________________
[ ૭૪૫ ]
મહાવેવ (રુદ્ર-૧૧) જેઓ રુદ્ર નામથી પ્રસિદ્ધ છે તેઓ તથાવિધ કર્મવશે અનેક લોકવિરુદ્ધ આચરણો કરનારાં અને દેવ આરાધનથી અનેક પરાક્રમો બતલાવનારાં, અનેક વિદ્યાના જાણકાર અને મહાવ્યભિચારી હોય છે. લોકમાં પણ છેલ્લો મહાદેવ-પાર્વતીનો પ્રસંગ સર્વત્ર પ્રસિદ્ધ રહ્યો છે.
આ પ્રમાણે આ પુરુષો પાંચે મહાવિદેહમાં નિરંતર ભરત ઐરવતમાં તો ઉત્સર્પિણી અવસર્પિણીના ક્રમે યથાયોગ્ય સમયે ત્રીજા-ચોથા આરામાં ઉત્પન્ન થાય છે.
શ્રીવ્હાલઃ--પહેલા ઋષભદેવના સમયમાં ભરતચક્રી અને શ્રી અજિતનાથજીના સમયમાં સગરચક્રી બે જ, ત્યારપછી કેવળ આઠ તીર્થંકરો થયા, તેટલા કાળમાં અન્યચક્રી આદિની ઉત્પત્તિ થઇ નથી. ૧૧માંથી ૧૫માં તીર્થંકરોના પ્રત્યેક સમયમાં ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવાદિક થયા છે અને પંદરમાં તીર્થંકરના શાસનમાં (નિર્વાણ થયા બાદ) મઘવા પછી સનત્કુમાર બે ચક્રી, ૧૬,૧૭, ૧૮માં તીર્થંકરો પોતે જ ચક્રી થયા છે અને ૧૮માંના શાસનમાં સુભૂમચક્રી-વાસુદેવાદિક થયા. ૧૯--૨૦ જિનનો કાળ ખાલી પરંતુ ૨૦માં શ્રી મુનિસુવ્રતના શાસનમાં મહાપદ્મચક્રી બાદ વાસુદેવ-લક્ષ્મણ, બળદેવ-રામચંદ્ર, પ્રતિવાસુદેવ-રાવણ થયા. ૨૧માં શ્રી નમિનાથના શાસનમાં બે ચક્રી, ૨૨માં શ્રી નેમિનાથના સમયે કૃષ્ણ, બલભદ્ર, જરાસંઘ થયા. અને તેમના જ શાસનમાં બ્રહ્મદત્તચક્રી થયા અને ત્યારબાદ છેલ્લા ૨૩-૨૪માં તીર્થંક૨ થયા. શલાકાપુરુષોમાંથી કેટલાક નઙે, સ્વર્ગે અને મોક્ષે પણ ગયા છે. તેમનાં આયુષ્ય, દેહમાનાદિકનું વિશેષ વર્ણન સર્વ ગ્રંથાંતરથી જાણી લેવું.
*
૯૪
પુરાણીવાત શ્રી બૃહત્સંગ્રહણીસૂત્ર ગ્રન્થમાં છ ખંડનું એક છત્ર આધિપત્ય ભોગવનાર ચક્રવર્તી તેમજ ત્રણ ખંડનું સ્વામિત્વ ધરાવનાર વાસુદેવાદિકનો વિષય તદ્દન નજીવો આવે છે. એથી ભાષાંતર કરતી વખતે જ મને થએલું કે માનવજાતમાં ચક્રવર્તી એ મનુષ્યલો નર્તી એક સર્વોચ્ચ અને સાર્વભૌમ વ્યકિત છે. સેંકડો વરસોમાં કયારેક જન્મ લેનારી અજોડ વ્યકિતની દિગ્વિજય યાત્રાનો ક્રમ, અને તેઓની વૈભવ-સમૃદ્ધિનું ઊડતું કંઇક આછું દર્શન પણ વાચકવૃંદને જો કરાવવામાં આવે તો તે રોચક અને રસિક થઇ પડશે, પણ જયારે એ લખવાના દિવસો મારે માટે ઉપસ્થિત થયા ત્યારે શ્રી સંગ્રહણી ગ્રન્થાનુવાદનું કદ ખૂબ વધી ગયું હતું તેથી તથા પૂ. ગુરુદેવે પણ સૂચના કરી તેથી ન છૂટકે મારી કલમ ઉપર મારે સંયોગોને આધીન થઇ અંકુશ મૂકવો પડેલો. જેથી ગ્રન્થાંતરોમાં પ્રચંડ પુણ્યપ્રકર્ષસમૃદ્ધ ચક્રવર્તી વગેરેની વિસ્તારથી વર્ણવેલી બહુ રસિક, રોચક અને આકર્ષક કથાને મારા પ્રિય વાચકોના નયનપથ સમક્ષ પરિપૂર્ણ રજૂ કરવાની ઉદાત્તભાવનાને તિલાંજલિ આપવાની દુઃખદ ફરજ ઊભી થતાં, તત્કાલ એ સદ્ભાવનાને દિલના એક ઊંડા ખૂણે જ પધરાવી તેમાંથી જરૂરી હકીકતોની અલગ તારવણી કરી, દિયાત્રાના ક્રમને અભંગ જાળવી રાખી, તે વખતે (સં. ૧૯૯૪માં) જે મેટર લખી રાખેલું લગભગ તેનો જ આજે પરિશિષ્ટરૂપે છાપવામાં ઉપયોગ કર્યો છે.
આ વિષયની વધુ માહિતી મેળવવાની જિજ્ઞાસાવાળા રસિક અભ્યાસીઓએ તદ્વિષયક માહિતી શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર અથવા તો સાતસો સાતસો ગ્રન્થોની સહાયથી તૈયાર થએલા લોકપ્રકાશાદિક ગ્રન્થથી જાણવા ખપી થવું.
-અનુવાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org