________________
[ ૭૩૩ ૧. જેમ દસમી ઉત્કૃષ્ટ સંખ્યા હોય એમાં જઘન્ય એક ગણાય અને ઉત્કૃષ્ટ દશ ગણાય, એમ જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્નેની તો દરેક સ્થાનોમાં એક નિયત સંખ્યા હોય છે. પરંતુ એમાં મધ્યમ અનેક પ્રકારનું ગણાય, જેમ ત્રણ એ મધ્યમ સંખ્યા, જયારે પ-૭-૯ એ બધીએ મધ્યમ ગણાય છે. એમ જઘન્ય અને ઉત્કૃષ્ટ સંખ્યા ૨૧ પ્રકારના સંખ્યાતાદિમાં એક જ રીતે નિયમિત છે. જયારે મધ્યમની સર્વ સંખ્યાઓ અનેક પ્રકારની છે.
૨. સિદ્ધાન્તકારના કથનમાં જે સંખ્યા “અભ્યાસ-ગુણાકારથી લેવાય છે, તે જ સંખ્યા કર્મગ્રંથકાર વર્ગ કરીને લાવે છે. આ ફેરફાર ચાર ઠેકાણે (બે અસંખ્ય અને બે અનંતામાં) આવે છે. તે સુજ્ઞ પાઠકોએ ધ્યાનમાં રાખવું.
૩. સંખ્યાતામાં પુનઃ સંખ્યાતા, અસંખ્યાતામાં અસંખ્યાતા અને અનંતામાં અનંતા પ્રકારો પડે છે, જે સહેજે ખ્યાલમાં આવે તેમ છે.
નવયુવતિ પસંધ્યા (ચોથે અસંખ્યાતે) એક આવલિકાના સમયો ગયચયુવત મનને (ચોથે અનંતે) અભવ્ય જીવોનું માન, મધ્યમ યુવા મનને (પાંચમા અનંતે) સમ્યકત્વાદિથી પતિત થયેલા (૪થા ગુણસ્થાનકથી ૧૧માં ગુણસ્થાનક સુધીનાં) આત્માઓ અને સર્વ સિદ્ધાત્માઓ છે. મધ્યમ આના મનને (આઠમા અનંતે) ૨૨ વસ્તુઓ છે. જેમકે–ભવ્યો, નિગોદો, તિર્યંચો, મિથ્યાત્વીઓ, અવિરતિ જીવો વગેરે વગેરે.
આ પ્રમાણે સંખ્ય, અસંખ્ય અને અનંતનું સ્વરૂપ જણાવ્યું.
ઉપરનું વર્ણન વાંચીને વાચકો મહાતિમહાકાળની અકલ્પનીય સ્થિતિ જાણીને મહાઆશ્ચર્યમાં ડૂબી ગયા હશો.
નોંધઃ-ત્રણેય જગતની અંદર સર્વોત્તમ અને અદ્વિતીય ગણાતા પરમારાથ્યપાદ શ્રી તીર્થંકર-અરિહંત પરમાત્માઓ જેઓ હજારો નહિ લાખો નહિ, બલ્ક અગણ્ય પુણ્યાત્માઓના સંસાર-સંસ્મારક, અતિશયાભુત, સંસારાર્ણવ નિસ્તારિણી, વૈરાગ્યવાહિની, સુધાસ્યન્દિની દેશનાનાં પ્રેરક પીયૂષ વડે અસંખ્ય જીવોના આત્મપ્રદેશ વ્યાપ્ત કર્મવિષનાં સમુદ્ધારક અને અનેક આત્મકલ્યાણાભિલાષી, આત્મસંયમોન્મુખ, શિવસુખવાંછુ, ભવ્યાત્માઓના મુક્તિમાર્ગ સંવાહક હોય છે, તે મહાન શુદ્ધતારક ધર્મપુરુષોનાં જીવનચરિત્રો, યદ્યપિ તેમાંની રંગવિરંગી અસરો, ચિત્ર-વિચિત્ર રંગોળીઓથી વ્યક્તિભેદે અને યુગભેદે વિભિન્ન હોવા છતાં, અમુક પ્રકારનું ઓજસ્વી વ્યક્તિત્વ, અતિશયોની આમુખિક વિપુલ સમૃદ્ધિ અને એક અનન્ય પ્રકારનો અખૂટ આત્મિક વૈભવ, આ બધાયની દૃષ્ટિએ તે સર્વ સમાન હોય છે.
તે સમાનતા કઈ? કે જે પ્રત્યેક પરમાત્મ વ્યક્તિઓમાં સદશ હોય છે? તો તે જ તુલ્યતાને અહીં અતિ સંક્ષિપ્ત અને મર્યાદિત શબ્દોમાં ટાંકવાનો અલ્પ પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને આપણે સાદી અને સરળ ભાષામાં તે વ્યક્તિઓના “જીવનની ઊડતી ઝરમર' કહી શકીએ.
--અનુવાદક ૧. સર્વ જીવો જયારે આઠમે અનંતે કહ્યા તો જીવો તો બધા આવી ગયા, પછી બાકીના ૨૧ની જરૂર શી? તો તેની પણ જરૂર છે. આશય એ છે કે બધા ભેગા કરીએ તો પણ અનંતામાં પાછા અનંતા પ્રકારો વિશેષાધિકને કારણે પડે છે. તેમ કરતાંય પણ સર્વ સંખ્યા પાછી આઠમે અનને જ ઊભી રહેવાની. પરંતુ એકબીજાથી અનંત અધિક અધિકપણે વિચારવું.
આ અનંત શબ્દની બાબતમાં, ઘટાવાતી સંખ્યા બાબત વગેરે વિષયમાં અભ્યાસીઓને જરૂર શંકાઓ થશે પણ જાણકાર ગુરુઓ દ્વારા તેનું સમાધાન મેળવવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org