________________
L[ ૭૦૧ ) વિશ્વને સુપ્રતિષ્ઠિત કે વૈશાખ નામના સંસ્થાને અથવા ત્રિશરાવ સંપુટાકારે એટલે કે અમુક રીતે ગોઠવવામાં આવેલાં ત્રણ કૂંડાંનાં આકારવાળું તેમણે જોયું.
તે વિશ્વનું માપ કેટલું? તેમણે વિશ્વને ચૌદરાજલોક જેટલું ઊંચું અને વિશાળ જોયું. શું ચારેય બાજુથી ચૌદરાજ જેટલું? તો કહે છે કે – ના ! માત્ર ઊભું જ ચૌદરાજ, બાકીનું માપ આગળ કહેવાશે.
ચૌદરાજ સમજવા માટે એક રાજમાન કેટલું છે? તે જાણી લેવું જોઈએ. એક રાજનું માપ જાણી લેવાય પછી ચૌદરાજની ન કલ્પી શકાય તેવી વિરાટતાનો ખ્યાલ આવી જશે.
થી એક રાજની વ્યાખ્યા * રાજની લંબાઈ માઈલો, ગાઉ કે યોજનોના માપથી સમજાવી શકાય તેવી નથી. આ માટે બીજી કોઈ ઘટના કે દાખલા દ્વારા જ સમજાવી શકાય તેમ છે.
છતાં જો તેની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો અસંખ્ય યોજનાનો એક રાજ એમ થઈ શકે. રાજને બરાબર સમજવા માટે શાસ્ત્રોક્ત ઉદાહરણ જોઈએ.
આંકડાથી કે શબ્દથી સમજાવી ન શકાય એવા અંકાતીત કે શબ્દાતીત બનેલા વિરાટ માપને કઈ રીતે સમજાવવું? જ્ઞાનીઓએ જબરજસ્ત બે ઉદાહરણો આપ્યાં કે જેથી વધુ સ્પષ્ટ અને વિશદ રીતે તેનો ખ્યાલ મળી રહે.
રાજ માટેનું પહેલું ઉદાહરણ
આંખના એક પલકારામાં એક લાખ યોજન (ચાલુ માપે ગણીએ તો ચાર ગાઉનો એક યોજન) એટલે ચાલુ માપે એક કલાકના ચાર લાખ ગાઉની વિરાટ ગતિએ દોડતો કોઈ સ્વર્ગીય દેવ ચોવીસે કલાક દોડતો દોડતો ઊધ્વકાશમાં માર્ગ કાપતો જ જાય, અને એ રીતે પૂરા છ મહિના સુધી દોડી ચૂકે, એ છ મહિનામાં જેટલું અંતર વટાવ્યું તે અંતર એક રાજ પ્રમાણ થયું કહેવાય.
રાજ (રજુ) માટેનું બીજું ઉદાહરણ–
૩૮૧૨૭૯૭૦ મણ એટલે શાસ્ત્રીય માપની પરિભાષામાં એકભાર થયું કહેવાય. આવા એક હજાર મણ ભાર માનવાળા (વેગવાળો બને તે માટે વજનદાર) તપાવેલા ગોળાને ઊંચે આકાશની ટોચ ઉપર ઊભા રહીને ત્યાંથી કોઈ વ્યક્તિ નીચે જોરથી ફેંકે અને એ ગોળો એકધારી ગતિથી ગબડતો. ગબડતો ૬ માસ, ૬ દિવસ, ૬ પહોર, ૬ ઘડી અને ૬ સમયમાં જેટલું અંતર વટાવે તે અંતરને એક રજુ કે એક રાજમાન થયું કહેવાય.
એક રાજ કેટલું મોટું છે? તે બે દષ્ટાંત આપીને સમજાવ્યું. શાસ્ત્રકારને વિચાર આવ્યો કે સમગ્ર ચૌદરાજરૂપ લોકનું વિરાટ પ્રમાણ કાલ્પનિક ઉદાહરણ દ્વારા બતાવી દેવાય તો જિજ્ઞાસુઓને પરમ આનંદ થાય, એટલે તેમણે માધ્યમ તરીકે દેવતા દ્વારા તેની જ “શીઘ્રાતિશીધ્ર ગતિને વાહન
* આજના રોકેટો વગેરેની ગતિ તો સાગર આગળ બિન્દુ જેટલી લાગે. ' ૧. શીઘગતિ એટલે કેવી ? તે સમજવા શાસ્ત્રમાં એક ઉદાહરણ આપ્યું છે. એક દેવ એક લાખ યોજન ઊંચા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org