________________
[ ૭૪૪ ] કૌસ્તુભમણિયુક્ત, વક્ષસ્થળવાળા, ગરુડ ચિહ્ન યુકત ધ્વજાવાળા હોય છે. આ વાસુદેવો ભરતના છ ખંડ પૈકી દક્ષિણાર્ધના ત્રણ ખંડના ધણી, અનેક સુલક્ષણોપેત, ઉત્તમ ફળદાયક પાંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમોદી કી ગદા, ખગ, સારંગ, ધનુષ્ય, મણિ, અજ્ઞાન વનમાળા એ સાત રત્નોએ યુક્ત અને ચક્રીથી અર્ધ અર્ધ ઋદ્ધિ-સિદ્ધિવાળા હોવાથી ૩૨ હજાર મતાંતરે ૧૬ હજાર) દેવાંગના જેવી સ્ત્રીઓ સાથે ભોગ ભોગવતા વિહરે છે. આ વાસુદેવો ચક્રવર્તીના વિરહકાળે થાય છે.
વન–આ બળદેવો ચારે દેવનિકાયમાંથી આવનાર હોય છે. તેઓ પૂર્વભવમાં નિયાણું કર્યા વિના બળદેવપણું પામ્યા હોવાથી બળદેવના ભવે જ તેઓ સ્વર્ગે અથવા વહાલા અનુજ બંધુ-વાસુદેવના મરણના ખેદથી ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવા તે ચારિત્ર ધર્મનો સ્વીકાર કરી છેવટે મોક્ષે પણ જઈ શકે છે. બળદેવની માતા તેમના જન્મસૂચક ચૌદમાંથી ચાર સ્વપ્નોને જુએ છે. આ બળદેવની સંખ્યા પણ નવની હોય છે, કારણકે એક એક વાસુદેવ સાથે તેમના *સગા વડીલ બંધુ તરીકે જ એક એક બળદેવ ઉત્પન્ન થાય છે, છતાં તેઓ પરસ્પર દયાળુ, મત્સરરહિત, અનુત્તર અને નિર્મળ સ્નેહને ધારણ કરવાવાળા હોય છે. (જેવો સ્નેહ રામ, લક્ષ્મણ, કૃષ્ણ અથવા બળભદ્ર વચ્ચે હતો.) તેઓ ૧૦૮ લક્ષણયુક્ત, ગૌરવર્ણાય, અદ્ભુત રૂપવાળા, મહાબલી અને અમોઘ શકિતવાળાં, ધનુષ્ય, હળ, મૂશળ એ ત્રણ રત્નોથી યુક્ત, તાલચિહ્નયુક્ત ધ્વજાવાળા હોય છે. તેમની નિયમિત સ્ત્રી સંખ્યા ઉપલબ્ધ જોવાતી નથી. આ પ્રમાણે વાસુદેવો અને બળદેવો બને મળીને ત્રણ ખંડનું સુખેથી રાજ ભોગવનારા હોય છે.
પ્રતિવાસુદેવ–પ્રતિવાસુદેવનું સ્વપ્નાદિક સર્વ સ્વરૂપ વાસુદેવવત સમજવું. આ પ્રતિવાસુદેવો પણ નવ હોય છે. કારણકે પ્રત્યેક પ્રતિવાસુદેવ વાસુદેવની ઉત્પત્તિ થયેલી હોય ત્યારે સામ્રાજ્ય ભોગવતા હોય છે. તે વખતે શેષ અલ્પાયુષી પ્રતિવાસુદેવોને વાસુદેવો સાથે ભીષણ યુદ્ધમાં ઊતરવું પડે છે, અને વાસુદેવના મહાન બળ આગળ ન ફાવતાં છેવટનો ઉપાય લેવા પ્રતિવાસુદેવ મહાસુદર્શનચક્ર વાસુદેવના મસ્તકને છેરવા મૂકે છે. એ વખતે એ ચક્ર અનાદિકાળના નિયમ મુજબ “નિચ્ચે વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવો મરતા હોવાથી” વાસુદેવને ન હણતાં ઊલટું તાબેદાર બની જાય છે. એ વખતે વાસુદેવ એ જ ચક્ર પ્રતિવાસુદેવ ઉપર મૂકી તેનો શિરચ્છેદ કરી નરકધામમાં પ્રતિવાસુદેવોને પહોંચાડી વાસુદેવો તેનું ત્રણ ખંડનું સામ્રાજ્ય ભોગવે છે. એથી જ અનંત પ્રતિવાસુદેવો વાસુદેવને હાથે જ મર્યા છે અને મરશે. જેમ કૃષ્ણ જરાસંઘને હણ્યા હતા તેમ. આ પ્રમાણે અહીં કેવલ ત્રેસઠ શલાકા પુરુષોનું દિગ્દર્શન માત્ર કરાવ્યું.
નાર–વધુમાં દરેક વાસુદેવના વખતમાં એકબીજા વચ્ચે કલેશ કરાવવામાં કુતૂહલી પરંતુ બ્રહ્મચર્યના દિવ્ય, અદ્ભુત અને પ્રભાવશાળી સર્વોત્તમ ગુણવાળા અને એથી જ વાસુદેવાદિક રાજાઓની રાણીઓના અંતઃપુરમાં નિઃશંકપણે ગમનાગમન કરનારા લોકપ્રસિદ્ધ નવ નારદો ઉત્પન્ન થાય છે. તે ગૃહસ્થયોગી જેવા હોય છે, વળી ગગનગામિની વિદ્યાથી આકાશમાર્ગે ગમનાગમન કરનારા અને સર્વત્ર રાજસભામાં, રાજાનો આદેશ થતાં પોતે જોએલી, અનુભવેલી અનેકક્ષેત્રાદિક વિષયોની વિવિધ હાસ્યરસ ભરપૂર કૌતુકમય કથાઓને સંભળાવનારા અને તેથી એકબીજાને લડાવી આપવામાં મહાન કુશળ હોય છે.
* વાસુદેવ અને બલદેવની માતા અલગ અલગ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org