________________
[ ૭૪૧ ) કરીને માર્ગમાં આવતાં ગામ-નગરો જીતતો ચુલ્લ-હિમવંત પર્વત સમીપે આવી, અઠ્ઠમ તપ કરી માગધ તીર્થવત્ બાણ ફેંકવા દ્વારા હિમવંત દેવને જીતી ભેટશું લઈ આણ વર્તાવી, મહોત્સવ કરીને ઋષભ લૂટે આવી સ્વનામ અને વિજય સંદેશને કાકિણી રત્નથી આલેખે. હિમવંત એ અંતિમ છેડો છે.
- હવે ત્યાંથી ચક્ર અને ચક્રી પાછા ફરીને વિદ્યાધરોને સાધવા દક્ષિણ બાજુ વૈતાઢય તરફ ચાલીને અઠ્ઠમ તપ કરે, ત્યાં અચિંત્ય દિવ્ય શક્તિથી વિદ્યાધરો ચક્રીનું આગમન જાણી પૂર્વથી જ સ્ત્રી રત્નાદિકનું અદ્ભુત ભેટશું કરે. ચકી અત્યન્ત ખુશ થઇ, સ્વીકાર કરી, પછી પારણું કરી, મહામહોત્સવ કરે. પછી ઇશાન કોણે સિંધુદેવીવત ગંગાદેવીને સાધે, તેનું ભેટર્ણ લઈ મહોત્સવ કરી, પછી અઠ્ઠમ તપ કરી ખંડપ્રપાતા ગુફાના દેવને આરાધી, ચક્રીની આજ્ઞાથી સિધુ નિષ્ફટ મુજબ ચરિત્નથી ગંગા ઊતરી સેનાની મ્લેચ્છ રાજાઓ સાથે મહાયુદ્ધ કરી, ગંગા નિકૂટને જીતે, પછી તમિસ્રાવત (ગુફા) પૂર્વોકત વિધિ મુજબ દંડરનથી ખંડપ્રપાતા ગુફાનાં દ્વાર ઉઘાડી, પ્રકાશ મંડળો આલેખી, સામા દ્વારે બહાર નીકળી, ગંગાના પશ્ચિમે પડાવ નાંખી, ચક્રી અઠ્ઠમ કરીને તત્રવર્તી નવનિધિને આરાધે, નવનિધિના અધિષ્ઠાયક સ્વામી પ્રસન્ન થઈ આજ્ઞા સ્વીકારીને નવનિધિને સમર્પ. અન્યદા ચક્રી પૂર્વવત્ સેનાની દ્વારા ગુફાના દક્ષિણાઈ ભરતના ગંગા નિકૂટનો વિજય કરાવે.
આ પ્રમાણે છ ખંડને સાધીને ચૌદ રત્ન તથા પાતાળ માર્ગે-ભૂગર્ભમાં ગમન કરનારી નવનિધિની મંજૂષા તથા સર્વ ભટણાદિક દ્રવ્યોને લઈને સ્વનગર સમીપે આવી બહાર વાસો કરે, ત્યાં નિવાસ કરી ઉત્સાહ તથા દિગ્વિજ્યાદિકની શાન્તિ માટે નગરદેવની આરાધનાર્થે. નિયમ મુજબ અઠ્ઠમ તપ કરે. (હવે અહીં નવ નિધિ તો નગરીની બહાર જમીનની અંદર રહે છે કારણકે એકેક નિધિ જ સ્વનગરી પ્રમાણ હોવાથી તે નગરીમાં તો ક્યાંથી જ સમાય ?) પછી ચક્રવર્તી મહામહોત્સવ તથા અગણ્ય મંગલોપૂર્વક શુભ સમયે મહાન ઠાઠમાઠથી નગર પ્રવેશ કરે. આભિયોગિક દેવો તે વખતે મહાધન-ધાન્યની વૃષ્ટિઓ કરે અને સમગ્ર નગરને શણગારે છે અને સર્વત્ર આનંદ આનંદ ફેલાવે છે. નગરમાં આવી ચક્રી સર્વ રત્નની, સૈન્યની, નગરજનોની ખબર અંતર પૂછી સર્વના યથાયોગ્ય આદર સત્કાર કરીને તેઓને વિસર્જન કરે, પછી છેવટે સ્વકુટુમ્બની શાન્તિ પૂછે, પછી સુખેથી રાજ્યસુખ ભોગવતા દિવસો પસાર કરે. આ દિગ્વિજયમાં ચક્રવર્તીને હજારો વર્ષો પણ ચાલ્યાં જાય છે. ત્યારબાદ યોગ્ય સમયે સોળ હજાર યક્ષો, સોળ હજાર રાજા તથા સેનાપતિ રત્નાદિકની વિનંતિથી ચક્રીપણાનો સ્વીકાર થતાં આભિયોગિક દેવો મણિરત્નથી શોભતો અભિષેક મંડપ રચે, રાજ્યાભિષેક અંગે ચકી અઠ્ઠમતપ કરી, હાથી ઉપર બેસી વાજતે ગાજતે મંડપમાં આવે, ત્યાં વિધિપૂર્વક સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે, શુભ લગ્ન સર્વ પ્રજાજનો ક્ષીર-જલાદિકનો અભિષેક કરે, પછી મહાઆભૂષણ શણગારોથી યુકત દિવ્ય વસ્ત્રો પહેરે અને યાવત્ “તમો બાર વર્ષ પર્યન્ત નગરમાં મહોત્સવો ચાલુ રાખો !” એવી ઉદ્ઘોષણા કરાવે પછી ચક્રી સ્વપ્રાસાદે આવીને સુવર્ણથાળમાં અક્રમનું પારણું કરે, પછી નિઃશંકપણે નિષ્ફટક એવું છ ખંડનું સામ્રાજય ભોગવતો, બે હજાર દેહરક્ષક યક્ષોથી સેવાતો, ૬૪૦૦૦ અંતઃપુરીઓ સાથે વૈક્રિય શરીરને ધારણ કરી, દિવ્ય યથેચ્છ સુખ ભોગવતો વિહરે છે.
૧. સંક્ષિપ્ત તારણ-ચક્રરત્ન હંમેશા પ્રમાણીગુલ નિષ્પન્ન ૧ યોજન જ (૪00 ગાઉ) ચાલે, હંમેશાં તેટલું ચાલતાં માર્ગમાં આવતા દેશ, નગરોને પણ જીતવામાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org