇતિહાસ લે અને મારા હાથે એક શ્રેષ્ઠકૃતિનું સર્જન થયું એનો સંતોષ થાય એ ખાતર મેં પોતે ચિત્રકલા શીખવાનું શરૂ કરેલું અને આ માટે પ્રારંભમાં મોડલો ચિતરવાનું કામ શીખ્યો. જુદાં જુદાં મોડલો પેન્સિલથી બનાવ્યાં, તેની બે ડ્રોઇંગ બુકો આજે પણ અહીંના જૂના સંગ્રહમાં વિદ્યમાન છે. કલાકારો અને ચિત્રકારો આ નોટો જોઇને આનંદ સાથે આશ્ચર્ય અનુભવે છે.
વિ. સં. ૨૦૦૩માં વડોદરામાં જેબૂદ્વીપ અને અઢીદ્વીપના નકશા કરવાની ઈચ્છા થઈ. ૫-૫ ફૂટના નકશા થાય તો કંઈક સ્કેલ બતાવી શકાય, એટલે આ માટે મોટો કપાસ જોઈએ. એ કંપાસ લંડન મળતો હતો. ત્યાંથી મંગાવીને અને બીજાં સાધનો રાખીને સ્કેલના માપે નકશા જોયા હતા. અંદર થોડું સુંદર રીતે લખાણ પણ કર્યું હતું. વિહાર થતાં તે અધૂરાં રહી ગયાં, ત્યારે બીજા નાનાં-મોટાં નકશાઓ વગેરે ચિત્રોનાં કામ પણ કર્યાં હતાં. મારા પૂજ્ય ગુરુદેવ પણ ચિત્રકામમાં ખૂબ જ નિષ્ણાત હતા. મારી દીક્ષા પહેલા ખંભાતમાં ચૌદ રાજલોકનું મોટું રંગીન ચિત્ર તથા ગોળ અને ચોરસ સમોસરણનાં ચિત્રો પણ તેઓશ્રીએ બનાવ્યાં હતાં, જે આજે પણ અમારા સંગ્રહમાં છે. આ પ્રમાણે ચિત્રોને લગતી મારી કવિતવ્ય કથા પૂરી થઈ. વિ. સં. ૨૦૪૭, દિવાળી, પાલીતાણા
-અનુવાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org