________________
www
.દર જવા
જાણs
S
[ ૭૩૪ ]
રાજકass તીર્થકર-ચક્રવર્તી-વાસુદેવ-પ્રતિવાસુદેવ-બલદેવાદિ ત્રેસઠ
શલાકા પુરુષોનો સંક્ષિપ્ત પરિચય
શ્રી બૃહતસંગ્રહણી ભાષાંતરનું પરિશિષ્ટ ન. ૩ અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણી વીતી અને વીતશે. દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીરૂપ છે આરાને વિષે ૬૩ *શલાકાદિ (૮૧) મહાપુરુષોની ઉત્પત્તિ હોય છે. જેમાં ૨૪ તીર્થકર, ૧૨ ચક્રવર્તી, ૯ પ્રતિવાસુદેવ, ૯ વાસુદેવ, ૯ બળદેવ એમ ૬૩ (વધુ લઈએ તો ૯ નારદ અને ૧૧ દ્રો=૮૧) તે મહાપુરુષો તરીકે ઓળખાય છે. તેઓનો ઉત્પત્તિકાળ અત્યારે ચાલે છે તે અવસર્પિણીમાં ત્રીજા આરાના અંતથી લઇ ચોથા આરાના અંત પર્યન્ત અને ઉત્સર્પિણીમાં ત્રીજાના આરંભથી ચોથા આરાના પ્રારંભ પર્યન્ત હોય છે. તેમાં તીર્થકરો-ધર્મપુરુષો, ચક્રવર્તીઓ (ભોગપુરુષો) અને વાસુદેવો વગેરે કર્મપુરુષો તરીકે ઓળખાય છે. તીર્થકર સિવાયના બધા તીર્થંકરની તમામ પ્રકારની વ્યવસ્થા, ચારિત્રવર્તન વગેરેથી તદ્દન પૃથક પડી જાય છે. તીર્થકર તે જ ભવમાં ચક્રીપણે પણ હોઈ શકે છે. પછી યથાયોગ્ય કાળે સંયમ-દીક્ષા લઈ ઉગ્રવિહાર અને તપશ્ચર્યા કરતાં આત્યંતર રાગ-દ્વેષાદિ શત્રુઓ સામે ઉગ્ર લડત ચલાવતાં ચલાવતાં શરીર, મન અને ઇન્દ્રિયો ઉપર ખૂબ જ સંયમ રાખી તપ અને સંયમ દ્વારા ક્રમશઃ કર્મ ખપાવતાં ખપાવતાં તે જ ભવમાં સર્વશપણું પ્રાપ્ત કરી પરમાત્મદશારૂપે એટલે તીર્થકરરૂપે થાય છે. અહીં તે શલાકા પુરુષોના પ્રત્યેક વિભાગનું દિગ્દર્શન એટલે ટૂંકો પરિચય આપવામાં આવે છે.
૨૪ તીર્થ તીર્થંકર એટલે સંસાર તરવા માટે જ (ગણધરાદિ) સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર છે. આવા મહાપુરુષો શાશ્વત નિયમ મુજબ પાંચ ભરત અને પાંચ ઐરવતમાં દરેક કાળમાં ૨૪ થાય છે. પાંચ વિદેહક્ષેત્રોમાં તો કાયમ તીર્થંકરો હોય છે. તેઓ પોતાના તીર્થંકરપણાના ભાવથી ત્રીજે ભવે દીક્ષા ગ્રહણ કરે છે અને પછી વિંશતિસ્થાનક નામના વિવિધ પ્રકારના મહાન તપનું ઉત્તમ કોટિનું ઉત્તમ રીતે આરાધન કરે છે. તપ-સંયમ દ્વારા આરાધના શરૂ કરે છે, તેમાં અને તે દ્વારા તે જ ભવે “તીર્થકર' (પદ) નામના શુભ કર્મને બાંધે છે. પછી તેઓ વૈમાનિક દેવપણે. અથવા પૂર્વે નરકબદ્ધાયુષી જીવ હોય તો નરકમાં ઉત્પન્ન થઈ આયુષ્યક્ષયે ઉત્તમ રાજકુલમાં, અવધિજ્ઞાન સહિત (પરોક્ષ વસ્તુને બતાવનારું જ્ઞાન) અવતરે છે. તે વખતે તેમની માતા પુત્રના મહાપુણ્ય પ્રતાપે મંગલકારી, મહાન લાભોને આપનારાં સર્વોત્તમ કોટિનાં ૧૪ મહાસ્વપ્નોને જુએ છે. બાદ પોતાના પતિ દ્વારા અથવા સ્વપ્નશાસ્ત્રીઓ દ્વારા તેનાં મહાફલોને જાણે છે. ઉત્તરોત્તર પ્રકર્ષ પુણ્યશાળી પ્રભુ ગર્ભમાં આવ્યા બાદ રાજકુલમાં ઉત્તરોત્તર યશ, સંપત્તિ અને આબાદીની વૃદ્ધિ જ થતી જાય છે. વળી માતાને લેશમાત્ર 'ગર્ભનું દુઃખ, ઉદરવૃદ્ધિ આદિ કશી તકલીફ કે પીડા પુત્રના તથા ગર્ભના પ્રભાવથી થતી
* શલાકા એટલે જેઓનો મોક્ષ થયો છે અથવા કોઈપણ કાળે થવાનો છે તેવા ઉત્તમ પુરુષો.
૧-૨. પ્રસૂતિ વિજ્ઞાનના નિયમ મુજબ અન્ય માતાઓને ‘ઉદરવૃદ્ધિ, શરીર, મુખ-સ્તન ઈત્યાદિક બાહ્ય અવયવોમાં વણદિક ફેરફારો તેમજ આભ્યન્તર પણ કેટલાક ફેરફારો થાય છે તેવું વળી ગર્ભ ધારણ બાદ દુબલપણું, કુશપણું કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org