________________
[ ૭૩૯ ]
સાર્વભૌમ-ચક્રવર્તીઓનું સ્વરૂપ
નોંધઃ-આપણા ભરતક્ષેત્રમાં દરેક કાળે પુરુષવર્ગમાં સર્વશ્રેષ્ઠ ગણાતી માત્ર ૬૩ વ્યક્તિઓ જન્મે છે. એમાં ચક્રવર્તીઓ બાર જ હોય છે. કરોડો-અબજો વરસના કાળમાં માત્ર ચક્રી ૧૨ થાય છે, એટલે તે વિરલ વ્યક્તિમાં ગણાય. તેથી અહીંયા ચક્રવર્તીનો પરિચય અને તેની છ ખંડની વિજયયાત્રા ડાયરીની નોંધની જેમ રજૂ કરી છે. એક ચક્રવર્તીની જેવી યાત્રા હોય તેવી જ બીજા ચક્રીની હોય છે.
સિવિનય મ–તીર્થકરવત્ ચક્રવર્તીઓ પણ ઉચ્ચજાતિ, ઉચ્ચગોત્ર અને રાજકુલે જ જન્મ લે છે, પરંતુ નીચ કુલમાં કદાપિ જન્મ લેતા નથી. અરિહંત જનનીવત્ ચક્રવર્તી ગર્ભમાં આવતાં જ ચક્રીની માતા પણ ચૌદ મહાસ્વપ્નોને જુએ છે. વળી એટલું વિશેષ છે કે જો નરકથી ચક્રીનો જીવ ગર્ભે આવ્યો હોય તો બારમે સ્વપ્ન “ભવન’ દેખે અને વૈમાનિક દેવલોકથી આવ્યો હોય તો વિમાન’ દેખે છે. અનુક્રમે ગર્ભકાળ પૂર્ણ થયે જન્મ થતાં મહામહોત્સવો થાય છે. સર્વ રીતે નગરમાં આનંદ આનંદ કરાવાય છે. અનુક્રમે સ્તનપાનાર્થે ધાત્રી–ધાવમાતા સ્નાન કરાવનારી, વસ્ત્રાભૂષણ પહેરાવનારી, અંકે (ખોળામાં) બેસાડનારી અને પાંચમી ક્રીડા કરાવનારી એ પાંચ ધાવમાતા-દાસીઓથી લાલન-પાલન કરાય છે. ત્યારબાદ તેમાં ક્રમશઃ યથોચિત નામ સ્થાપનાદિક સંસ્કારો મહાઠાઠથી ઉજવાય છે. પછી સુખે સુખે વૃદ્ધિ પામતાં તેઓને અનેક વિષયના અનેક પંડિતો તથા કલાચાર્યો પાસે શાસ્ત્રમાં તથા દરેક કળામાં પ્રવીણ કરાવવામાં આવે છે. તેઓ પ્રથમ સંઘયણ તથા પ્રથમ સંસ્થાનવાળા હોય છે. તેઓ ક્રમશઃ યુવાવસ્થાને પામે ત્યારે સંપૂર્ણ ૧૦૦૮ પ્રકારના ઉત્તમોત્તમ સામુદ્રિક લક્ષણોપેત શરીરવાળા થાય છે અને તેઓને દક્ષિણાવર્ત (જમણે શરૂ થઈ ડાબી બાજુ વળાંક લેતા એવા) પ્રશસ્ત લોમ હોય છે અને વક્ષસ્થળે “શ્રી વત્સ” નું ચિહ્ન હોય છે તેમજ તેઓ રાજાયોગ્ય, અવ્યંગ, લક્ષણાદિ વગેરે ૩૬ ગુણોયુક્ત અને સુવર્ણ જેવા શરીરી હોય છે.
આ પ્રમાણે સુખમાં દિવસો વીત્યે થકે અન્યદા યથાયોગ્ય સમયે તેની પ્રાયઃ) આયુધશાળામાં મહાદિવ્ય રત્નોથી અલંકૃત ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. શાકારક્ષક રત્નને જોઈ હૃષ્ટપુષ્ટ થતો નમસ્કાર કરી ચક્રીને વિનયપૂર્વક શુભ સમાચાર આપે, ચક્રવર્તી મુકુટ સિવાય શાલારક્ષકને પ્રચુર દ્રવ્ય અને આભૂષણોનું, આજીવન નિર્વાહ ચાલે તેટલું પ્રીતિદાન આપી, પોતે સિંહસનથી ઊતરી, ત્યાં જ સાત-આઠ પગલાં ચાલી, ચક્રની દિશા તરફ સ્તુતિ-નમસ્કારાદિક કરે, પછી સ્નાનાદિક કરી, મહાપૂજાની વિવિધ ઉત્તમોત્તમ સામગ્રી લઈને, વાજતે-ગાજતે મહાપરિવારયુક્ત આયુધશાળામાં આવી, ચક્રરત્નની વિધિ મુજબ પૂજા કરી, સર્વત્ર નગરમાં અઢારે આલમમાં (જાતમાં) આનંદ ફેલાવે, અને જિનેશ્વરોનાં મંદિરોમાં મહાઅષ્ટાલિકા મહોત્સવ કરે. મહોત્સવ પૂર્ણ થયા બાદ બાર જાતના દિવ્યનાદ-ધ્વનિપૂર્વક હજાર યક્ષોથી સેવાતું ચક્રરત્ન આયુધશાળાથી બહાર નીકળી આકાશમાં જ ચાલે, તે વખતે સર્વ લોકો તેને જુએ છે. પછી તે રત્ન માગધતીર્થ તરફ ચાલવા માંડે તે વખતે હાથી ઉપર આરૂઢ થયેલો, ચતુરંગી સેનાથી સજ્જ બનેલો સમયજ્ઞ ચક્રી, શુભ શુકનો-મંગલો લઈને તેની પછવાડે ચાલે, માર્ગમાં આવતા અનેક દેશ-નગરો, રાજાઓને જીતતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org