Book Title: Sangrahaniratnam Bruhat Sangrahani Sutra
Author(s): Yashovijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 1001
________________ ૧૬ બૃહતસંગ્રહણી સત્રમુ–ગાથાર્થ સહિત जत्तो वट्टविमाणा, तत्तो तंसस्स वेइया होइ । पागारो बोद्धब्बो, अवसेसेसुं तु पासेसुं ॥१०७॥ [प्र. गा. सं. ३४] જે દિશાએ ગોળ વિમાનો છે તેની સન્મુખ ત્રિકોણ વિમાનોને વેદિકા હોય છે, અને બાકીની બે દિશામાં કાંગરા સહિત ગઢ હોય છે. (૧૦૭) पढमंतिमपयरावलि-विमाणमुहभूमि तस्समासद्धं । पयरगुणमिट्ठकप्पे, सब्बग्गं पुष्फकिण्णियरे ॥१०८॥ પ્રથમ પ્રતરગત પંક્તિનાં વિમાનોની સંખ્યા તે મુખ અને અન્તિમ પ્રતિરોની પંક્તિગત વિમાનસંખ્યા તે ભૂમિ કહેવાય, એ બન્ને સંખ્યાનો સરવાળો કરી તેનું અર્ધ કર્યા બાદ ઇષ્ટ દેવલોકના પ્રતરોની સંખ્યા સાથે ગુણવાથી આવલિકાગત વિમાનસંખ્યા પ્રાપ્ત થશે, અને કુલ વિમાનસંખ્યામાંથી બાદ કરતાં બાકીની પુષ્પાવકીર્ણ વિમાનોની સંખ્યા આવશે. (૧૦૮) इगदिसिपंतिविमाणा, तिविभत्ता तंस चउरंसा वट्टा । तंसेसु सेसमेगं, खिव सेस दुगस्स इक्किकं ॥१०६॥ तंसेसु चउरंसेसु य, तो रासि तिगंपि चउगुणं काउ । वट्टेसु इंदयं खिव, पयरधणं मीलियं कप्पे ॥११०॥ કોઈપણ એક દિશાગત પંક્તિના વિમાનો ત્રણભાગે સરખા વહેંચી નાંખવા, વહેંચતા જો એક સંખ્યા શેષ રહે તો ત્રિકોણ વિમાનોમાં એક સંખ્યા ઉમેરવી, બે વધે તો ત્રિકોણ તથા સમચોરસ બન્ને વિમાનોમાં એક એક સંખ્યા ઉમેરવી. પછી તે પ્રત્યેક સંખ્યાને ચારે ગુણી નાંખવી, વૃત્તરાશિ જે આવે તેમાં ઈન્દ્રક વિમાન ઉમેરવું. એમ કરવાથી ઇષ્ટ ઇષ્ટ પ્રતરે તથા પરિણામે ઇષ્ટ કલ્પે ત્રિકોણ સમચોરસ તથા વૃત્તવિમાનોની પૃથક સંખ્યા પ્રાપ્ત થશે. (૧૦૯-૧૧૦) વખેસુ ય મિત્ર મહિનો, વહિંસા જ છાત–સાનૂN | દયાય-ભુયં-પી–સદ વિડિપાડું વિંધાર્ડ 999 . 7. 8 રૂ૪] મૃગ, મહિષ, વરાહ (ભંડ), સિંહ, બોકડો, દેડકો, ઘોડો, હાથી, સર્પ, ગેંડો, વૃષભ તથા જાતિવિશેષ મૃગનું અનુક્રમે સૌધર્માદિ બાર દેવલોકના દેવોનાં મુકુટને વિષે ચિહ્ન હોય છે. (૧૧૧) चुलसि असिइ बावत्तरि, सत्तरि सट्ठी य पन चत्ताला ॥ तुल्लसुर तीस वीसा, दस सहस्सा आयरक्ख चउगुणिया ॥११२॥ સૌધર્મેન્દ્રના સામાનિક દેવો ૮૪000, ઇશાનેન્દ્રના ૮૦૦૦૦, સનત્કુમારના ૭૨૦00, માહેન્દ્રના ૭0000, બ્રત્યેન્દ્રના ૬૦000, લાંતકના ૫0000, શુક્રના ૪0000, સહસ્ત્રારના ૩0000, આનત– પ્રાણતના ૨૦000, અને આરણ—અમૃતના ૧0000, સામાનિક દેવો છે, તેનાથી ચાર ગુણા પ્રત્યેકના આત્મરક્ષક દેવો છે. (૧૧૨) दुसु तिसु तिसु कप्पेसु, घणुदहि घणवाय तदुभयं च कमा । सुरभवण पइट्ठाणं, आगासपइट्ठिया उवरिं ॥११३॥ પ્રથમના બે દેવલોકને ઘનોદધિનો આધાર, ત્રીજા-ચોથા અને પાંચમા દેવલોકને ઘનવાતનો આધાર, છઠા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032 1033 1034 1035 1036 1037 1038 1039 1040 1041 1042